Home Crime ભુજના જમીન ધંધાર્થીને લુખ્ખાગીરી ભારે પડી મારામારીનો CCTV વાયરલ થતા પોલિસ ફરીયાદ;...

ભુજના જમીન ધંધાર્થીને લુખ્ખાગીરી ભારે પડી મારામારીનો CCTV વાયરલ થતા પોલિસ ફરીયાદ; જુવો વિડીયો

4356
SHARE
ભુજના વિકસીત થઇ રહેલા એરપોર્ટ રોડ સેવનસ્કાય નજીક લાંબા સમયથી જમીન દલાવો વચ્ચે પોતાનુ આધીપત્ય જમાવવા માટે નાની-મોટી ચકમચ એ સામાન્ય બની છે. પરંતુ 16 તારીખે ભુજની શિવઆરાધના સોસોયટીમાં બનેલી એક મારામારીની ધટના પોલિસ ચોપડે ચડી છે. જેમાં કારમાં સવાર બે જમીનના ધંધાર્થીઓ કાર સાથે આવે છે અને લાકડી જેવા સાધનો વડે એક યુવાનને ઢોર માર મારે છે. જો કે થોડી મીનીટો બાદ જેના પર લાકડી વડે હુમલો થાય છે તે પણ પ્રતિકાર કરે છે. પરંતુ કારમાં સવાર બે વ્યક્તિઓ લોકો વચ્ચે પડવા છંતા માર મારવાનુ ચાલુ રાખે છે. જો કે સમગ્ર ધટનાનો 2મીનીટ 45 સેકન્ડનો વિડીયો વાયરલ થતા પોલિસે પ્રાથમીક તપાસ બાદ 3 શખ્સો વિરૂધ્ધ ઇ.પી.કો કલમ-160 તથા જી.પી એક્ટ કલમ 135 મુજબ ગુન્હો નોંધ્યો છે.
16 તારીખની ધટનાનો વિડીયો વાયરલ ન થાત તો?
ભુજમાં પાછલા વર્ષોમાં મારામારીની ધટના એ એક સામાન્ય વાત બની ગઇ છે. જો કે વાઇટકોલર વ્યક્તિઓ દ્રારા જ્યારે આવી મારામારી ભરચક વિસ્તારમા કરાતી હોય તો તે ચિંતાનો વિષય છે. 16 તારીખે બનેલી આ ઘટનામાં હજુ મારામારીનુ કારણ સામે આવ્યુ નથી. પરંતુ જે વ્યક્તિઓ સામે ફરીયાદ નોંધાઇ છે. તેઓ જમી-બિલ્ડર વ્યવસાય સાથે સંકડાયેલ છે. 16 તારીખે બ્લેકકાચ વાડી કારમાં સવાર થઇ ભાવેશ દિનેશ અબડા તથા ઉમેશ બુધ્ધગીરી ગોસ્વામી આવે છે. અને કેવલ રોજગોર પર લાકડી વડે હુમલો કરી મારામારી કરે છે. ત્યાર બાદ કેવલ રાજગોર પણ તેને માર મારનાર સામે પ્રતિકાર કરે છે. જો કે આ ઘટના પોલિસ ચોપડે ચડત જ નહી કેમકે કોઇ ફરીયાદ કરવા માટે આગળ આવ્યુ ન હતુ જો કે ભુજ એ ડીવીઝન પોલિસના ધ્યાને વિડીયો આવ્યા બાદ જાહેર સુલેહ શાંતિનો ભંગ કરનાર 3ણે વ્યક્તિઓ સામે ફરીયાદ નોંધી છે. આ અંગે ભુજ એ ડીવીઝન પોલિસ મથકના ઇન્સપેક્ટર એમ.આર.બારોટનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યુ હતુ વિડીયો ધ્યાને આવતા 3 શખ્સો સામે ફરીયાદ નોંધાઇ છે. જે મામલે આગળની તપાસ શરૂ કરી આરોપીઓના ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે
સુત્રો તરફથી મળેલી માહિતી મુજબ ફરીયાદમાં જે આરોપીઓ દર્શાવાયા છે. તે પૈકી હિરેશ અબળા જમીન લે-વ્હેચના વ્યવસાય સાથે સંકડાયેલ છે. અને જમીની મેટરમાં જ આ મારામારીની ધટના બની હોવાનુ ચર્ચાય છે. પરંતુ પચ્છિમ કચ્છના એસ.પી જ્યા રહે છે તેની નજીકમાંજ બનેલી ધટનાના CCTV સામે આવ્યા બાદ પોલિસે મામલાને ગંભીરતાથી લઇ વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ ભરચક વિસ્તારમાં કાયદાના ડર વગર હથિયારો સાથે બનેલી મારામારીની ધટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે. તો સ્થાનીક લોકોમાં આવા વાઇટકોલર લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહી થાય તેવી પણ ચર્ચા છે