રામજન્મ ભુમી પર ભવ્ય મંદિર નિર્માણ માટે નિકળી રહેલી પ્રચાર યોત્રામાં સાડાઉ અને કીડાણા ગામે સર્જાયેલી બબાલ બાદ હાલ પોલિસે સંપુર્ણ પરિસ્થિતી પર કાબુ મેળલી લીધો છે અને સામજીક રાજકીય આગેવાનોની અપિલ બાદ પોલિસે પણ લોકોને ગેરમાર્ગે ન દોરાવા માટે જાહેર અપીલ કરી છે. જો કે તે વચ્ચે આજે વી.એચ.પીએ પોલિસ કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો છે. ધટનાના બીજા દિવસે આદિપુર હનુમાન મંદિર નજીક મળેલી બેઠક બાદ નિર્દોષ લોકો પર થયેલી કાર્યવાહી મુદ્દે વી.એચ.પીએ પુર્વ કચ્છ જીલ્લા પોલિસવડા ને રજુઆત કરી હતી. અને પોલિસે ખાતરી આપતા સૌ કાર્યક્રરો વિખેરાઇ ગયા હતા જો કે આજે પોલિસે આપેલી ખાતરી મુજબ કાર્યવાહી ન થતા પુર્વ કચ્છ પોલિસવડાની કચેરી બહાર વી.એચ.પી ના કાર્યક્રરો અને આગેવાનો અચોક્કસ મુદ્દત ધરણા માટે પહોચ્યા હતા. જો કે પોલિસે તમામ લોકોની અટકાયત કરી હતી. અને છેક લાકડીયા પોલિસ મથકે લઇ ગયા હતા. જો કે અટકાયતી પગલા બાદ મુક્ત થયેલા વી.એચ.પી ના અશોક રાવલે પોલિસે કરેલી ખોટી કાર્યવાહી સામે નારજગી વ્યક્ત કરી હતી.
ગાંધીનગર સુધી પડધા પડ્યા
એક તરફ પોલિસ તથા બન્ને સમાજના આગેવાનો લોકોને શાંતિ જાળવવાની અપિલ કરી રહ્યા છે. રેલી તેના નિયત રૂટ પર શરૂ કરાઇ છે. પરંતુ બીજી તરફ સોસીયલ મિડીયામાં કીડાણા ગામે હિન્દુ સમાજના કેટલાક લોકો સામે થયેલી કાર્યવાહીની ટીકા થઇ રહી છે. સુખપરના એક આગેવાને ફેસબુક પોસ્ટ પર ગુજરાતના મુખ્યમંત્રીની આકરી ટીકા કરી છે.તો આજે વિશ્ર્વ હિન્દુ પરિષદે પણ પોલિસ કાર્યવાહી સામે સવાલો ઉભા કર્યા છે. વિશ્ર્વ હિન્દુ પરિષદમાં પ્રદેશ મંત્રી અશોક રાવલે એક વિડીયો જાહેર કર્યો છે. જેમાં તેઓએ પોલિસે નિર્દોષ લોકો પર થયેલી કાર્યવાહીથી પકડેલા લોકોને છોડી મુકવાનુ કહ્યુ હતુ પરંતુ ત્યાર બાદ આજે વિરોધ સાથે તેઓ ધરણા કરવાના હતા ત્યારે મંજુરી વગર ધરણા ન થાય તેવુ કહી અટકાયત કરી છે. પોલિસ પોલિસનુ કામ કરે પરંતુ નિર્દોષ લોકો સામે થયેલી કાર્યવાહી બાબતે પોલિસ અધિકારી ફરી ગયા છે. અને રેન્જના આઇ.જી ગૃહમંત્રી અને મુખ્યમંત્રી ને પણ તેઓએ આ વાતથી વાકેફ કર્યા છે.
એક તરફ પોલિસ શાંતી જાળવવા માટે અપિલ સાથે ખોટી અફવાઓમાં ન આવવુ તેવી અપિલ તો કરી છે. પરંતુ પોલિસ શુ કાર્યવાહી કરી રહી છે જે કાર્યવાહી કરી છે તેની સામે વિશ્ર્વ હિન્દુ પરિષદે સવાલો ઉભા કર્યા છે. પોલિસે ચોક્કસ સમય સુચકતા વાપરી પરિસ્થિતી પર કાબુ તો મેળવ્યો છે. પરંતુ પોલિસ અટકાયતી પગલા બાદ વી.એચ.પી ના પ્રદેશમંત્રીએ શુ કહ્યુ સાંભળો