મુન્દ્રા પોલિસ મથકની અંદર ચોરીના શંકાસ્પદની પુછપરછમાં તેને ગોંધી રાખી હત્યા કરવાના મામલે હવે તપાસ તેજ બની છે. અગાઉ આ મામલે 3 વ્યક્તિ સામે હત્યા સહિતની કલમો તળે ફરીયાદ બાદ પચ્છિમ કચ્છ પોલિસવડાએ 6 લોકોને સસ્પેન્ડ કર્યા હતા. અને ગઇકાલે આ મામલે પી.આઇ જે.એ.પઢીયાર તથા એક GRD જવાન વિરલ જોષીની ગઇકાલે તપાસ ટીમે ધરપકડ કરી હતી. આજે બન્ને તહોમતદાર પોલિસ કર્મી અધિકારીને મુન્દ્રા ન્યાયલયમા રજુ કરાયા હતા અને રીમાન્ડની માંગણી કરાઇ હતી. ચકચારી કેસમાં કોર્ટે બન્ને તહોમતદાર પોલિસ કર્મીના 3 દિવસના પોલિસ રીમાન્ડ મંજુર કર્યા છે. મામલો સામે આવ્યા બાદ 3 કોન્સ્ટેબલ સામે આ મામલે ફરીયાદ નોંધાઇ હતી. પરંતુ ત્યાર બાદ પરિવારે જવાબદાર થાના અધિકારી અને અન્ય સંડોવાયેલા લોકો સામે ફરીયાદની માંગ કરી હતી. જે મામલે હવે પોલિસે તપાસ તેજ કરતા મુન્દ્રા પી.આઇની આ ગુન્હામાં શુ સંડોવણી છે. તે સહિતની વિગતો જાણવા સાથે શંકાના દાયરામા આવેલા પોલિસ સ્ટેશનના મામલે તેમની શુ ભુમીકા છે તે અંગે 3 દિવસના રીમાન્ડ દરમ્યાન પોલિસ પુછપરછ કરશે