Home Current શુ કચ્છમાં નિર્માણ પામનાર સોલારા પ્રોજેક્ટ સુરક્ષા માટે જોખમ સર્જશે? આદમ ચાકી;

શુ કચ્છમાં નિર્માણ પામનાર સોલારા પ્રોજેક્ટ સુરક્ષા માટે જોખમ સર્જશે? આદમ ચાકી;

905
SHARE
15 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના ખાવડા નજીક રણ વિસ્તારમાં નિર્માણ પામનાર સૌથી મોટા સોલાર પાવર પ્રોજેક્ટનુ ખાતમુહર્ત કરવાના છે. તે ભવિષ્યમા દેશની સુરક્ષા માટે જોખમ સર્જશે? શુ સોલાર પ્રોજેક્ટ અદાણી સહિતના ઉદ્યોગગૃહ અને કંપનીઓને આપવા માટે સરકાર નિયમોમાં ફેરફાર સાથે રાષ્ટ્રીય સુરક્ષાની અવગણના કરી છે.? આવા અનેક સવાલો તથા પ્રાથમીક પુરાવા સાથે આજે કોગ્રેસના પ્રદેશ આગેવાન આદમચાકીએ એક પત્રકાર પરિષદનુ આયોજન કર્યુ હતુ. જેમાં પ્રોજેક્ટના મેપ સહિત આર.ટી.આઇ હેઠળ મેળવેલ માહિતી રજુ કરવા સાથે 3 માંગણીઓ પુર્ણ કરવા વડાપ્રધાનને ટકોર કરી હતી જેમા સ્થાનીક રોજગારીનો મુદ્દો,બોર્ડરથી દુર પ્રોજેક્ટ લઇ જવો તથા રાજ્ય બહારના લોકોને પ્રાથમીકતા રોજગારી માટે ન આપવી તેવી માંગણી તેઓએ કરી છે. સાથે આદમ ચાકીએ ચિમકી પણ ઉચ્ચારી છે. કે જો તેમની માંગણી નહી સંતોષાય તો પ્રજાને સાથે રાખી લડત સાથે કાયદાકીય પડકાર પણ પ્રોજેક્ટને ફેંકાશે
ખરેખર પ્રોજેક્ટ રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી?
કચ્છનો ખાવડા વિસ્તાર પ્રતિંબંધીત વિસ્તાર છે. અને તેમાય ઇન્ડીયાબ્રીજથી અંદર પ્રવેશ મેળવવો લોઢાના ચણા ચબાવવા જેવો છે. અને તેથીજ તેના માટે ખાસ નિયમો બનાવેલા છે. પરંતુ ઇન્ડીયાબ્રીજથી અંદર અને છેક વિગાકોટ સુધી આ પ્રોજેક્ટનુ કામ થનારુ છે અને લગભગ પ્રાથમીક જે જમીન ભાડા પેટે અપાઇ છે તેમાં બી.એસ.એફ ની 8 ચોકીઓ આવતી હોવાનો ઉલ્લેખ આદમ ચાકીએ કર્યો છે. તો અમુક વિસ્તાર ધોબ્રાણામાં આવતો હોવાનુ કહી પૈસા ખાવડામાં ભરાયા છે. પરંતુ મુખ્ય મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષાનો છે. તેથી અન્ય રાજ્યોમાં જે રીતે બોર્ડરથી અમુક કિ.મી દુર ઉદ્યોગગૃહને જમીન અપાય છે તે રીતે કચ્છમાં પણ થાય નહી તો હજારો લોકોની અવર-જવર રાષ્ટ્રીય સુરક્ષા માટે ભવિષ્યમાં જોખમ સર્જશે
અદાણી સામે આક્રમક રહેતા આદમભાઇના નરમ સુર?
પર્યાવરણને નુકશાન,ચેરીયાનુ નિકંદન અને સરકારી કાગડો સાથે ચેડા તથા હોસ્પિટલનુ સંચાલન આપવા મુદ્દે અદાણી સામે હમેંશા પ્રદેશ કોગ્રેસના નેતા આદમચાકીનુ આક્રમક વલણ હોય છે. જો કે આજે પત્રકાર પરિષદમાં અદાણીના નવા પ્રોજેક્ટને લઇને આક્રમક વલણ કરતા આદમ ચાકીએ પોતાની 3 માંગણીઓ પુર્ણ કરવા પર વધુ ભાર આપ્યો હતો ચોક્કસ કાયદાકીય લડતની વાત પણ તેઓએ કરી હતી પરંતુ જ્યા નિયમોનુ ભંગ થયાનુ પ્રાથમીક રીતે સામે આવેલી માહિતીમાં આવી જ ગયુ છે. તેવામાં કાયદાકીય લડત રાષ્ટ્રીય સુરક્ષા માટે કેમ નહી? તે સવાલ જરૂર થાય તો વડી કેટલી કિંમતે જમીન અપાઇ,ક્યા નિયમોનો ભંગ થયો તેની ચોક્કસ માહિતીનો અભાવ પણ પત્રકાર પરિષદમાં જોવા મળ્યો હા કદાચ રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખી તેઓએ મર્યાદીત માહિતી આપવાનુ યોગ્ય માન્યુ હોઇ શકે કારણ જે હોય તે તે તો આદમચાકી જાણે પરંતુ ચોક્કસથી અદાણી સામેનુ તેમનુ નરમ વલણ આજની પત્રકાર પરિષદમાં અનુભવાયુ હતુ. જો કે તેઓએ કાયદાકીય લડતની પણ અંતમાં વાત કરી હતી પરંતુ મુખ્ય તેમની 3 માંગણીઓ પર તેમણે ભાર મુક્યો હતો અને જો આવુ થાય તો પ્રોજેક્ટ અંગે વાંધો ન હોવાનુ પણ આડકતરી રીતે જણાવ્યુ હતુ. તો 3 મુખ્ય માંગણીમાં બોર્ડરથી નજીક પ્રોજેક્ટ દુર લઇ જવાની માંગણી શરતચુકથી રહી ગઇ હતી
કચ્છના ખાવડા સ્થિત નિર્માણ પામનાર સોલાર અને વિન્ડ એનર્જી પ્રોજેક્ટની ચર્ચા જાહેરાત સાથે ચાલુ છે પરંતુ અંતે 15 તારીખે વડાપ્રધાન પ્રોજેક્ટનુ ખાતમુહર્ત કરશે જો કે તે પહેલા કોગ્રેસે ગંભીર આરોપો પ્રોજેક્ટ પર મુક્યા છે. ત્યારે જોવુ રહ્યુ કે વિરોધ વચ્ચે સરકાર શુ નિર્ણય કે નિયમોમાં ફેરફાર કરે છે. કે પછી કાયદાકીય લડત પ્રોજેક્ટમાં રૂકાવટ ઉભી કરે છે