Home Social મોટા નિકળ્યા દાનમાં ખોટા?: રામમંદિર નિર્માણનીધીમાં માધાપરના સોલંકી બંધુએ 1.02 કરોડ આપ્યા

મોટા નિકળ્યા દાનમાં ખોટા?: રામમંદિર નિર્માણનીધીમાં માધાપરના સોલંકી બંધુએ 1.02 કરોડ આપ્યા

5428
SHARE
5 ઓગસ્ટના કાયદાકીય લડતમાં જીત બાદ રામજન્મભુમી પર મંદિર નિર્માણવીધી ભુમીપુજન કર્યા બાદ સમગ્ર દેશમાં રામ મંદિરના નિર્માણ માટે દાનની સરવાણી વહી રહી છે. આજે પણ ગુજરાતના નામાંકીંત ઉદ્યોગપતી અને રાજકારણીઓએ લાખો રૂપીયાનુ દાન જાહેર કર્યુ હતુ તો હિન્દુ સંગંઠનો અને મંદિર દ્વારા પણ દાન આપવા માટેની પહેલ કરાઇ છે જો કે કચ્છમાં અત્યાર સુધી સામે આવેલા આંકડાઓ જોતા મોટા ઉદ્યોગપતી નેતાઓ જાણે દાન દેવામાં ટુંકા પડ્યા હોય તેવુ લાગી રહ્યુ છે જો કે તેમ છંતા તેમના સમર્થકો દ્વારા તેના પ્રચાર અને અભિનંદનની વર્ષા ચાલુ છે. ત્યા બીજી તરફ ખેડુત-ઉદ્યોગપતી માધાપરના સોંલકી બંધુએ 1કરોડ બે લાખ રૂપીયાનુ દાન આજે કોઇપણ પ્રચાર વગર જાહેર કર્યુ હતુ દાન આપવુ એ સ્વૈચ્છિક બાબત છે પરંતુ નામ પ્રમાણે દાનના આંકડા સામે આવે ત્યારે ચોક્કસ થાય કે નેતાઓ કે અન્ય ઉદ્યોગપતી દ્વારા અપાયેલુ દાન તેમના કદ મુજબ યોગ્ય છે ખરૂ???
સોંલકી બંધુના 1.02 કરોડ ઉપરાંત અન્યોએ કેટલા આપ્યા?
રામમંદિર નિર્માણનીધી માટે ભુજ તાલુકાના સુખપર ગામે પહેલ કરી સુખપર ગામના રામજી વેલાણી તથા સ્વ.વેલબાઇ હિરાણી, તથા કાન્તીભાઇ કેરાઇ તરફથી અનુક્રમે એક-એક લાખ અને 51,000નુ દાન જાહેર કરાયુ હતુ અને આજે ભુજમાં રાજગોર સમાજવાડી ખાતે એક જાહેર કાર્યક્રમ નિર્માણનીધી એકત્રીકરણનો યોજાયો હતો જેમાં માધાપર ગામના ઉદ્યોગપતી ખેડુત બંધુ મનોજ સોંલકી-વિનોદ સોંલકી પરિવાર દ્વારા 1,કરોડ 2 લાખનુ દાન જાહેર કરાયુ હતુ જ્યારે અન્ય ઉપસ્થિત સામાજીક-ધાર્મીક આગેવાનોએ અનુદાન આપ્યુ હતુ અને અંદાજીત 2 કરોડ જેટલી ધનરાશી એકત્રીત થઇ હતી જો કે બીજી તરફ ગાંધીધામના બે અગ્રણી ઉદ્યોગપતીના સમર્થકોએ પણ તેમણે જાહેર કરલા દાન સાથે અભિનંદનની વર્ષા કરી હતી જેમાં બાબુ ભીમા હુંબલ અને અરજણ સધાભાઇ કાનગડે અનુક્રમે 11,11,111 નુ અનુદાન જાહેર કર્યુ હતુ તો બીજી તરફ કચ્છથી રાજ્ય સરકારનુ  પ્રતિનીધીત્વ કરતા રાજ્યમંત્રી વાસણભાઇ આહિરે 15,51000 નુ અનુદાન જાહેર કર્યુ હતુ.

 

લોકડાઉન વખતે પર દેશ પર આપતી સમયે કચ્છના નાનકડા ગામના એક આગેવાને એકલા હાથે લાખોનુ દાન કર્યુ હતુ ત્યારે પણ કચ્છના ચુંટાયેલા પ્રતિનીધીઓની મદદની ચર્ચા થઇ હતી અને હવે જ્યારે આખા દેશની લાગણી સાથે જોડાયેલા રામમંદિરનુ નિર્માણ થઇ રહ્યુ છે અને જેમાં અનઅપેક્ષીત લોકો મોટુ દાન આપી રહ્યા છે ત્યા કચ્છમાં જેમના નામ મોટા છે તેવા નેતાઓ કે ઉદ્યોગપતીના દાનના આંકડાઓની ચર્ચા સમગ્ર કચ્છમાં થઇ રહી છેદાન ભલે સ્વૈચ્છિક બાબત હોય પરંતુ લોકોને અપેક્ષા હમેંશા મોટા લોકો તરફ જ હોય છે.