દુધ ઉત્પાદન ક્ષેત્રે કચ્છમાં ક્રાન્તી કરી કચ્છના પશુપાલન વ્યવસાયને એક નવી દિશા આપવાની ચર્ચા થાય તો તેમાં વલમજી હુંબલનુ નામ ચોક્કસ પ્રથમ હરોળમાં આવે પશુપાલકોને યોગ્ય માધ્યમ સાથે પુરતા ભાવ અને ડેરી માળખુ ઉભુ કરવામાં તેમનો સિંહફાળો છે. અને તેથીજ વલમજી હુંબલને કચ્છ કુરીયનનુ બિરદ પણ આપવામાં આવ્યુ છે. અને તેમની આજ સિધ્ધીને લઇ તેમને અમુલ ડેરીના વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા છે પરંતુ જેટની ચર્ચા સરહદ ડેરીના વિકાસની છે. એટલીજ ચર્ચા તેમના સમયકાળ દરમ્યાન થયેલા ભષ્ટ્રાચાર અને ભોપાળાની છે. થોડા સમય પહેલાજ જાહેર માધ્યમોમાં સરહદ ડેરીમાં થયેલા ભોપાળાઓ અંગે વિસ્તૃત અહેવાલો પ્રકાશીત થયા હતા જો કે સોસીયલ મિડીયા પર જાહેરમાં હજુ પણ કટાક્ષ તથા મજબુત પુરાવા રજુ કરવાની વાત સાથે વલમજી હુંબલ અને સરહદ ડેરી પર ભષ્ટ્રાચારના આક્ષેપો થઇ રહ્યા છે. પરંતુ તે અંગે કચ્છની સૌથી મોટી અને ગુજરાતની મોટી ડેરીમાં પ્રતિનીધીત્વ કરતા વલમજી હુંબલ મૌન છે. અને તેમનુ આ મૌન ધણા પ્રશ્ર્નોને ઉભા કરે છે
સરહદ ડેરીના ભષ્ટ્રાચાર પેજ પર ખુલ્લો પડકાર
કચ્છમાં સરહદ ડેરી અને તેનુ સુકાન સંભાળતા કચ્છ જીલ્લા ભાજપના મહામંત્રી વલમજી હુંબલ વિરૂધ્ધ આમતો અનેક અરજીઓ ફરીયાદો થઇ છે જીલ્લા કલેકટરથી લઇ જીલ્લા રજીસ્ટાર ઓફીસ સહિત અનેક જગ્યાએ તેમની ડેરીમાં થયેલા ગોટાળા અંગે,ખોટુ ચેરમેન પદ્દ મેળવવા અંગે અને બોગસ મંડળીઓ અંગેના મામલા સામે આવ્યા છે. પરંતુ તેમાં ન્યાયીક તપાસ થઇ નથી અથવા થવા દેવામાં નથી આવી પરંતુ સરહદ ડેરીના ભષ્ટ્રાચાર અંગે લાંબા સમયથી સોસીયલ મિડીયામાં ભંચકર લડાઇ ચાલી રહી છે. જેમાં તેમને ખુલ્લા પડકાર સામે સ્થાનીક તપાસ એજન્સી તથા સી.આઇ.ડી ક્રાઇમ સુધી ફરીયાદની વાતો લખાઇ છે. અને વલમજી હુંબલને પડકાર પણ ફેંકાયો છે. કે તેઓ ચર્ચા માટે પુરાવા સાથે તેમના ગોટાળા ખુલ્લા પાડીશુ તેવી પોસ્ટ જાહેરમાં મુકાઇ છે. અને સમંયાતરે સરહદ ડેરીમાં થયેલા ભષ્ટ્રાચાર અને વલમજી હુંબલના ભોપાળા અંગે જાહેર પડકાર હજુ પણ ફેંકાઇ રહ્યો છે.
જો કાઇ ખોટુ નથી તો કેમ વલમજી હુંબલ મૌન?
આમતો રાજકારણમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપને સામાન્ય બાબત ગણાય છે. અને મોટાભાગના કિસ્સામાં ચુંટાયેલા પ્રતિનીધીઓ આવી બાબતોમાં ખુલાસા આપવાનુ ટાળે છે. પરંતુ વાત જ્યારે કોઇ સહકારી સંસ્થાની હોય ત્યારે ચોક્કસ તેમાં જવાબ મળે તે ઇચ્છીનીય છે. કે સરહદ ડેરીએ હવે કચ્છના સિમાડા પાર કર્યા છે. અને તેના ચેરમેન એસીયાની મોટી ગણાતી અમુલ ડેરીનુ પ્રતિનિધીત્વ કરી રહ્યા છે. ત્યારે તેમના મૌન અકડાવનારુ છે કેમકે જાહેરમાં તેમના વિરૂધ્ધ પોસ્ટ આક્ષેપ અને પુરાવા લડતની ચીમકી આપતી પોસ્ટ મુકાય છે પરંતુ તેનો કોઇ યોગ્ય જવાબ વલમજી હુંબલ આપી શક્યા નથી જો ખરેખર ભષ્ટ્રાચાર થયો જ ન હોય તો શા માટે વલમજી હુંબલ ભાજપ,સરહદ ડેરી, અને હવે અમુલ ડેરીને પોતાના વ્યક્તિગત વિરોધથી બદનામ થવા દઇ રહ્યા છે. અને કોઇ જવાબ આપતા નથી અને જો ખરેખર કાઇ થયુ જ નથી તો આવી પોસ્ટ મુકનાર સામે કોઇ કાયદાકીય પગલા નથી ભરતા? તે સવાલ ચોક્કસ થાય. અને કચ્છના પશુપાલન હિતમાં તેમનો જવાબ વલમજી હુંબલ આપે તે ઇચ્છનીય પણ છે
કચ્છના ડેરી ઉદ્યોગને એક નવી ઉંચાઇ પર લઇ જનાર વલમજી હુંબલની હવે અમુલના પ્રતિનીધીત્વ કરતા થયા છે. પરંતુ સોસીયલ મિડીયામાં થતી જાહેર બદનામીનો તેમની પાસે કોઇ જવાબ નથી કે નથી તેમના વિરૂધ્ધ લખનાર સામે કોઇ પગલા લેતા. આ મૌન ધણુ સુચવે છે. જો કે કા સમગ્ર મામલાની ન્યાયીક તપાસ થાય આવા મામલાની અથવા આવુ જાહેરમાં લખનાર સામે ડેરીના ચેરમેન અથવા અન્ય જવાબદારો કાયદેસર કાર્યવાહી કરે તો દુધનુ દુધ અને પાણીનુ પાણી થાય નહી તો સરહદ ડેરીના સફેદ દુધમાં લાગેલ ભષ્ટ્રાચાર અને ભોપાળાના કાળા ડાધ નહી ભુંસાય…