Home Crime અંજારમા કોન્સ્ટેબલ વિજય ચૌહાણની નિર્મમ હત્યા કરનાર આરોપીને પોલિસે ઝડપાયો

અંજારમા કોન્સ્ટેબલ વિજય ચૌહાણની નિર્મમ હત્યા કરનાર આરોપીને પોલિસે ઝડપાયો

2814
SHARE

અંજારના સવાસર નાકે બગીચામા જાહેરમા થુકવા જેવી નજીવી બાબતનો ખાર રાખી પચ્છિમ કચ્છ પોલીસ વિભાગમા ફરજ બજાવતા વિજય ચૌહાણની હત્યા કરનાર આરોપી અંતે પોલિસ ગીરફ્તમા આવી ગયો છે ગઇકાલે સાંજે કુહાડીના ધા મારી તેની હત્યા કરી દેવાતા ભારે ચકચાર સર્જાઇ હતી જો કે ગણતરીની કલાકોમા કાયદાનો ડર રાખ્યા વગર પોલિસ કોન્સ્ટેબલની હત્યા કરનાર આરોપી સુનીલ નારાણભાઇ સીજુ મહેશ્ર્વરીની ઉ.19 રહે વિજય નગરની ધરપકડ કરી છે 4 દિવસ પહેલા વિજય ચૌહાણ અને આરોપી વચ્ચે જાહેરમા થુકવા જેવી નજીવી બાબતે બોલાચાલી થઇ હતી અને તે વાત નો ખાર રાખી આરોપી સુનીલ એ તેની ગઇકાલે હત્યા કરી નાંખી હતી

પુર્વ કચ્છમા પોલિસને ધાક જમાવવી જરૂરી

પચ્છિમ કચ્છના જેમ હત્યા અને ગુન્હાખોરીનો ગ્રાફ ઉંચો ગયો છે તેમ પુર્વ કચ્છમા પણ ખુન્હાઓનુ પ્રમાણ વધવા સાથે બધુ પહેલાની જેમ ગોઠવાયુ હોવાની ચર્ચા છે ત્યારે એક નજીવી બાબતે પોલિસ કર્મીની હત્યા પુર્વ કચ્છની કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલો ઉભા કરે છે દારૂ જુગાર જેવી બદ્દીઓ વચ્ચે સફેદ પ્રવાહીનો કાળો કારોબાર બારોબાર ચાલવા સાથે બધુ રાબેતા મુજબ પુર્વ કચ્છમા ચાલુ થયુ છે ત્યારે આવી બાબતોને સાથે પોલિસ પોતાની મુળ ફરજ પણ નિભાવે તેવી ચર્ચા લોકોમા છે કેમકે જ્યા પોલિસ કર્મીની નિર્મમ હત્યા થતી હોય ત્યા આમ નાગરિકોની સુરક્ષા શુ તે ચોક્કસ સવાલ ઉભો થાય જો કે હાલ પોલિસે ગણતરીની કલાકો મા આરોપીની ધરપકડ કરી કાર્યવાહીનો સંતોષ માન્યો છે

પુર્વ કચ્છના નવા એસ.પી ની નિયુક્તિ પછી અનેક ચકચારી હત્યા સહિત ભારે ગુન્હાઓનુ પ્રમાણ વધ્યુ છે જેમા અંજારમા પોલિસ જવાનની હત્યાનો ઉમેરો થયો છે પરંતુ પોલિસ માટે આ ચેતી જવાનો સમય છે કેમકે પોલીસની પકડ ઢીલી થતી હોય તેવુ ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યુ છે જો કે રાજકારણીઓના માનીતા બનેલા અધિકારીઓને ગુન્હાનો ગ્રાફ ઉચ્ચો ગયો હોવા છંતા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વ્યક્તિગત હિતોને લઇ ચુપ છે જે ભવિષ્યમા કાયદો વ્યવસ્થા માટે  જોખમ સર્જી શકે તેમ છે