કચ્છમાં જ્યારથી વિન્ડ કંપનીઓનુ આગમન થયુ છે ત્યારથી આવી કંપનીઓ સામે લોક વિરોધ ચાલુ છે. ક્યાક યોગ્ય વડતર ન મળવાનો અસંતોષ તો ક્યાક તંત્રનો દુર ઉપયોગ કરી બળજબરી પુર્વક પવનચક્કી અને તેના વિજપોલનુ નિર્માણ કરવુ જો કે આ તો આર્થીક બાબતો છે અને તેમાં અંસોતષ અને વિવાદ ચાલે પરંતુ વાત જ્યારે કચ્છના પર્યાવરણ અને જીવ શ્રૃષ્ટ્રીની આવે ત્યારે ચોક્કસ સવાલ થાય કે વિકાસ જરૂરી છે પરંતુ શુ આવુજ ચાલ્યુ તો કચ્છમાં ભવિષ્યમાં પક્ષીઓ રહેશે કે પવનચક્કી? તે એક મોટો પ્રશ્ર્ન છે. કેમકે ઉપરા-ઉપરી અનેક વિસ્તારોમાં રાષ્ટ્રીય પક્ષી મોર સહિત દુર્લભ પ્રાણીઓ વિન્ડ એનર્જી ઉત્પાદીત કરતી કંપનીઓના વિજકરંટથી મૃત્યુને ભેટી રહ્યા છે. અને તંત્ર ઉદાશીન હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યુ છે. કેમકે અત્યાર સુધીના મામલામાં તંત્રએ કોઇ ઠોસ કાર્યવાહી આવી કંપની કે તેના સંચાલકો સામે કરી નથી
તંત્રને કોની શરમ નળે છે. કાર્યવાહી કરવામાં?
થોડા દિવસ પહેલા અબડાસાના બાંડીયા ગામે વિન્ડ એનર્જીના કરંટથી એક મોરનુ મોત થયુ હતુ પરંતુ અદાણીના કર્મચારીઓએ મોરના મૃત્દેહને બારોબાર સગેવગે કરી મામલો દબાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ લોક ફરીયાદ બાદ મામલો ઉજાગર થયો અને તંત્રને ના છુટકે ફરીયાદ નોંધવી પડી જો કે તે સિવાયના અગાઉ નોંધાયેલા મામલામાં કોઇ સામે જોઇએ તેવી કાર્યવાહી કરાઇ નથી તો ક્યાક તંત્ર પક્ષીઓના મોત મામલે આંકડા છુપાવવાના પ્રયત્નો પણ કરતુ હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યુ છે. કેમકે પર્યાવરણ,કિંમતી વનસ્પતી અને બહુમુલ્ય પક્ષી શ્રૃષ્ટ્રીના નુકશાનની ફરીયાદમાં અત્યાર સુધી કોઇ નક્કર કામગીરી વનવિભાગે કરી નથી તે હકીકત છે. તો આ મામલે લડત ચલાવતા લોકો પણ જાણે માત્ર નિવેદનબાજી કરી સંતોષ માનતા હોય તેવુ લાગી રહ્યુ છે સુઝલોન જેવી કંપનીના વિજવાયરમાં ટકારાવાથી બે ધોરાડ પક્ષીના મોત થતા આજે તેના અસ્તિત્વ સામે સવાલ ઉભો થયો છે ત્યારે તંત્ર જો અસરકારક કામગીરી નહી કરે તો કચ્છમાં દુર્લભ કહી શકાય તેવા પક્ષીઓ નામશેષ બનશે અને તંત્ર સ્વીકારે કે ન સ્વીકારે વિન્ડ કંપનીઓની મનમાની,બેદરકારી સામે કાર્યવાહી કરવામાં કચ્છનુ તંત્ર લાચાર છે એ નક્કી છે.
આજે નખત્રાણા તાલુકાના નિરોણા ગામની સિમમાં પાવરગ્રીડ કંપનીના વિજલાઇનથી એક બાઝનુ મોત થયુ છે. માત્ર થોડા મહિનામાંજ કચ્છમાં વિન્ડ કંપનીઓના વિજપોલ-વાયરના કંરટમાં 27થી વધુ પક્ષીઓના મોતનો અંદાજ છે જે કદાચ વધુ પણ હોઇ શકે પરંતુ વનવિભાગ કે સ્થાનીક કચ્છના વહીવટી તંત્ર દ્રારા કોઇ ગંભીર પગલાઓ અત્યાર સુધીના મામલામાં લેવાયા નથી જે ચિંતાજનક છે. કેમકે હજુ અનેક વિન્ડ કંપનીઓ કચ્છમાં આવવાની છે ત્યારે જો આવુજ ચાલુ રહ્યુ તો પવનચક્કી તો કચ્છમાં હશે પરંતુ પક્ષીઓ નહી રહે…..