Home Current ભુજના કોડકી રોડના દબાણ પર તંત્રનુ બુલડોઝર; જો કે અમુક દબાણો દુર...

ભુજના કોડકી રોડના દબાણ પર તંત્રનુ બુલડોઝર; જો કે અમુક દબાણો દુર ન થતા અનેક સવાલો !

1340
SHARE
ભુજ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં જમીનની કિંમત વધતા લાંબા સમયથી કિંમતી જમીન શુ નિયોજીત રીતે દબાવવાનુ કારસ્તાન ચાલી રહ્યુ છે. જમીન સરકારી હોય કે માલિકીની બેરોકટોક રીતે ભુ-માફીયા કિંમતી જમીનો પર નઝર જમાવી બેઠા છે. જો કે ભુજ પ્રાન્ત અધિકારીએ થોડા સમયથી સપાટો બોલાવતા જમીન દબાણકારોમાં થોડો ભય પેઠો છે, પરંતુ બીજી તરફ ચોક્કસ કરોડો રૂપીયાના કિંમતી જમીનો પર દબાણો દુર ન થતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. તાજેતરમાંજ મિરઝાપર નજીક દેખાય તેવુ વરસાદી નાળાના દબાણ મુદ્દે ફરીયાદ થઇ પરંતુ હજુ સુધી તંત્રએ અસરકારક કામગીરી કરી નથી તો વડી આજે કોડકી રોડ પર બનેલી 11 ગેરકાયેદસર દુકાનો તોડી પડાઇ પરંતુ એરપોર્ટ રોડ પર મોટા-મોટા ગેરકાયેદસર બાંધકામ થઇ ગયુ છે. અને મોટો-મોટા વાડા બાંધી કરોડોની જમીન કબ્જે કરી લેવાઇ છે. પરંતુ તંત્ર હજુ સુધી ત્યા ન પહોચતા તંત્રની વાલા-દવલાની નિતી સામે સવાલો ઉભા થઇ રહ્યા છે.
ફરી દબાણ ન થાય તે માટે તંત્ર શુ કરશે?
ભુજના ધણા એવા વિસ્તારો છે. કે જ્યા અગાઉ દબાણ હટાવવાની કામગીરી કરાઇ છે. પરંતુ તંત્રના ગયા પછી ફરી એ દબાણો ઉભા થઇ ગયા છે. તેવામાં તંત્રએ દબાણ હટાવવાની કામગીરી તો કરી પરંતુ ત્યા ફરી દબાણ ન થાય તે માટે કોઇ કાર્યવાહી કરી નથી તાજેતરમાંજ માધાપર નજીક દબાણ દુર કરવાની કામગીરી કરાઇ હતી પરંતુ કેબીન સ્વરૂપમાં ફરી ત્યા દબાણોની શરૂઆત થઇ ગઇ છે. આજે પણ જ્યારે કોડકી રોડ પર દબાણ દુર કરવાની કાર્યવાહી થઇ ત્યારે જાગૃત નાગરીકોએ ફરીયાદ કરી હતી કે જે જગ્યાએ દબાણ દુર થાય ત્યા ફેનશીંગ કરવુ જોઇએ જેથી ફરી એ જગ્યાએ દબાણ ન થાય કેમકે અગાઉ ધણા કિસ્સામાં દબાણ દુર થયા બાદ ફરી કડક અધિકારીઓની વિદાય સાથે દબાણો ફરી થઇ જાય છે. તે એટલુજ સત્ય છે
મિરજાપર-રતીયાના દબાણો દુર થશે?
તંત્ર દ્રારા પ્રાન્ત અધિકારીની આગેવાનીમાં ભુજમાં દબાણ હટાવો કામગીરી શરૂ કરાતા જ લોકોમાં ખુશી ફેલાઇ હતી પરંતુ હવે જે રીતે ચોક્કસ કિસ્સાઓમાં તંત્ર યોગ્ય કાર્યવાહી કરી રહ્યુ નથી ત્યારે ચોક્કસથી તંત્રની સામે પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. ભુજના મિરઝાપર નજીક મોટા વેપારી દ્રારા નાળા પર દબાણ કરાતા તેના વિરોધમાં ગ્રામજનો ઉતરી આવ્યા હતા જેનુ કામ તો હાલ બંધ છે. પરંતુ દેખીતા દબાણમાં પણ તંત્ર તપાસનુ તરકટ કરી રહ્યુ હોય તેમ લાગી રહ્યુ છે. તો ન માત્ર એક સાઇડ પરંતુ મિરજાપરના જાગૃત નાગરીકોએ કરેલી ફરીયાદમાં રોડ પર પેટ્રોલપંપ નજીક દિવાલ બાંધી જે બાંધકામ થયુ છે. ત્યા પણ વરસાદી નાળાને બુરવાનુ કારસ્તાન થયુ છે. તો રતીયા સીમમાં કિંમતી જમીન પર મોટા માથાઓ દ્રારા મોટી જમીન પર કબ્જો કરી લેવાયો છે ત્યારે તે દુર થશે કે નહી તેને લઇ સવાલ છે. કેમકે બન્ને કિસ્સામાં અનેક લોકોએ ફરીયાદ કરી છે. પરંતુ તંત્ર તપાસ કરી હજુ સુધી ત્યા પહોચી શક્યુ નથી અથવા ટુંકુ પડ્યુ છે
ચોક્કસથી તંત્રએ કરેલા કાર્યની પ્રજાહીતમાં સરાહના થાય તે પણ જરૂરી છે. પરંતુ જ્યા તંત્ર આંખ આડા કાન કરતુ હોય તેના પર અંગુલી નિર્દેશ કરવો જરૂરી છે. કેમકે દબાણ કરનાર મહત્વના નથી કિંમતી જમીન પર દબાણ થયુ છે. તે મહત્વનુ છે તેવામાં ભેદભાવ વગર તંત્ર અસરકારક રીતે અન્ય દબાણો પર કાર્યવાહી કરે તે પ્રજા-સરકારના હિતમાં છે