Home Current સાંભળો..સાંભળો કચ્છ કોગ્રેસ કાલથી ત્રણ દિવસ સ્થાનીક સ્વરાજની ચુંટણી માટે મુરતીયાની શોધ...

સાંભળો..સાંભળો કચ્છ કોગ્રેસ કાલથી ત્રણ દિવસ સ્થાનીક સ્વરાજની ચુંટણી માટે મુરતીયાની શોધ કરશે

1275
SHARE
અબડાસા સહિત રાજ્યની 8 વિધાનસભા પેટાચુંટણીની હારને પચાવીને હવે કોગ્રેસે સ્થાનીક સ્વરાજની ચુંટણી માટેની તૈયારી શરૂ કરી છે. જે રીતે પ્રદેશમાં કોગ્રેસનુ સુકાન બદલાયુ નથી તે રીતે કચ્છમાં પણ કોગ્રેસનુ સુકાન બદલાશે નહી અને દિશાવિહીન પ્રમુખની આગેવાનીમાં કોગ્રેસ સ્થાનીક સ્વરાજની ચુંટણી કરશે તે માટે કોગ્રેસે શહેર તથા તાલુકા મથકોના જવાબદારોને બદલી નવા જોમ સાથે ચુંટણી મેદાનમાં ઉતરવા કવાયત શરૂ કરી છે. ત્યારે આવતીકાલે કચ્છના તમામ તાલુકા મથકો પર કોગ્રેસ પ્રમુખ અને કચ્છના ચુંટણી નિરીક્ષક મુરતીયાની શોધ સાથે સંગઠનની સમિક્ષા કરશે તારીખ 2 ના ભચાઉ,અંજાર અને ગાંધીધામ તાલુકા શહેરી વિસ્તારોમાં જશે જ્યારે તારીખ 03ના ગાંધીધામ અને મુન્દ્રા અને તારીખ 4 ના માંડવી,અબડાસા,લખપત અને નખત્રાણાનો પ્રવાશ કરશે
જીત કરતા બેઠક બિનહરીફો ન થાય તેનો પડકાર
સ્થાનીક સ્વરાજની ચુંટણીમાં ચોક્કસ તાલુકાઓને બાદ કરતા કોગ્રેસ લાંબા સમયથી સારૂ પ્રદર્શન કરી શકી નથી તેવામાં અબડાસા ચુંટણીની હારના આધાતમાંથી કચ્છ કોગ્રેસના કાર્યક્રરો હમણા જ બહાર નિકળ્યા છે. અને તે વચ્ચે હવે ટુંક સમયમાં ચુંટણી યોજાવાની છે. ત્યારે કોગ્રેસે તૈયારીતો પુર જોશમાં શરૂ કરી છે. અને કેટલીક મહત્વની નિમણુકો પણ ચુંટણીને ધ્યાને રાખી કરાઇ છે. અને તે વચ્ચે કાલથી કોગ્રેસ વિવિધ તાલુકા મથકનો પ્રવાસ ખેડી ચુંટણી મુરતીયા સાથે સંગઠન મજબુત કરવા માટે મંથન કરશે જો કે જે રીતે નબળા નેતૃત્વથી કોગ્રેસે અબડાસા બેઠક ગુમાવી તેવી રીતે અત્યારથીજ કાર્યક્રરોમાં ગણગણાટ છે. કે મુરતીયા તો મળી જશે પરંતુ જીત કરતા છેલ્લી ધડીએ પાણીમાં ન બેસી જાય તેવા ઉમેદવારની પંસદગી કરવામા આવે કેમકે અગાઉની ચુંટણીમાં ધણીવાર એવુ થયુ છે. કે ભાજપ ધણી બેઠકો બિનહરીફ કરાવવામાં સફળ રહે છે. તેવામાં કોગ્રેસના પ્રમુખ અને નિરીક્ષકો માટે ઉમેદવાર પંસદ કરવા અને તેનો વિરોધ પણ ન થાય તે તમામ બાબતોનુ મંથન કરવાનો પડકાર રહેશે
ભાજપનુ સંગઠન માડખુ પણ જાહેર થઇ ગયુ છે. અને કામે લાગી ગયુ છે. તેવામાં બીજી તરફ કોગ્રેસે પણ હવે છેલ્લી ધડીના સમિકરણોમાં મજબુતીથી લડવા માટેની તૈયારીઓ શરૂ કરી છે. જેના ભાગરૂપે આવતીકાલથી 3 દિવસ સંગઠનને મજબુત કરવા સાથે મુરતીયા અંગે મંથન થશે જો કે રાપરની સાથે કચ્છના ધણા તાલુકામાં સ્થાનીક સ્વરાજની ચુંટણી પહેલા નવાજુની થાય તેવી પુરી શક્યતા છે. તેના ડેમેજ કન્ટ્રોલ સાથે કોગ્રેસ માટે હજુ ધણા પડકારો ચુંટણી પડાવમાં છે