Home Current ભુજ તાલુકાનુ દેશલપર સજ્જડ બંધ; ટ્રસ્ટને ફાળવાયેલ જમીન મુદ્દે ચુંટણી બહિષ્કારની ચિમકી!

ભુજ તાલુકાનુ દેશલપર સજ્જડ બંધ; ટ્રસ્ટને ફાળવાયેલ જમીન મુદ્દે ચુંટણી બહિષ્કારની ચિમકી!

3568
SHARE
5000 થી વધુ વસ્તી ધરાવતા ભુજ તાલુકાના દેશલપર ગામે આજે વિરોધ સાથે સજ્જડ બંધ પાડ્યો હતો. પંચાયતની મહમતી વગર ગામથી 3 કિ.મી દુર પંચાયત બોર પાસેની જમીન ટ્રસ્ટને ફાળવી દેવાતા ગ્રામજનોએ વિરોધ કર્યો છે. અને ભવિષ્યમાં પાણીની સમસ્યા ગામમાં સર્જાશે તેવી દહેસત પણ વ્યક્ત કરી છે.અનેક રજુઆતો અને વિરોધ કાર્યક્રમો પછી આજે ભુજ તાલુકાના દેશલપર ગામે સજ્જડ બંધ પાડ્યો હતો. આ અંગે કલેકટર સહિત તમામ જગ્યાએ પંચાયત દ્રારા રજુઆતો પણ કરાઇ છે. પંચાયતની સહમતી વગર જમીન મંજુરી કરી દેવાયાનો પણ ગ્રામજનોનો આક્ષેપ કર્યો છે. જે હેતુ માટે જમીન પહેલા મંગાઇ હતી તે તંત્રએ મંજુરી આપી ન હતી જો કે ત્યાર બાદ અન્ય સામજીક હેતુસર જમીન મંગાઇ હતી. જે તંત્રએ મંજુર કરી છે. પરંતુ પંચાયતનો બોર પણ આ જમીન અંદર આવી જાય છે. જેથી ભવિષ્યમાં પાણી માટે મુશ્કેલી સર્જાશે બે દિવસથી ગામમાં પાણીની સમસ્યા છે. અને બોરઘરની બહાર દિવાલ પણ ચણી દેવાઇ છે. આજે સંપુર્ણ ગામે બંધ પાડી સ્થળ પર જઇ વિરોધ નોંધાવ્યો હતો. સાથે ચીમકી પણ ઉચ્ચારી હતી. કે આગામી દિવસોમા જો તંત્ર દ્રારા કરાયેલ હુકમ રદ્દ નહી કરાય તો સંપુર્ણ ગામ ચુંટણીનો બહિષ્કાર કરી ગાંધી ચિધ્યા માર્ગે વિરોધ નોંધાવશે ગ્રામજનો આજે વિરોધ માટે એકઠા થતા ચુંસ્ત પોલિસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો. છેલ્લા બે વર્ષથી ગ્રામજનો આ મામલે વિરોધ કરી રહ્યા છે પરંતુ વિરોધ છંતા તંત્રએ ટ્રસ્ટને જમીન મંજુર કરી દીધી છે