દેશભરમાં કૃષિબીલના વિરોધની અસરો જોવા મળી રહી છે. અને હજુ પણ ખેડુતો અને સરકાર વચ્ચે કૃષીબીલને લઇને કોઇ સમાધાનકારી નિર્ણય આવ્યો નથી જેથી લડત ચાલુ છે. જો કે ગુજરાતમાં કૃષીબીલના ફાયદા અને ગેરફાયદાને લઇ મતમંતાતર જોવા મળી રહ્યો છે. અને તે વચ્ચે મોટી સંખ્યામાં ખેડુતોએ કૃષીબીલના વિરોધને સમર્થન આપ્યુ નથી. જો કે કેન્દ્ર સરકારના નિર્ણયને લઇને ગુજરાતમાં જાણે ખેડુતો માટે બધુ બરાબર હોય તે રીતે ભાજપ વિવિધ જગ્યાએ કૃષી સંમેલન યોજી સરકારની વિવિધ યોજનાના ફાયદા અને કૃષીબીલથી ખેડુતોને થનારા ફાયદાથી વાકેફ કરી રહ્યુ છે. પરંતુ તે વચ્ચે કચ્છ ભાજપના એક પુર્વ નેતાએ કચ્છના ખેડુતોની ચિંતા કરી છે. આમતો તેમની પ્રેસયાદી અને નવા કૃષી સંસોધન કાયદાને કાઇ લેવા દેવા નથી પરંતુ તેમનો પત્ર ચોક્કસ અંગુલીનિર્દેશ કરે છે. કે કચ્છમાં ખેડુતોને નવા કૃષીબીલનો લાભ જ્યારે મળે ત્યારે પરંતુ અત્યારે જે યોજના શરૂ છે તેમાં સરકારની વિવિધ યોજનાનો જોઇએ તેટલો લાભ કચ્છના ખેડુતોને મળતો નથી અથવા વંચીત રહી જાય છે. આ બાબતને લઇ તેઓએ કૃષીમંત્રી આર.સી.ફળદુને પત્ર લખ્યો છે. નર્મદા,અનીયમીત પાણી-વિજળી પાકવીમાં સહિત થોકબંધ પ્રશ્ર્ન વચ્ચે કચ્છના કોઇ નેતા ખેડુતો માટે બોલતા નથી તેવામાં પુર્વ ધારાસભ્યએ કરેલી ચિંતા ધણી સુચક છે.
સરકારી યોજનાના લાભથી ખેડુતો વંચીત
વિસ્તારની દ્રષ્ટ્રીએ સૌથી મોટા કચ્છ જીલ્લામાં ખેતી-પશુપાલન મુખ્ય વ્યવસાય છે. ઓછા પાણી વચ્ચે કચ્છમાં ખેડુતો પ્રયોગાત્મક ખેતી કરી રહ્યા છે. પરંતુ સરકારી લક્ષ્યાંકમાં કચ્છમાં ખેડુતોની સંખ્યા અને વિસ્તારની દ્ર્ષ્ટ્રીએ ઓછા લાભ મળે છે. ત્યારે સરકારે ખેડુતો માટે જાહેર કરેલી યોજનાના લક્ષ્યાંકમાં વધારો કરી કચ્છમાં ખેડુતોને તેનો વધુ લાભ મળે તેવી માંગ આ પત્રમાં કરાઇ છે. આંકડાકીય માહિતી સાથે કરાયેલી રજુઆતમાં ગુજરાતની 23.7 ટકા વિસ્તાર જે જીલ્લામાં આવે છે તેવા કચ્છ જીલ્લામાં 7.53 લાખ હેક્ટરમાં જમીન ખેતી લાયક છે. અને 2.45 લાખ કરતા વધુ લોકો ખેતી અને તેને સંલગ્ન વ્યવસાય સાથે સંકડાયેલા છે. ત્યારે પશુપાલન ખેતીને ધ્યાને લઇ સરકાર વધુ લોકોને કચ્છમાં લાભ મળે તે માટે લક્ષ્યાંકમાં વધારો કરે તેવી માંગ પુર્વ ધારાસભ્ય પકંજ મહેતાએ કરી છે. જે પત્ર દર્શાવે છે. કે કચ્છમાં વિસ્તાર વસ્તી મુજબ કચ્છના ખેડુતોને પુરતો લાભ મળતો નથી
કચ્છમાં સરકારની વાહવાઇ સિવાયના ચુંટાયેલા ભાજપના પ્રતિનીધીઓના નિવેદન આવે છે. ત્યારે સૌ કોઇને નવાઇ લાગે છે કેમકે મોટાભાગના નેતાઓ સરકારની વાહવાઇ કરતા અને સરકારી યોજનાના વખાણ કરતા જ નઝરે પડતા હોય છે. પરંતુ સરકારી યોજનામાં ક્યા છીંડા છે અને વધુ લોકોને સરકારી યોજનાનો લાભ કઇ રીતે મળે તેનુ ભાગ્યેજ કોઇ ધ્યાન દોરતા હોય છે. વાત અહી કૃષી સંબધી છે. કદાચ અન્ય યોજનાના અને કામો માટે ધારાસભ્ય-સાંસદ રજુઆત કરતા હશે પરંતુ કચ્છમાં ખેડુતોની ચિંતા માટે રજુઆત ચુંટાયેલા પ્રતિનીધી દ્રારા ભાગ્યેજ થાય છે