Home Special શુ પુનડી ખનીજચોરી કાંડમાં આશાપુરા સામે તપાસ થશે કે પછી હળવી કાર્યવાહીથી...

શુ પુનડી ખનીજચોરી કાંડમાં આશાપુરા સામે તપાસ થશે કે પછી હળવી કાર્યવાહીથી ભીનુ સંકેલાઇ જશે ?

1373
SHARE
સરકાર તેના ચુંટાયેલા પ્રતિનીધીઓ હમેશા કચ્છના ઓદ્યોગીક વિકાસની વાતો કરતા હોય છે. પરંતુ આ વિકાસ પાછળ કચ્છના કિંમતી ખનીજ અને રીસોર્સની મોટી ચોરીના કારસ્તાન પર ક્યારેય કોઇ નેતા બોલ્યા નથી કે નથી સરકારે ઉચ્ચકક્ષાએથી કોઇ તપાસ કમીટી રચી પરંતુ ખરેખર જો યોગ્ય તપાસ થાય તો કચ્છની કિંમતી સંપદા થોડા વર્ષોમાજ ખતમ થઇ જશે અને જેનુ નુકશાન કચ્છને અને ફાયદો ચોક્કસ વ્યક્તિને જ થશે લાંબા સમયથી કાર્યવાહી અને દંડની કાર્યવાહી માટેની વાતો થાય છે. પરંતુ ચોક્કસથી આશાપુરા જેવી કંપનીઓ પર કચ્છના વહીવટી તંત્રની મીઠી નઝર છે. અને તેથીજ મોટી ખનીજ ચોરીના કારસ્તાન પછી માત્ર દંડ તથા કાર્યવાહીનુ નાટક થાય છે. પરંતુ અસરકારક કામગીરી સાથે કંપની સામે કડક પગલા ક્યારેય લેવાયા નથી તે વાસ્તવિકતા છે. જે અંગેના વિસ્તૃત અહેવાલો ન્યુઝ4કચ્છ ક્રમશ રજુ કરશે પરંતુ તાજેતરમાંજ થયેલા પુનડી પ્રકરમાં હજુ તપાસ આગળ ન વધતા અનેક સવાલો ઉભા થયા છે. અને સુત્રોના દાવા મુજબ રાજકીય ભલામણ અને સરકારી તંત્રની સાઠગાંઠથી આ કેસમાં પણ નાડાપા ખનીજ ચોરીની જેમ ભીનુ સંકેલાઇ જશે?
ખાણખનીજ વિભાગ તપાસ કરે તો કરોડોનુ કારસ્તાન
ભુજ એલ.સી.બીએ એસ.પીની કડક સુચના પછી માંડવી વિસ્તારમાં વોંહ્ચ ગોઠવી ખનીજ ચોરીનુ કારસ્તાન 25 નવેમ્બરના ઝડપ્યુ હતુ જેમાં વિવિધ સાધનો તથા કિંમતી બોક્સાઇટ સહિત 4.60 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પરંતુ ખરેખર આ મામલે પુનડી ગામેની સિમમાંથી કેટલુ બોક્સાઇટ ખોદી નંખાયુ તેનો અંદાજ લગાવવો અધરો છે. તો જે જગ્યાએ બોક્સાઇટ ડમ્પીંગ કરાતુ હતુ તે સ્થળે પણ હજુ તપાસ કરવામાં આવી નથી તેવામાં ખાણ ખનીજ વિભાગના જાણકારો સુત્રો જણાવે છે. કે અંદાજે 1 લાખ ટન જેટલુ ખનીજ આ વિસ્તારમાં ખોદી નંખાયુ છે. પરંતુ તેની યોગ્ય તપાસ થશે નહી ચોક્કસથી પોલિસે આ મામલે ઉંડી તપાસની વાત કરી છે. પરંતુ હજુ સુધી કોઇ ઠોશ કાર્યવાહી કે પુરાવા જાહેર કરી શકી નથી તો ખાણખનીજ વિભાગ જાણે વહીવટમાંજ વ્યસ્ત હોય તે રીતે આશાપુરા કંપની સામે નામ માત્રની કાર્યવાહી કરી ભીનુ સંકલેશે તેવી ચર્ચા શરૂ થઇ છે. પરંતુ ખરેખર જો ન્યાયીક તપાસ સ્થાનીક અથવા ઉચ્ચકક્ષાએથી આવે તો કેટલાય અધિકારીના તપેલા ચડી જાય તેમ છે. પરંતુ અગાઉ થી અત્યાર સુધીના કિસ્સામા આશાપુરા સામે કોઇ કાર્યવાહી થઇ નથી. તે વાસ્તવિક્તા છે જેની સિલસીલાબંધ વિગતો પુરાવા સાથે આગામી દિવસોમાં રજુ કરાશે
પાછલા એક દાયકામાં કચ્છના ઓદ્યોગીક વિકાસની સાથે ખનીજ-રેતી ચોરીનુ મોટુ કારસ્તાન કચ્છમાં ચાલી રહ્યુ છે. પરંતુ કિંમતી જમીન ખોદી નાંખ્યા બાદ સામ-દામ-દંડ ભેદથી આવા મામલાઓ દબાવી અથવા નબળા કરી નાંખવામાં આવ્યા છે. ક્યાક રાજકીય વગ તો ક્યાક વહીવટ કરી આવી મોટી કંપની લાંબા સમયથી કચ્છમાં કિંમતી ખનીજનુ ખનન કરી રહી છે. પરંતુ આવી કંપની સામે કડક કાર્યવાહી કરવાના બદલે નામ માત્રની કામગીરી થઇ રહી છે. જે કચ્છની ખનીજ સંપદાને ખોખલુ કરી રહી છે. અને જો આવુજ ચાલ્યુ તો કિંમતી ખનીજ વાડી જમીનના બદલે માત્ર માટીજ નિકળશે તેવામાં કચ્છના હિતમાં તંત્ર કાર્યવાહી કરે તે જરૂરી છે. નહી તો પ્રજા અને કચ્છના સર્વાગી હિતમાં ન્યુઝ4કચ્છ આવા મામલા ક્રમશ ઉજાગર કરતા રહેશે