Home Crime RR સેલનો અંજારમાં દરોડો; દારૂ પકડાયો,વાહન પકડાયા,મોબાઇલ પકડાયા પણ આરોપી છુ…

RR સેલનો અંજારમાં દરોડો; દારૂ પકડાયો,વાહન પકડાયા,મોબાઇલ પકડાયા પણ આરોપી છુ…

959
SHARE
કચ્છમાં થોડા સમયથી અને ખાસ કરીને પુર્વ કચ્છમાં દારૂ ધુસાડવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ક્યારેક કચ્છના પ્રવેશદ્રાર તો ક્યારેક અંદર સુધી પહોચી આવેલા દારૂના જથ્થાઓ લાંબા સમયથી પોલિસ પકડી રહી છે. જો કે એક પણ કિસ્સામાં હજુ માલ મંગાવનાર કે મોકલનાર મુખ્ય બુટલેગર કોણ છે. તે તપાસમાં સામે આવ્યુ નથી. જો કે તે વચ્ચે બોર્ડર રેન્જ આર.આર.સેલની ટીમે ફરી સપાટો બોલાવ્યો છે. અને અંજારની માન કંપની નજીકથી લાખો રૂપીયાનો દારૂ વાડીમાંથી ઝડપી પાડ્યો છે. જો કે સચોટ બાતમીના આધારે કરેલી કાર્યવાહીમાં દારૂ પકડાયો,વાહનો ઝડપાયા મોબાઇલ પણ ઝડપાઇ ગયા આરોપીના નામ પણ ખુલ્યા પરંતુ આરોપી સેલની બાહોસ ટીમમા હાથે લાગ્યા નહી જો કે અગાઉની જેમ પોલિસની આગળની કાર્યવાહી ચાલુ છે. બોર્ડર રેન્જની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારેજ સચોટ બાતમી મળી હતી કે અંજારની માન કંપની નજીક રૂષીરાજસિંહ નરપતસિંહ જાડેજા તથા જયપાલસિંહ વિક્રિમસિંહ જાડેજા રહે બન્ને ખેડોઇ વાડા પોતાના કબ્જાની વાડીમાં દારૂનો જથ્થો લાવી રાખેલ છે. અને જે આધારે પોલિસ કાર્યવાહી માટે પહોચી હતી. પરંતુ આરોપી હાજર મળી આવ્યા ન હતા પરંતુ એક કાર બે બાઇક તથા 6 અલગ-અલગ બ્રાન્ડની દારૂની બોટલો સહિત 9.76 લાખનો મુદ્દામાલ બોર્ડર રેન્જ આર.આર સેલ એ કબ્જે કર્યો હતો. અને વધુ તપાસ હાથ ધરી હતી. ચોક્કસથી પોલિસ દ્રારા સક્રિય રીતે દારૂ ધુસાડવાના કિસ્સાઓમાં કાર્યવાહી થઇ રહી છે. પરંતુ તેના મુળ સુધી પહોંચવામાં ક્યાક પોલિસ નિષ્ફળ રહેતી હોય તેવુ લાગી રહ્યુ છે. તો રેન્જ આઇ.જી કક્ષાએથી પણ મોટા દારૂના જથ્થા પકડવાની કાર્યવાહી થઇ રહી છે. પરંતુ કડક કામગીરી છંતા કેમ કચ્છમાં દારૂ ધુસાડવાના પ્રયત્નો વધ્યા છે. તેની ઉંડાણ પુર્વકની તપાસ થતી નથી. કે નથી માલ મંગાવનાર અને કરોડોનો માલ મોકલનાર કોણ છે તેની યોગ્ય તપાસ થતી