Home Social જોબકાર્ડ માટેના ડોક્યુમેન્ટ મહિલાએ પરત માંગ્યા તો કુનરીયાના સરપંચે શુ જવાબ આપ્યો?...

જોબકાર્ડ માટેના ડોક્યુમેન્ટ મહિલાએ પરત માંગ્યા તો કુનરીયાના સરપંચે શુ જવાબ આપ્યો? સાંભળો વાયરલ ઓડીયો

5544
SHARE
નાનકડા સેવકમાંથી કુનરીયા ગામના સરપંચ અને સરપંચ સંગઠનના પ્રમુખ બનેલા કુનરીયા ગામના સુરેશ છાંગા હમેંશા કોઇને કોઇ કાર્યક્રમોને લઇને ચર્ચામાં રહે છે. તે પછી ગામના વિકાસની વાત હોય કે પછી સરકારી યોજનાઓની અમલવારીની સુંદર કામગીરીને કારણે હમેંશા સોસીયલ મીડીયા અને મિડીયામાં ચર્ચામાં રહેતા હોય છે. તો એક તરફ વિકાસની વાત અને બીજી તરફ તેમનાજ ભાઇ સામે રેતી ચોરીની થયેલી ફરીયાદને કારણે તેમની પડદા પાછળની કામગીરી અને અંગત વિકાસની ખુબ ચર્ચાઓ રાજકીય અને સામાજીક રીતે શરૂ થઇ હતી. જો કે એક તરફ આવા સુંદર કાર્યોની વાહવાહી વચ્ચે તેમના વાયરલ થયેલા બે ઓડીયોએ ભારે ચર્ચા સાથે તેમના ગ્રામજનો પ્રત્યેના સદ્દભાવને ઉજાગર કર્યા છે. જેમાં જોબકાર્ડ બનાવવા માટે પંચાયતમાં જરૂરી કાગડીયા આપનાર મહિલાએ સરપંચ પાસે ડોક્યુમેન્ટ પરત આપવાની વાત કરી ત્યારે કેવો જવાબ મળ્યો તે સાંભળી સરપંચની કાર્યશૈલી સામે અનેક સવાલો ઉભા થાય છે.
મહિલા અને તેના પતિને સરપંચે છાકી નાંખ્યા
વાયરલ થયેલી ઓડીયો ક્લીપમાં કુનરીયા ગામની એક મહિલા સરપંચને ફોન કરી જોબકાર્ડ બનાવવા માટે આપેલા ડોક્યુમેન્ટ પરત આપવાનુ કહી કામ માટેનુ શુ થયુ તેવો સવાલ કરે છે. જેના જવાબમાં સરપંચ સુરેશ છાંગા મહિલા સાથે ઉદ્દતાઇથી વર્તન કરવા સાથે કામ માટે કેમ ફોન કરાય તેવી વાત કરે છે. સાથે જો ડોક્યુમેન્ટ ભુજ પહોચ્યા હશે તો બે દિવસ લાગશે તેમ કહ્યા બાદ કામ હોય તો કેવી રીતે વાત કરાય તેવુ કહી તમારા ડોક્યુમેન્ટ અત્યારેજ લઇ જાવ તેવો જવાબ આપે છે. ત્યાર બાદ એક એડીયો ક્લીપમાં મહિલાના પતિ સરપંચને ફોન કરે છે. તો સરપંચ તેમને પણ તોછડા જવાબ આપી કામ માટે કેમ વાત કરાય તેની સમજ સાથે ડોક્યુમેન્ટ રસોઇ બનાવવા નથી રાખ્યા અને તમારી વાત કરવાની રીત બરોબર નથી જેવા અનેક ન કહેવાના શબ્દો પણ કહી નાંખે છે. અને છેલ્લે મહિલા જોબ નહી પરંતુ ડોક્યુમેન્ટ પરત આપવાનુ કહે છે. જેના પરથી એક વાત તો સ્પષ્ટ છે. કે ગામડામાં મહિલાને યોગ્ય વાત કરતા ન આવડે પરંતુ ભણેલા ગણેલા સરપંચે જે ખાર રાખી તેને જવાબ આપ્યો તે તો શોભનીય નથી જ
ગામના લોકોને સાથે રાખી કુનરીયા ગામે કરેલા વિકાસ અને તેના હિરો તરીકે સુરેશ છાંગા  અખબારો અને સોસીયલ મિડીયામાં હમેંશા ચર્ચામાં રહેતા હોય છે. પરંતુ કદાચ પ્રસિધ્ધી પચાવી ન શકાય હોય તેમ એક મહિલા સાથે જોબકાર્ડના ડોક્યુમેન્ટ મેળવવા જેવી નાની બાબતે કરેલા તેમના વર્તનની ચર્ચા સોસીયલ મિડીયામાં ભારે છે. જો કે વધુ ટીપ્પણી કરતા લોકોજ ઓડીયો સાંભળી નક્કી કરે કે એક ભણેલા ગણેલા અને વિકાસની વાતો કરતા સરપંચને આવુ વર્તન શોભે…?