Home Crime અરેરાટી!મુન્દ્રા પોલિસ દમનનો ભોગ બનેલા બીજા યુવકે પણ સારવાર દરમ્યાન દમ તોડ્યો!

અરેરાટી!મુન્દ્રા પોલિસ દમનનો ભોગ બનેલા બીજા યુવકે પણ સારવાર દરમ્યાન દમ તોડ્યો!

5409
SHARE
સમગ્ર ગુજરાતમાં ચકચાક સર્જનાર મુન્દ્રાના કસ્ટોડીયલ ડેથ મામલે આજે કેસમાં દુર્ભાગ્યપુર્ણ નવો વણાંક આવ્યો છે. 3 યુવકો પર પોલિસે દમન ગુજાર્યા બાદ એક યુવાનનુ પહેલાજ મોત થયુ હતુ જ્યારે અન્ય બે યુવકોને સારવાર માટે ખસેડાયા બાદ હરજુગ ગઢવી નામના યુવાનને કીડનીમાં વધુ તકલીફ પડતા સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો. પરંતુ સતત તબીયત બગડ્યા બાદ આજે યુવાને દમ તોડ્યો છે. જો કે પોલિસે આ અંગે સત્તાવાર વિગતો જાણવા માટે અમદાવાદ પોલિસનો સંપર્ક કર્યો હોવાનુ તપાસનીસ અધિકારીએ જણાવ્યુ હતુ. જ્યારે સમાજના પ્રમુખ વિજય ગઢવીએ શર્મસાર ધટનામાં દુખ વ્યક્ત કરવા સાથે બીજી યુવાનના મોતની પુષ્ટ્રી કરી હતી. થોડા દિવસો પહેલાજ સમાજના આગેવાનો દ્રારા ચીમકી ઉચ્ચારી હતી અને પોલિસને 72 કલાકમાં આરોપીઓ પકડવા માટે અલ્ટીમેટમ અપાયુ હતુ. પરંતુ પોલિસ વધુ લોકોની ધરપકડ કરે નહી પરંતુ આ કિસ્સામાં આજે અરેરાટી ભર્યો વણાંક આવ્યો હતો અને વધુ એક યુવાને દમ તોડ્યો છે. સમાજના આ ધટનાના ધેરા પ્રત્યાધાત પડ્યા છે. જો કે હવે બીજી યુવકના મોત પછી સમાજ ચોક્કસ પોલિસ કાર્યવાહી ઝડપી બનાવવા સાથે ચકચારી કિસ્સામાં જવાબદાર તમામ લોકો સામે પોલિસ પ્રશાસન ગંભીર કાર્યવાહી કરે તેવા પ્રયત્નો કરશે પરંતુ પોલિસ મથકે બે-બે યુવકોના પોલિસ દમનના મોતથી ચોક્કસ સમગ્ર કચ્છમાં આ કિસ્સાએ ચકચાર સર્જી પોલિસ સામે અનેક સવાલો ઉભા કર્યા છે.