પાછલા એક વર્ષમાં કચ્છની દરિયાઇ સીમામાંથી બિનવારશુ ચરસ મળવાનો સિલસીલો યથાવત છે અને કોઇ એવી એજન્સી નથી જેમને પેટ્રોલીગ દરમ્યાન કચ્છના દરિયામાંથી બિનવારશુ ચરસ ન કબ્જે કર્યુ હોય થોડા દિવસો પહેલાજ કોસ્ટગાર્ડે જખૌ નજીકના નિર્જન ટાપુ પાસેથી બિનવારશુ ચરસના પેકેટ મળ્યા હતા ત્યારે હવે લખપત નજીકથી BSF એ પેટ્રોલીંગ દરમ્યાન 8 ચરસના પેકેટ મળી આવ્યા છે. 79 બટાલીયનના જવાનો પેટ્રોલીંગમાં હતા ત્યારે જ લખપત કોરીક્રિક નજીકથી આ બિનવારશુ ચરસના 8 પેકેટ પેટ્રોલીંગ પાર્ટીને મળ્યા હતા. પ્રાથમીક અનુમાન મુજબ અગાઉ ઝડપાયેલા જથ્થા પૈકીના ચરસના પેકેટ હોય તેવુ લાગી રહ્યુ છે. પરંતુ BSF વધુ તપાસ માટે પોલિસને આ ચરસનો બિનવારશુ જથ્થો સુપ્રત કરશે જો કે અત્યાર સુધીની તપાસમાં કોઇ એજન્સી ચોક્કસ કારણ સામે લાવી શકી નથી. કે કચ્છના દરિયા સુધી આ જથ્થો કઇ રીતે પહોચ્યો પરંતુ હાલ તમામ કિસ્સાઓમાં પોલિસ આ મામલાની તપાસ કરી રહી છે. પરંતુ તેઓ પણ સચોટ કારણ બિનવારશુ ચરસના જથ્થામાં શોધી શક્યા નથી. પાછલા થોડા વર્ષોમાં કચ્છ ફેંકી પ્રદાર્થ હેરફેર માટે શોફ્ટ ટાર્ગેટ રહ્યુ છે. તેવામાં બિનવારશુ ચરસના જથ્થો મેળવવા સાથે અકસ્માતે આ જથ્થો અહી આવી પહોચ્યો છે. કે પછી કોઇ ચોક્કસ ઇરાદા સાથે આવેલો જથ્થો દરિયામાંથી બિનવારશુ મળી રહ્યો છે તે મહત્વની તપાસનો વિષય છે. જે હજુ સુધી બહાર આવી શક્યુ નથી.