Home Crime પોલિસે 31 ડિસેમ્બરની તૈયારી કરી પણ ચોર 30ની રાત્રે ભુજમાં 3 મંદિરોમાં...

પોલિસે 31 ડિસેમ્બરની તૈયારી કરી પણ ચોર 30ની રાત્રે ભુજમાં 3 મંદિરોમાં ખાતર પાડી ગયા

1232
SHARE
31 મી ડીસેમ્બરના દારૂની હેરફેર,પાર્ટી અને ઉજવણી પર રોક માટે પોલિસે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે તો કોરોના મહામારીમાં સરકારી ગાઇડલાઇનનો ભંગ ન થાય તે માટે પોલિસ સતર્ક છે. જો કે કચ્છના મુખ્ય મથક ભુજમાં ચોરોએ એક દિવસ એડવાન્સ પોતાનુ કામ કરી લીધુ છે. 31 તારીખ માટે પચ્છિમ કચ્છ પોલિસે ખાસ તૈયારી કરી હતી. અને વિવિધ જગ્યાએ ચેકીંગ સહિત પેટ્રોલીંગ માટેનુ પણ આયોજન કર્યુ હતુ પરંતુ તે પહેલા 30 તારીખે રાત્રે ભુજના રાવલવાડી વિસ્તારમાં તસ્કરોએ 3 મંદિરોમાં તાળા તોડી ચોરીને અંજામ આપ્યો છે. જો કે બનાવ સંદર્ભે ભુજ-એ ડીવીઝન પોલિસે તપાસ સાથે ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. અને કેટલાની ચોરી થઇ તે સંદર્ભની તપાસ વચ્ચે ભુજમાં મંદિર ચોરી થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભુજ રાવલવાડી વિસ્તારમાં આવેલા 3 મંદિર હનુમાનજી,મહાદેવ અને રામદેવપીરના મંદિરમાં તાળા તોડી ચોરીને અંજામ આપ્યો છે. ચોરીના સમાચાર પ્રસરતા ભુજ રાવલવાડી વિસ્તારમાં લોકો મોટી સંખ્યામાં મંદિર પાસે એકઠા થઇ ગયા હતા તો પોલિસે પણ મામલાની ગંભીરતાથી તપાસ શરૂ કરી છે. અને આસપાસના સી.સી.ટી.વી સહિત હ્યુમન રીસોર્સને કામે લગાડી ચોરીનુ પગેરૂ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે. જો કે હજુ ચોરીનો આંક સ્પષ્ટ થયો નથી પરંતુ ચાંદીના આભુષણો સહિતની વસ્તુઓ ચોરી થઇ હોવાનુ પ્રાથમીક અનુમાન છે.