વિશ્ર્વભરમાં કોરોના મહામારીના હાહાકાર વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. અને હવે ટુંક સમયમાં સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ વેકસીનેશનની તૈયારીઓ શરૂ કરાઇ છે. ગુજરાતમાં અલગ-અલગ સ્થળો પર આજે વેકસીનેશન માટેની ટ્રાયરન યોજાયુ હતુ અને તેમાં કચ્છમાં પણ 5 સ્થળે વેકસીનેશનની સંપુર્ણ તૈયારીની મોકડ્રીલ યોજાઇ હતી જેમા દર્દીના આવવાથી લઇ વેકસીનેશનમાં કેટલો સમય લાગે છે. અને લાગ્યા બાદ અડધો કલાક સુધી દર્દી પર તેની કેવી અસર થાય છે તે તમામ બાબતોનુ નિષ્ણાંતોની દેખરેખ હેઠળ મોનોટરીંગ પણ કરાયુ હતુ. કચ્છમાં સંભવત 10 દિવસની અંદર જ આ કામગીરી શરૂ કરાશે જેના ભાગરૂપે આ કાર્યવાહીમાં જોડાનાર લોકોને તાલિમથી લઇ તમામ જરૂરી માર્ગદર્શન પણ આપી દેવાયુ છે અને કચ્છનુ તંત્ર સંપુર્ણ પણે વેકસીન આપવા માટે સજ્જ બન્યુ છે
25 લોકો સાથે 5 સ્થળે વેકસીનનુ ટ્રાયરન
કચ્છમાં સરકારી આંકડા મુજબ અત્યાર સુધી કુલ્લ 4138 દર્દીઓને કોરોના પોઝીટીવ આવ્યો છે. જ્યારે 81 દર્દીઓના મોત થયા છે સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા 3772 છે. જ્યારે હજુ પણ એક્ટીવ કેસોની સંખ્યા 245 છે. જો કે શહેરી વિસ્તારમાં કેસોની સંખ્યા વધતા લોકોમાં ડર છે. અને સાથે પોઝીટીવ અને મૃત્યુ પામેલ દર્દીઓના સાચા આંકડા તંત્ર છુપાવતુ હોવાની પણ ચર્ચા હજુ પણ કોરોનાને લઇ લોકોમાં ડર છે. જો કે વેકશીન આવ્યા બાદ હવે કચ્છમાં ક્યારે વેકસીન લોકોને મળશે તે અંગે નાગરીકોના મનમાં અનેક સવાલે છે. ત્યારે કચ્છમાં આજે ટ્રાયરન કરાયુ હતુ. જેમાં 5 સ્થળો પર તંત્રએ વેકસીન આવવાથી લઇ જે લોકોને આપવાની છે તેની કાર્યવાહી કેવી રીતે કરવી તે અંગે ટ્રાયરન યોજ્યુ હતુ સાથે જરૂરી ટેડા તૈયાર કર્યા હતા. 5 સ્થળો પર 5 દર્દીઓને મોકડ્રીલ યોજી વેકસીનેશનની કામગીરી કરાઇ હતી. ગુજરાતમાં 10 દિવસમાં પ્રથમ તબક્કાનુ વેકસીનેશન થાય તેવી શક્યતા છે ત્યારે કચ્છમાં પણ 10 દિવસમાં આ કામગીરી શરૂ કરાય તેવો આશાવાદ છે
રાજ્યના અન્ય જીલ્લાઓ કરતા કચ્છમાં કેસોની સંખ્યા ઓછી છે. પરંતુ ચિંતાજનક છે તેમાય શહેરી વિસ્તારમાં કેસો વધુ સામે આવતા લોકોમાં છુપો ડરતો છે જ તેવામા વેકસીનની જાહેરાત પછી લોકોને તેનો લાભ ક્યારે મળશે તે અંગે અનેક સવાલો છે. પરંતુ તંત્રએ આજે ટ્રાયરન સાથે વેકસીનેશન માટે સંપુર્ણ સજ્જ હોવાનો સંદેશ આપ્યો છે. જે ચોક્કસથી લોકેને રાહત આપશે