Home Crime ગેસ ટેન્કરમાં દારૂ ધુસાડવાનો પ્લાન હતો પણ આડેસર પોલિસે 52 લાખનો દારૂ...

ગેસ ટેન્કરમાં દારૂ ધુસાડવાનો પ્લાન હતો પણ આડેસર પોલિસે 52 લાખનો દારૂ ભરેલ ટેન્કર ઝડપી પાડ્યુ

1391
SHARE
કચ્છમાં દારૂની રેલમછેલ માટે બુટલેગરો જાણે મરણીયા થઇ રહ્યા છે. કચ્છના રેન્જ આઇ.જી તરીકે સુભાષ ત્રિવેદ્રી હતી ત્યારે આવા પ્રયાસો ઓછા થઇ રહ્યા હતા. પરંતુ હવે જ્યારે રેન્જ આઇ.જી અને પુર્વ કચ્છના પોલિસવડા બદલાયા છે તેવામાં કચ્છમાં દારૂ ધુસાડવાના પ્રયત્નો થઇ રહ્યા છે. જેને પોલિસ તથા વિવિધ સેલ દ્રારા નિષ્ફળ બનાવાઇ રહ્યો છે. તાજેતરમાંજ આર.આર.સેલએ મોટો દરોડો પાડી કચ્છના પ્રવેશદ્રાર પાસેજ લાખો રૂપીયાનો દારૂ ઝડપી પાડ્યો હતો. અને લગભગ ટુંકા ગાળામાંજ કચ્છમાં દોઢ કરોડથી વધુની કિંમતનો દારૂ ઝડપાઇ ગયો છે. ત્યારે વધુ એક દારૂ ધુસાડવાનો પ્રયાસ આડેસર પોલિસ દ્રારા નિષ્ફળ બનાવાયો છે. અને ટેન્કરમાં આવતો 52 લાખનો દારૂ પોલિસે ઝડપી પાડ્યો છે. આદમખાન અકબરખાન દલ ની અટકાયત કરી છે જ્યારે 3 વ્યક્તિઓના દારૂ ધુસાડવાના કિસ્સામાં નામ ખુલ્યા છે. જો કે નવાઇ વચ્ચે કચ્છમાં આ માલ કોણ લેનાર હતુ તેનુ નામ સામે આવ્યુ નથી.
ગેસ ટેન્કરમાં દારૂનો નવો કિમીયો પણ…..
અગાઉ પણ કચ્છમાં વિવિધ વસ્તુઓની આડમાં દારૂ ધુસાડવાના પ્રયત્નો થયા છે. પરંતુ જે રીતે કચ્છમાં થોડા દિવસોમાં દારૂના મોટા-મોટા કન્સાઇનમેન્ટ આવી રહ્યા છે. તે જોતા લાગી રહ્યુ છે. કે કોઇ મોટો બુટલેગરો સક્રિય થયા છે. જો કે અત્યાર સુધીની તપાસમાં કચ્છમાં માલ મંગાવનાર મોટામાથોનુ નામ કચ્છની બાહોસ પોલિસ ખોલી શકી નથી પરંતુ તે વચ્ચે આડેસર નજીક રાજસ્થાનથી ગેસ ટેન્કરમાં ભરાઇનો આવતો લાખો રૂપીયાનો દારૂ ઝડપાઇ ગયો છે. જેમાં 52 લાખના દારૂ સાથે કુલ્લ 81 લાખનો મુદ્દામાલ પોલિસે કબ્જે કર્યો છે. જેમાં એક વ્યક્તિની ધરપકડ સાથે બાબુજી ચૌધરી,આંનદરામ, તથા ઓનલાઇન તરીકે સેવ કરેલ એક નંબર તપાસ દરમ્યાન સામે આવ્યા છે. જો કે આવશ્યક વસ્તુઓમા જેની ગણના થાય છે તેવા ગેસ ટેન્કરમાં દારૂ ધુસાડવાનો પ્લાન બુટલેગરોનો નિષ્ફળ ગયો છે અને બાતમી આધારે 12000થી વધુ દારૂની બોટલો પોલિસે કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે
દારૂ પકડવામાં બધા સક્રિય પણ પછી શુ?
કચ્છમાં આંતરીક સુત્રોની માનીએ તો મીઠીનઝર હેઠળ બધુ ચાલતી હોવાની ચર્ચા છે. જેમાં પુર્વ કચ્છ વધુ ચર્ચામાં છે. પાછલા એક મહિનામા સ્થાનીક પોલિસ ,ક્રાઇમ બ્રાન્ચ પુર્વ કચ્છ અને આઇ.જી સેલ દ્રારા કરોડો રૂપીયાનો દારૂ કચ્છ અને કચ્છની રેન્જમાં પકડવામાં આવ્યો છે. જેમાં પરપ્રાન્તીય ડ્રાઇવરની ધરપકડ થઇ છે. અને સંબધીત લોકોના નામ સામે આવ્યા છે. પરંતુ રાજસ્થાન તથા અન્ય વિસ્તારોમાંથી આટલી માત્રામાં જ્યારે દારૂ કચ્છ આવી રહ્યો છે. ત્યારે કચ્છમાં ડીલેવરી લેવા કોણ આવવાનુ છે અને કોણ પોલિસની આટલી કડક કાર્યવાહી પછી પણ રીસ્ક કરી રહ્યુ છે. તે એક મોટો સવાલ છે. અને અત્યાર સુધીના કિસ્સામાં આવુ ખુલ્યુ નથી અથવા પોલિસે કાર્યવાહી કર્યા બાદ કદાચ તેની યાદી અલગથી જાહેર નહી કરી હોય પરંતુ સત્ય એ છે કે સ્થાનીક કોઇની મદદગારી વગર આટલો જથ્થો લઇ આવવાની હિંમત પકડાઇ જવાના ડર વચ્ચે કોઇ ન કરે ત્યારે સ્થાનીક પોલિસ સાથે સેલ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની બાહોશ ટીમ કચ્છના લોકલ કનેકશનની પણ ઉંડાણ પુર્વક તપાસ કરે તે જરૂરી છે
હજુ થોડા સમય પહેલાજ રાજ્યના ડી.જી.પી ગુન્હેગારો પર આકરી પકડ માટેની ટકોર કરી ગયા હતા જેને પગલે પોલિસ સક્રિય તો થઇ છે. અને તેથીજ કચ્છમાં દારૂના મોટા કેસો થઇ રહ્યા છે. અને કરોડો રૂપીયાનો દારૂ પણ પકડાઇ રહ્યો છે. પરંતુ આવા મામલાની ઉંડાણ પુર્વક તપાસ કરી કચ્છ કનેકશન હજુ શોધાયુ નથી ત્યારે દારૂ પકડાવાના કિસ્સામાં કચ્છમાં નશાનો કારોબાર કરનાર પણ બેનકાબ થાય તે જરૂરી છે