ભચાઉમાં આજે એક વિચીત્ર બનાવ પ્રકાશમા આવ્યો હતો. ભચાઉના દુધઇ સ્ટેશનની 108 એમ્બ્યુલન્સ આજે કોલ આવતા આંબરડીથી દર્દીને ભચાઉ લઇ આવી હતી દર્દી સાથે તેમના બે સંબધી પણ હતા,દર્દીને હોસ્પિટલમાં ખસેડાયા પરંતુ તેની સાથે આવેલા બે સગા 108 ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જો કે થોડે દુર જઇ ચિરઇ ઓવરબ્રીજ પાસે 108 નો અકસ્માત કરી બેઠા હતા ઘટનામાં કોઇને ઇજા પહોંચી નથી પરંતુ અકસ્માત થતાજ મોટી સંખ્યામા લોકો એકઠા થયા હતા. અને બનાવનો વિડીયો પણ ઉતાર્યો હતો જેમાં નશામાં દુધ 108 લઇ ફરાર થયેલા શરાબી ખુલ્લે આમ પોલિસનો ડર જ ન હોય તેવા સંવાદો બોલતા સંભળાય છે. જો કે નશામાં ચકચુર બન્ને શખ્સો ચાલી શકવાની પણ સ્થિતીમાં ન હતા જેને ભચાઉ પોલિસ મથકે લઇ જવાયા છે. સરકારી વાહનને નુકશાન ચોરી અને પ્રોહીબીશન એક્ટ હેઠળ બન્ને શખ્સો સામે પોલિસે ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. ત્યાર બાદ વધુ વિગતો સામે આવશે હાલ મેડીકલ તપાસણી સહિતની તપાસ પોલિસે આંરભી છે.