Home Crime ઘરફોડ ચોરીની પુછપરછ માટે લવાયેલા યુવાનનુ મુન્દ્રા પોલિસ મથકમાંજ શંકાસ્પદ મોત!

ઘરફોડ ચોરીની પુછપરછ માટે લવાયેલા યુવાનનુ મુન્દ્રા પોલિસ મથકમાંજ શંકાસ્પદ મોત!

10420
SHARE
ઘરફોડ ચોરીના ગુન્હામાં તપાસ કરી રહેલી મુન્દ્રા પોલિસે પુછપરછ માટે બોલાવેલા ગઢવી યુવાનનુ પોલિસ મથકની અંદરજ શંકાસ્પદ મોત થયુ છે. બનાવની જાણ થતા મુન્દ્રા પોલિસ તથા પચ્છિમ કચ્છ પોલિસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ બનાવની તપાસ શરૂ કરી છે. મુન્દ્રા પોલિસે ઘરફોડ ચોરીના ગુન્હામાં શંકાની દ્રષ્ટ્રીએ બે વ્યક્તિઓની પુછપરછ શરૂ કરી હતી. અને જે માટે અરજણ ગઢવી નામના યુવાનને પણ પુછપરછ માટે બોલાવાયો હતો. જો કે આજે પોલિસ મથકની અંદરજ આ યુવાનનુ શંકાસ્પદ મોત થયુ હતુ. ચર્ચા એવી છે. કે પોલિસના મારના પગલે યુવકનુ મોત થયુ છે. જો કે ધટનાની જાણ થતાજ પચ્છિમ કચ્છ પોલિસ વિભાગના DYSP જે.એ.પંચાલ મુન્દ્રા દોડી ગયા છે. અને વધુ તપાસ હાથ ધરી છે. તો મૃત્ક યુવકના મૃત્દેહને પણ પી.એમ માટે ખસેડી મોતના ચોક્કસ કારણ અંગે જાણવાના પ્રયત્નો શરૂ કરાયા છે. જો કે ગંભીર કહી શકાય તેવા બનાવને પગલે મિડીયા અને યુવકના સમાજના લોકોને પોલિસ મથકેથી દુર રખાયા છે. અને ગેટ બંધ કરી પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. જો કે પોલિસે મામલાની ગંભીરાતથી તપાસ શરૂ કરી છે. અને પોલિસ મથકની અંદર કઇ રીતે મોત થયુ તે અંગે ઉંડાણ પુર્વકની તપાસ શરૂ કરી છે. જો કે પોલિસે વધુ વિગતો આપવાનુ ટાળ્યુ છે. પરંતુ સમગ્ર કચ્છના પોલિસ બેડામાં પોલિસ મથક અંદર થયેલા મોતની ચર્ચા છે. તો પરિવારજનો પણ પોલિસ સામે અનેક સવાલો ઉભા કરી રહ્યા છે પરંતુ નિષ્ફક્ષ તપાસ બાદ મોતના સાચા કારણ અંગે પોલિસે વિગતો આપવાનુ જણાવ્યુ હતુ