Home Current કચ્છ યુનીવર્સીટી જીયોલોજી વિભાગના પ્રોફેસર સામે FIR કરી ફરજ મોકુફ કરવા પુરાવા...

કચ્છ યુનીવર્સીટી જીયોલોજી વિભાગના પ્રોફેસર સામે FIR કરી ફરજ મોકુફ કરવા પુરાવા સાથે માંગ

778
SHARE
હમેંશા પોતાના સંસોધન અને સારી બાબતોને લઇને ચર્ચામાં રહેતા કચ્છ યુનીવર્સીટી જીયોલોજી અને અર્થ સાઇન્સ વિભાગ આ વખતે કઇક અલગ રીતે ચર્ચામાં આવ્યુ છે. આમતો યુનીવર્સીટીમાં પ્રોફેસર મહેશ ઠક્કરના કાર્યકાળ દરમ્યાન અનેક કર્મચારીઓ સાથે તેમનો વિવાદ રહ્યો છે. જો કે હવે તેમના વિરૂધ્ધ લેખીત પુરાવા સાથે ફોજદારી ફરીયાદ નોંધી ફરજ મોકુફ કરવાની માંગ કરાઇ છે. કચ્છ કોગ્રેસના આગેવાન અને આર.ટી.આઇ એક્ટીવીસ્ટ એચ.એસ.આહિરે આ અંગે ફરીયાદ કરી છે. કે વર્ષ 16-17 અને 17-18માં સરકાર શ્રી ની નિયત ખરીદી પ્રક્રિયા કર્યા વગર પ્રોફેસર મહેશ ઠક્કરે તેની ખરીદી કરેલ અને ત્યાર બાદ તેનુ ચુકવણુ પણ નિયમ વિરૂધ્ધ કરાયુ જેથી 31.71 લાખ વસુલ કરી પ્રો મહેશ ઠક્કરને ફરજ મોકુફ કરવામાં આવે
શુ થયુ નિયમ વિરૂધ્ધ?પુરાવા સાથે ફરીયાદ
પ્રો મહેશ ઠક્કર દ્રારા વર્ષ 2016-17 અને 2017-18માં કોઇપણ સરકારી પ્રક્રિયા વગર નિયમ ભાવો મંગાવ્યા વગર,બાંધકામ ખરીદી સમિતીની મંજુરી વિના જે ખરીદી કરી હતી તેના બીલો રજુ કર્યા હતા જેનુ ચુકવણુ કરવાની સ્પષ્ટ મનાઇ હોવા છંતા રજીસ્ટ્રાર તરીકે ચાર્જ દરમ્યાન મહેશ ઠક્કરે તે બીલના ચુકવણા ઓગસ્ટ 2019માં કર્યા હતા. જે બાબતે આર.ટી.આઇ એક્ટીવીસ્ટ એચ.એસ.આહિરે વિવિધ માહિતી મેળવી હતી અને તેમાં સ્પષ્ટ રીતે ગુજરાત નાણાકીય નિયમ 1971 નિયમ 8 નુ પાલન ઇરાદાપુર્વક કરાયુ ન હોવાનુ સામે આવ્યુ હતુ. આજે યુનીવર્સીટીમાં લેખીત રજુઆત સાથે અગાઉ જુલાઇ-2020માં જીલ્લા સહાયક નિરીક્ષકે જાણ કરેલ હોવા છંતા યુનીવર્સીટીએ કોઇ પગલા લીધા નથી ત્યારે ત્વરીત કાર્યવાહી સાથે નાણા વસુલાતની કામગીરી કરી FIR નોંધવાની માંગ કચ્છ યુનીવર્સીટીમાં કરવામાં આવી છે
અગાઉ પણ ઇન્ચાર્જ રજીસ્ટ્રાર અને પ્રોફેસર મહેશ ઠક્કર અનેક મામલે ચર્ચામાં રહ્યા છે. પરંતુ કોઇ કાર્યવાહી તેમની સામે થઇ નથી. જો કે પુરાવા સાથે કરાયેલી ફરીયાદ બાદ પણ કાર્યવાહી ન થતા આર.ટી.આઇ એક્ટીવીસ્ટ હરીશ આહીર એ લેખીત ફરીયાદ સાથે ન્યાયની માંગણી કરી છે