કચ્છમાં પોલિસના ઉચ્ચ અધિકારીઓ બદલાયા છે ત્યારથી કચ્છમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી કથળી હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે પોલિસ તેના પ્રયત્નો કરી ચોક્કસ રહી છે તેમ છંતા કચ્છમાં હત્યા,મંદિર ચોરી ઘરફોડ ચોરી જેવા બનાવોમાં ઉછાળો નોંધાયો છે રાપરમાં ચકચારી મર્ડર કેસ હોય કે પછી તાજેતરમાંજ ગાંધીધામના કીડાણા તથા મુન્દ્રામાં થયેલી કોમી તંગદીલીનો મામલો હોય પોલિસની કાર્યવાહી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે એક તરફ જ્યા ગાંધીધામના કીડાણામા બનેલા બનાવ પછી હિન્દુ-મુસ્લિમ બન્ને સમાજમાં પોલિસ કાર્યવાહી પ્રત્યે અસંતોષ છે. તેવામા મુન્દ્રા પોલિસ મથકમાં એક ચોરીના શંકાસ્પદનુ પુછપરછ દરમ્યાન મોત થતા સમાજે ન્યાયીક રીતે લડતની ચીમકી ઉચ્ચારી છે. તેવામા પોલીસ માટે કચ્છમાં કાયદો વ્યવસ્થા જાળવવા સાથે વિવાદો શાંત કરવાનો મોટો પડકાર ઉભો થયો છે અને સોશ્યિલ મિડીયામા પણ કચ્છ પોલિસની કાર્યદક્ષતા સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
આજે ગાંધીધામ બંધ : ગઢવી સમાજની ચીમકી
ગાંધીધામના કીડાણા ગામે પોલિસ કાર્યવાહી બાદ હિન્દુ સંગઠનોએ ખોટી કાર્યવાહી થઇ છે તેવા લોકોને મુક્ત કરવાની માંગ કરી હતી પરંતુ માંગ પુર્ણ ન થતા આજે દિવસભર હિન્દુ સંગઠનોની બેઠકોનો દોર શરૂ રહ્યો હતો પ્રદેશ વિશ્ર્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો મેદાને ઉતર્યા હતા અને બેઠક બાદ ગાંધીધામ-આદિપુરમાં બંધનુ એલાન આપવા સાથે સમગ્ર કચ્છમાં બંધના એલાનની ચીમકી ઉચ્ચારી છે. તો બીજી તરફ મુસ્લિમ સમાજના કેટલાક સંગઠને ગાંધીનગર કૂચની વાત સાથે પોલિસની કાર્યવાહી સામે સવાલો ઉભા કર્યા છે તેવામા સમગ્ર કચ્છમાં ભારેલા અગ્ની જેવી સ્થિતી આમ લોકો અનુભવી રહ્યા છે.જેનુ એક કારણ આમ નાગરીકો સુધી યોગ્ય રીતે પોલિસની કાર્યવાહીની વાત ન પહોંચતી હોવાનુ પણ છે. તે વચ્ચે આજે ગઢવી સમાજના એક યુવકનુ પોલિસ સ્ટેશનમા મોત થતા ગઢવી સમાજના પ્રમુખે પોલિસની કાર્યવાહી સામે પ્રશ્ર્નો ઉઠાવી ન્યાયીક લડતની વાત કરી છે સાથે સમાજને કાયદો વ્યવસ્થા જાળવવા પણ અપિલ કરી છે.
કચ્છમા પાછલા મહિનામાં ગુન્હાખોરીના ગ્રાફમાં વધારો થયો છે તેવામાં ઉપરાઉપરી સર્જાઇ રહેલા વિવાદોથી પોલિસ માટે કાયદો વ્યવસ્થાની સ્થિતી સુધારવાની સાથે પોતાની છબી સુધારવાનો પણ પડકાર છે. જોકે કાયદાના હિતમાં ચોક્કસ પોલિસ કેટલી વાત જાહેર ન કરી શકતી હોય પરંતુ કેટલાક બનાવો વિવાદ કરતા વધુ ગંભીર પણ છે જેમાં પોલિસની સક્રિયતા ઓછી દેખાઇ રહી છે.