ગુજરાતમાં એકમાત્ર નલિયા ખાતે જોવા મળતા લુપ્ત થઇ રહેલા ધોરડ પક્ષી હવે જુજ જ રહ્યા છે. નર ધોરાડ ન હોવાથી હવે તેના અસ્તિત્વ સામે સવાલ ઉભા થયો છે. પરંતુ તે વચ્ચે ફરી ધોરાડને સંવર્ધન અને સલામતીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. કેમકે દેશના સૌથી ધનીક મહિલા ઉદ્યોગપતીએ ધોરાડ સંવર્ધન માટે 25 લાખનુ અનુદાન જાહેર કર્યુ છે. કોર્બેટ ફાઉન્ડેશનને આ અનુદાન જાહેર કરાયુ છે. જો કે વિજવાયર અડફેટે 2 ધોરાડના મોત સહિત અત્યાર સુધી થયેલી કાર્યવાહી પરથી સ્પષ્ટ લાગી રહ્યુ છે. કે સ્વૈચ્છિક સંસ્થાઓ અને ઉદ્યોગપતીઓ ભલે ધોરાડના સંવર્ધન માટે ચિંતીત હોય પરંતુ વનવિભાગ આ મુદ્દે ગંભીર નથી કેમકે અનેક પક્ષીઓના મોત બેદરકારીના કિસ્સા પછી વનવિભાગે મોટી કંપનીઓ સામે અસરકારક કામગીરી કરી નથી તો વનવિભાગ પાસે ધોરડ સંવર્ધન પાછળ કેટલો ખર્ચ અત્યાર સુધી કરાયો તેના આંકડા પણ નથી
હવે એકમાત્ર ધોરાડ પરંતુ ખર્ચના આંકડા નથી
સંવર્ધન અને સલામતીની વાતો વચ્ચે કચ્છના ધોરાડ અભ્યારણમાં માત્ર એક માદા ધોરાડ બચ્યુ છે. પરંતુ નર ધોરાડ હવે એકપણ નથી વનવિભાગે ભારે વિવાદ પછી તેની ચિંતા કરી રાજસ્થાન સરકાર પાસેથી નર ધોરાડની માંગણી કરી પરંતુ તે યોજના સફળ ન રહી પરંતુ તેના કરતા પણ ગંભીર મામલો એ સામે આવ્યો છે. કે સુઝલોન વિજવાયર અડફેટે 2 ધોરાડના મોત પછી પણ લાઇન અન્ડરગ્રાઉન્ડ થઇ નથી કે નથી બેદરકારી બદલ કોઇ સામે કાર્યવાહી કરાઇ છે. તો વડી મહિલા ઉદ્યોગપતીએ 25 લાખનુ અનુદાન જાહેર કર્યુ પરંતુ વનવિભાગે ધોરાડ અભ્યારણ પાછળ કેટલો ખર્ચ કર્યો તેના આંકડા જાહેર કરતુ નથી આ ખુલાસો એક આર.ટી.આઇ એક્ટીવીસ્ટની અરજી પરથી થયો છે જેમાં નલિયા સ્થિત કચેરીમાં ધોરાડ સંવર્ધન પાછળ સરકારે વનવિભાગ હસ્તક કેટલો ખર્ચ કર્યો તેની માંગણી કરાઇ છે. પરંતુ તેનો જવાબ મળ્યો નથી અને રેકર્ડ ઉપલબ્ધ ન હોવાનુ વનવિભાગે લેખીતમાં જણાવ્યુ છે. જે ધણા સવાલો ઉભા કરે છે કેમકે સંવર્ધન અને સુરક્ષા પાછળ કરોડો ખર્ચ થયો છે અને તેનો હિસાબ ન હોય તો શુ સમજવુ
ચોક્કસથી ધણી પક્ષી પ્રેમી સંસ્થાઓ સહિત હવે ઉદ્યોગપતીઓ પણ ચિંતા સાથે તેના સંવર્ધન માટે આગળ આવ્યા છે. પરંતુ જેના સીરે તેની જવાબદારી છે. એવુ વનવિભાગ ક્યાક આ મામલે ગંભીર ન હોય તેવુ લાગી રહ્યુ છે. તો ધોરાડના મોતની ગંભીર બેદરકારી સામે અસરકારક કામગીરી સાથે ખર્ચના આંકડાઓ પણ આપતુ નથી જે દર્શાવે છે. કે ક્યાક તો કાઇક ખોટુ થયુ છે. જેની તપાસ થાય તે જરૂરી છે. નહી તો એકમાત્ર ધોરાડ પણ નહી બચે