ભુજના એરફોર્સ સ્ટેશન નજીક ગઇકાલે કારે બે બાઇકને ટક્કર મારતા મુળ દિનારા ગામના અને હાલે ભુજના આશાપુરા નગરમાં રહેતા બે બાઇકમાં સવાર કુલ 4 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યા હતા અને તેમાં ગઇકાલે એક વ્યક્તિનુ મોત થયુ હતુ જ્યારે અન્ય 3 વ્યક્તિને સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા અને વધુ સારવાર માટે એક વ્યક્તિને અમદાવાદ ખસેડવા તજવીજ હાથ ધરાઇ છે. જો કે અકસ્માતમાં ગંભીર રીતે ધવાયેલા 3 વ્યક્તિઓ પૈકી વધુ બે ના મોત થયા છે. અને કુલ મૃત્યુઆંક 3 પર પહોચ્યો છે. ગઇકાલે ફોર્ચ્યુનર કારે બે બાઇકોને મોડી સાંજે ટક્કર મારી હતી. જેમાં ગઇકાલે અદ્રેમાન નુ જ્યારે રાત્રે બે વાગ્યે ભુજની જનરલ હોસ્પિટલમાં હનિફ નુરમામદ સમા અને આજે સવારે મુસ્તાક સમાનુ મોત થયુ છે. બી-ડીવીઝન પોલિસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે
અકસ્માત બાદ કાર માધાપર નજીકથી મળી
હજુ થોડા દિવસ પહેલા જ ભુજના ધોરડો નજીક એક અકસ્માત સર્જાયો હતો. જેમાં સાપેડાની બે બહેનના મોત નિપજ્યા હતા. અકસ્માત સર્જનાર ભુજની કાર અને માધાપરની મહિલા ચાલક સામે આ મામલે કાર્યવાહી પણ થઇ હતી. તેવામાં ફરી એજ રોડ પર ગઇકાલે કોર્ચ્યુનર કારે ભુજના એરફોર્સ સ્ટેશન નજીક બે બાઇકને ટક્કર મારી 3 ના મોત નિપજાવ્યા છે. જો કે અકસ્માત બાદ કારચાલક કાર લઇ ફરાર થઇ ગયો હતો પરંતુ પોલિસે તપાસ દરમ્યાન માધાપર નજીકથી કારને બિનવારશુ કબ્જે કરી છે. GJ-12-DM-6299 ના કારચાલકનો પતો મેળવી અકસ્માત કઇ રીતે સર્જાયો અને તેનો ચાલક કોણ હતો તે અંગે પોલિસ તપાસ હાથ ધરશે બી-ડીવીઝન પોલિસ મથકના પી.એસ.આઇ ઝાલા આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ગઇકાલે સામાન્ય લાગતા અકસ્માત ગંભીર બન્યો છે. અને ગંભીર રીતે ધવાયેલા એકપછી એક 3 વ્યક્તિઓ આ ધટનામાં મૃત્યુ પામ્યા છે. જો કે પોલિસે બિનરવારશુ કાર કબ્જે કરી અને અકસ્માત સર્જનાર કોણ હતો તે સંદ્રભની તપાસ શરૂ કરી છે. જો કે અકસ્માતના પગલે પરિવારમાં માતમ છવાયો છે