કચ્છ સરહદી રેન્જમાં આઇ.જી.પી તરીકે સેવા આપતા જે.આર.મોથલીયાની રાષ્ટ્રપતી પોલિસ મેડલ માટે પસંદગી થઇ છે. 1996માં પોલિસ વિભાગમાં DYSP તરીકે કામગીરી શરૂ કરનાર જે.આર.મોથલીયાએ પોતાની કારકીર્દી દરમ્યાન અનેક મહત્વના કેસમાં સારી કામગીરી કરી છે. અને તેને ધ્યાને રાખી તેમની ભલામણ રાજ્ય સરકારે કરી હતી. તેમની કામગીરી ને ધ્યાને રાખી ગુજરાતના અન્ય પોલિસ અધિકારીઓની સાથે તેમને પણ પોલિસ એવોર્ડ એનાયત થશે જે.આર.મોથલીયા એ 1992માં થયેલ મુંબઇ બોમ્બલાસ્ટમાં થયેલ હથિયારો પોરબંદર ગોસાબાર પકડેલ અને મમુમીયા-પંજુમીયા કેસમાં પણ તેઓ તપાસ કરી ચુક્યા છે. ગોધરાકાંડ બાદ રચાયેલી તપાસ ટીમમાં પણ તેઓ નિષ્ફક્ષ રીતે તપાસ કમીટીમાં જોડાયા હતા. આ ઉપરાંત અનેક સંવેદનશીલ જીલ્લાઓમાં તેઓએ ઉતકૃષ્ટ કામગીરી કરી છે. નર્મદા,પંચમહાલ,મહેસાણા અમદાવાદ જેવા શહેરોમાં મહત્વની જગ્યાએ તેઓ ફરજ નિભાવી ચુક્યા છે. હાલ તેઓ કચ્છમાં રેન્જ આઇ.જી.પી તરીકે કાર્યરત છે. અમદાવાદ શહેરમાં ટ્રાફીક શાખામાં ફરજ દરમ્યાન તેઓએ શહેરની વ્યવસ્થા સુધારવા માટે મહત્વના પ્રોજેક્ટ અમલી બનાવી ઉતકૃષ્ટ ફરજ બજાવી હતી. પોલિસ વિભાગમાં આવ્યા બાદ જે.આર.મોથલીયા સરકારના ખાસ અધિકારીઓમાં ના એક ગણાય છે. સાથે-સાથે કામ કરવાની કુનેહને કારણે મહત્વના કેસોમાં તેમની નિષ્પક્ષ અધિકારી તરીકેની કામગીરી પણ ઉત્તમ રહી છે અને હવે તેમની આ કામગીરીને ધ્યાને લઇ પોલિસ મેડલ માટે તેમની પસંદગી કરાઇ છે. પોલિસ મેડલ માટેની જાહેરાત થતા જ કચ્છ પોલિસ વિભાગ તથા સામજીક સંસ્થાઓ દ્રારા તેમને શુભકામનાઓ પાઠવાઇ હતી