Home Current મુન્દ્રા સજ્જડ બંધ; ગઢવી સમાજની સમજદારી અને પોલિસની ખાતરીથી પરિવારે મૃત્દેહ સ્વીકાર્યો

મુન્દ્રા સજ્જડ બંધ; ગઢવી સમાજની સમજદારી અને પોલિસની ખાતરીથી પરિવારે મૃત્દેહ સ્વીકાર્યો

1863
SHARE
મુન્દ્રા પોલિસ મથકે પોલિસ દમનથી એકજ ગામના બે યુવાનોના મોતના ધેરા પ્રત્યાધાત સમગ્ર ગુજરાતમા પડ્યા છે. ધટનાના આટલા દિવસો બાદ પણ મુખ્ય 3 આક્ષેપીત પોલિસ ગીરફ્તમાં ન આવતા ગઢવી સમાજમાં રોષ હતો અને તે વચ્ચે વધુ એક યુવાન હરજુગ ગઢવીનુ મોત થતા સમાજે ન્યાય માટે શાંતુપુર્ણ આકરા પગલા લીધા હતા અને પરિવારે લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો સાથે આજે સમાજે મુન્દ્રા બંધનુ એલાન આપ્યુ હતુ. જેને તમામ સમાજના લોકોએ ટેકો જાહેર કરી બંધ પાડ્યો હતો મુન્દ્રા શહેર ઉપરાંત મુન્દ્રાથી માંડવી સુધીના તમામ ગામો ચુંસ્ત બંદોબસ્ત વચ્ચે સંપુર્ણ બંધમાં જોડાયા હતા. તો સમાધોધા ખાતે સમાજના આગેવાનો અને લોકોની એક સભાનુ આયોજન પણ થયુ હતુ જેમાં ધટનાની ગંભીર ચર્ચાઓ અને સમાજની આગામી લડત અંગે પણ વાતો થઇ હતી. જો કે ગઢવી સમાજે દુખદ ધટનામાં પણ સમજદારી દાખવી પોલિસ સહકારની અપેક્ષાએ લાશનો સ્વીકાર કર્યો હતો તો પોલિસે પણ તપાસ ન્યાયીક રીતે કરવાના વચનો આપ્યા હતા. એક સમયે મૃત્દેહ નહી સ્વીકારી સમાજે લડત માટેની તૈયારી કરી હતી
મુન્દ્રા સજ્જડ બંધ જાણો શુ થયુ આજે?
ચોરીના શંકાસ્પદ ગુન્હામાં પુછપરછ બાદ ગોંધી રાખી 1 પછી 1 બે યુવકોના ઢોર માર મારવાથી થયેલા મોત પછી પોલિસ સરમજનક સ્થિતી વચ્ચે આકરી તપાસ કરી રહી છે. પરંતુ પોલિસ કાર્યવાહીથી વાકેફ 3 કર્મચારીઓ હજુ પોલિસને હાથે લાગ્યા નથી તો જમીન મામલામાં સંડોવણી અંગે જેના પર શંકા રખાઇ હતી તેવા વધુ 3 લોકો પણ પોલિસની ગીરફ્તથી દુર છે. ત્યારે આજે મોટી સંખ્યામાં સમાજના લોકોની હાજરી છંતા ગઢવી સમાજે શાંતિપુર્ણ રીતે પોતાની વાત મુકી હતી. અને શાંતીપુર્ણ રીતે સભા પુર્ણ કરી હતી. પોલિસે વિવિધ માંગણી સંદર્ભે યોગ્ય તપાસની ખાતરી આપતા સમાજે પણ સમજદારી અને ઉદારી સાથે પોલિસ તપાસ પર વિશ્ર્વાસ રાખી મૃત્ક હરજુગ ગઢવીનો મૃત્દેહ સ્વીકાર્યો હતો અને અંતિમવીધી કરી હતી. તો પોલિસે પણ ધટનામાં ન્યાયીક તપાસ સાથે સમાજની માંગણીઓને ગ્રાહ્ય રાખી હતી. સાથે ગંભીર બનાવ છંતા સમાજે દાખવેલી શાંતિ અને પોલિસ પરના વિશ્ર્વાસને પોલિસ વિભાગે બિરદાવ્યુ હતુ. અને કાયદાના દાયરામાં તટસ્થ તપાસની ખાતરી આપી હતી

મુન્દ્રાથી સમાધોધા બાઇક રેલી દરમ્યાન સમાજના યુવાનોએ ધટનાના મુખ્ય આરોપી 3 પોલિસ કર્મચારીને રાક્ષસ દર્શાવી તેમના પોસ્ટર સળગાવાના પ્રયત્નો કર્યા હતા અને પોલિસ વિરૂધ્ધ સુત્રોચાર પણ કર્ચા હતા. પરંતુ ત્યાર બાદ સમજદારી સાથે પોલિસ અને સમાજ બન્નેએ મામલાને લોકશાહી ઢબે ઉકેલવા સહમતી દર્શાવી એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ હતુ. તો અન્ય સમાજે પણ બે યુવકોના મોત મામલે સમાજની લડતને ટેકો આપી સંપુર્ણ બંધને સમર્થન આપ્યુ હતુ. તો ગઢવી સમાજે અંત સુધી ન્યાયીક રીતે લડવાની જાહેરાત સભામા કરી હતી