Home Current માધાપરમાં 8 ગેરકાયદેસર કોમર્સીયલ બાંધકામને નોટીસ; મોટા માથાઓના ધમપપછાળા

માધાપરમાં 8 ગેરકાયદેસર કોમર્સીયલ બાંધકામને નોટીસ; મોટા માથાઓના ધમપપછાળા

3005
SHARE
ભુજ અને તેની આસપાસ જમીનોના ભાવ વધતા એક તરફ જ્યા દબાણોની સંખ્યા વધી છે. ત્યા બીજી તરફ ઓછા સ્ટાફ વચ્ચે તંત્રની અનદેખી કરી ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટ્યો છે. જો કે તંત્રએ એક તરફ ગેરકાયેદસર દબાણો દુર કરવાની કાર્યવાહી સાથે તંત્રની કોઇપણ મંજુરી વગર ઉભા કરાયેલા બાંધકામ સામે તવાઇ બોલવાવાનુ શરૂ કર્યુ છે., જો કે ભુજના માધાપર નજીક થયેલી કાર્યવાહી હાલ ચર્ચામાં છે. કેમકે કોઇપણ મંજુરી વગર કોમર્સીયલ બાંધકામ શરૂ કરી દેવાયુ હતુ પરંતુ તંત્રના ધ્યાને આવતા માધાપરના આવા 8 બાંધકામ કરનારને તંત્રએ નોટીસ આપી જરૂરી પ્રક્રિયા પુર્ણ કરવા કાર્યવાહી શરૂ કરતા અનેકના પેટમાં તેલ રેડાયુ છે અને મોટા માથાઓએ આવી કાર્યવાહી સામે ધમપછાળા શરૂ કર્યા છે. જો કે તંત્ર કોઇપણ દબાણને વશ થયા વગર કડક કાર્યવાહી માટે મક્કમ છે ત્યા બીજી તરફ કાયદાકીય ગુંચ ઉભી કરી ગેરકાયદેસર બાંધકામ પર પડદો નાંખવાના પ્રયાસો પણ શરૂ થયા છે
માધાપરમાં તપાસ થાય તો કેટલુય નિકળે
ભુજને અડીને આવેલા માધાપર ગામે ભુજની સાથે વિકાસની હરણફાળ ભણી છે. પરંતુ આ વિકાસમાં પોતાનો વિકાસ કરવામાં ચોક્કસ લોકો ભારે સક્રિય છે. અને તેથીજ નિયમોને નેવે મુકી કોમર્સીયલ અને રેસીડન્સીયલ ગેરકાયદેસર બાંધકામની અનેક ફરીયાદો માધાપરમાં ઉઠી છે. જો કે પંચાયત જાણે આવા મામલાની તપાસમાં અનેદેખી કરતી હોય તેમ હજુ સુધી નિર્માણ પામેલી હોટલ કોમર્સીયલ બિલ્ડીગો કે રહેણાકી જમીન પર થયેલા આવા ગેરકાયેદસર મામલાની તપાસ કે કાર્યવાહી બાંધકામ સામે થઇ નથી. પરંતુ હવે જ્યારે ભાડાએ આવા બાંધકામો સામે લાલ આંખ કરી છે ત્યારે માધાપરના જાગૃતો આવા તમામ મામલાની તપાસ માટેની ટકોર કરી રહ્યા છે. જેમાં હેતુફેર નિયમોને નેવે મુકી થયેલા બાંધકામો સહિત તમામ પાસાઓની થયેલી ફરીયાદ બાબતે તપાસ કરે તેવી માંગ કરી રહ્યા છે. અને જો આવુ થાય તો અનેક મામલાઓ ઉજાગર થાય
થનગનાટ મંડળીની ગાંધીનગર સુધી રાવ
રાજકીય પક્ષાપક્ષી વગર માધાપરમાં ચોક્કસ વ્યક્તિઓની એક ટોળકી ધણા સમયથી જમીન-મકાન અને બાંધકામ ક્ષેત્રે મોટુ કારસ્તાન ચલાવી રહી છે. પરંતુ ક્યાક તંત્રના બહેરા કાન સુધી આ વાત પહોંચી ન હતી પરંતુ સરકારે ભુ-માફીયાઓ સામે બનાવેલા કડક કાયદા પછી સક્રિય થયેલા કચ્છના વહીવટી તંત્ર અને ખાસ કરીને મનિષ ગુરૂવાણીને ધ્યાને ચોક્કસ મામલાઓ પહોચતા તંત્રએ માધાપરના 8 ગેરકાયદેસર કોમર્સીયલ બાંધકામ કરનારને નોટીસ ફટકારી છે. પરંતુ મામલાએ રાજકીય ગરમાવો પણ લીધો છે. કેમકે એક મોટા ગજાના થનગન નેતાએ કરેલી ભલામમ ગ્રાહ્ય ન રહેતા મામલો છેક ગાંધીનગર સુધી પહોચ્યો છે. જો કે તંત્ર કડક અને નિયમ મુજબ કાર્યવાહી માટે મક્કમ છે તેવામાં રાજકીય નેતાના અહમનુ ખંડન થયુ હોય તેમ કાયદાકીય લડત સાથે રાજકીય દબાણ વધારવાનુ પણ શરૂ કર્યુ હોય તેવુ ચર્ચાઇ રહ્યુ છે. પરંતુ અત્યાર સુધીના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે
પાણીના વહેણ પર બાંધકામ,નિયમો નેવે મુકી હોટલનુ નિર્માણ અને કોમર્સીયલ બાંધકામો સામે માધાપરમાં થોકબંધ ફરીયાદો છે પરંતુ અત્યાર સુધી મામલાની કોઇ તપાસ કે કાર્યવાહી કરાઇ નથી કેમકે બંધાએ વહેતી ગંગામાં હાથ ધોયા છે. પરંતુ હવે ભુજ સ્થિતી ભાડા કચેરીએ 8 કોમર્સીયલ મંજુરી વગરના બાંધકામ સામે કાર્યવાહી માટે કટ્ટીબંધતા દર્શાવતા અનેકના પેટમાં તેલ રેડાયુ છે. જો કે હવે પડદા પાછળ રાજકીય ખેલ શરૂ થતા કાર્યવાહી થશે કે નહી તે એક મોટો સવાલ છે. પરંતુ કાર્યવાહી ચાલુ રહેશે તો વર્તમાનની જેમ અનેકના પગ નિચે રેલો આવશે તે નક્કી છે