એક કરોડથી ઉપરનો દારૂ કચ્છમાં પાછલા એક મહિનામાં ઝડપાયો હોવા છંતા હજુ પણ બુટલેગરોએ હિંમત હારી નથી અને કચ્છમાં દારૂ ધુસાડવાના પ્રયાસો ચાલુ જ છે. જો કે આવા જ એક પ્રયાસને પુર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે નિષ્ફળ બનાવ્યો છે. અને સામખીયાળી હાઇવે પરથી 9 તારીખે મોડી રાત્રે લાખો રૂપીયાના દારૂ ભરેલી ટ્રક સાથે રામચંદ્ર રામપ્રસાય યાદવ નામના શખ્સની ધરપકડ કરી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે સ્થાનીક પોલિસને અધારામાં રાખી કરેલી કાર્યવાહી ધણુ સુચવી જાય છે. જો કે આ પહેલા પણ સામખીયાળી પોલિસની હદ્દમાંથી લાખો રૂપીયાદો દારૂ ઝડપાયો હતો. તેવામાં પુર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગત રાત્રે સામખીયાળી નજીકથી એક ટ્રકમાં લઇ જવાતો ભારતીય બનાવટો અંગ્રેજી શરાબનો જથ્થો ઝડપી આગળની કાર્યવાહી હાધ ધરી છે. 40.67 લાખના દારૂના જથ્થા સહિત LCB એ 48.73 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે
પોલિસની બાજ નઝર છંતા માનકુવા સુધી દારૂ પહોચ્યો!
પુર્વ કચ્છમાં પોલિસની કડક કાર્યવાહી વચ્ચે પણ ધણા વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂ મળતો હોવાની ફરીયાદો ઉઠી રહી છે. અને આક્ષેપો પણ થઇ રહ્યા છે. પરંતુ તે વચ્ચે પોલિસ આટલા મસમોટા દારૂના જથ્થાને ઝડપી રહી છે. અને બુટલેગરો પણ પોલિસની કડક કાર્યવાહી છંતા ધુસાડવાના પ્રયત્નો કરી રહી છે. અને તેથીજ એક માસમાંજ દોઢ કરોડ જેટલો શરાબ કચ્છમાંથી ઝડપાઇ ચુક્યો છે. જો કે પુર્વ કચ્છમાં એક તરફ પ્રવેશદ્રાર નજીકજ મોટા જથ્થા ઝડપાઇ જતા હોવા છંતા સ્થાનીક ગાંધીધામ સહિત પુર્વ કચ્છના અનેક વિસ્તારોમાંથી પણ દારૂ પકડાઇ રહ્યો છે જે સુચવે છે. કે પોલિસને અંધારામાં રાખીને પણ કચ્છમાં દારૂ તો આવીજ રહ્યો છે. જો કે પુર્વ કચ્છ તો ઠીક છે. પરંતુ આટલી કડક ચેકીંગ અને પોલિસની નઝર છંતા ભુજ તાલુકાના માનકુવા સુધી દારૂનો જથ્થો પહોચી આવ્યો હતો. પરંતુ લોકલ ક્રાઇમ બ્રાન્ચે 3 લોકલ બુટલેગર સહિત 75,000 ના દારૂ સહિત 13 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જો કે આરોપીઓ નખત્રાણાથી ભુજ દારૂ લઇ આવતા હતા જે તપાસનો વિષય બની રહેશે
કચ્છમાં ચોક્કસ પોલિસ દ્રારા મોટામોટા દારૂના જથ્થાને ઝડપવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. પરંતુ મોટા શહેરોથી ગામડાઓ સુધી પહોચી આવતા મોટા જથ્થા પણ ધણુ કહી જાય છે. કેમકે એક તરફ પોલિસ કડક કાર્યવાહીની વાત કરી રહી છે. પરંતુ બુટલેગરો પણ પાછા નથી પડી રહ્યા છે. અને છેવાડા સુધી ધાપટામાં અથવા મીઠીનઝરમાં દારૂ પહોચી રહ્યો છે. તે કડવી વાસ્તવિક્તા છે.