ભુજ સહિત સમગ્ર કચ્છ અને ગુજરાતમાં ચકચાર સર્જનાર ભુજ રાવલવાડી પોસ્ટ ઓફીસ ઉચાપત મામલે અંતે અનેક ચડાવ-ઉતાર પછી મામલો પોલિસ મથક સુધી પહોચ્યો છે. અને ભુજ એ ડીવીઝન પોલિસ મથકે આ મામલે 4 વ્યક્તિઓ વિરૂધ્ધ વિવિધ કલમો તળે ફરીયાદ નોંધાઇ છે. જેમાં પોસ્ટ વિભાગના કોમ્પ્યુટર નો દુર ઉપયોગ કરી 34.58 લાખની છેતરપીંડી મલીભગત કરી કરાઇ હોવા મામલે ફરીયાદ નોંધાઇ છે. ભરતસિંહ હેમુભા જાડેજા પોસ્ટ ઇન્સપેક્ટરે આ મામલે 5 વ્યક્તિ સામે લેખિતમાં ફરીયાદ આપી હતી. જેના આધારે એ-ડીવીઝન પોલિસે વધુ તપાસ હાથ ધરીને ચાર વ્યક્તિ સામે ફરિયાદ નોધી છે. 8.25 કરોડથી વધુની ઠગાઇનો આ કિસ્સામાં થઇ હોવાનુ પોસ્ટ વિભાગની પ્રાથમીક તપાસમા સામે આવ્યુ હતુ. જેના આધારે વિવિધ ખાતાઓની તપાસ પછી પોસ્ટ વિભાગે આ મામલે ફરીયાદ નોંધાવી છે.
સચિન ઠક્કર,પત્ની અને પુત્ર સહિત 5 સામે ફરીયાદ અપાઈ
લાંબા સમયથી ચર્ચામાં રહેલા આ કિસ્સામાં જેના પર આક્ષેપો હતા તેવા સામાજીક આગેવાન સચિન ઠક્કર તથા તેની મહિલા એજન્ટ પત્ની સામે પોસ્ટ વિભાગે કરેલી તપાસમાં કોઇ યોગ્ય પ્રતિસાદ મળ્યો ન હતો અને પોસ્ટ વિભાગની નોટીસનો પણ યોગ્ય જવાબ અપાતો ન હોય અંતે હવે ફરીયાદ નોંધાઇ છે. જેમાં રાવલવાડી પોસ્ટના મહિલા એજન્ટ પ્રજ્ઞા ઠક્કર,તેના પતિ સચિન ઠક્કર તેના પુત્ર તથા બે પોસ્ટ વિભાગના કર્મચારી બિપીન રાઠોડ,તથા બટુક વૈશ્ર્નવ સામે આ મામલે એ ડીવીઝન પોલિસ મથકે ખોટા દસ્તાવેજ તેમજ મદદગારી અને ઠગાઇ સહિતની વિવિધ કલમો તળે ફરીયાદ આપી હતી. ભુજ એ. ડિવિઝન પોલીસે એજન્ટનો પુત્ર સગીર હોઈ એજન્ટના પુત્ર સિવાય ચાર લોકો સામે ફરિયાદ નોધી છે જે મામલે હવે પોલિસે પણ તપાસ શરૂ કરી છે. અગાઉ આ મામલે દંપતી વિદેશ ન જાય તે માટે પોસ્ટ વિભાગે પાસપોર્ટ ઓફીસે પણ જાણ કરી હતી. એજન્ટ પરિવારના સભ્યોએ ખોટા દસ્તાવેજો તથા સીસ્ટમનો ખોટો ઉપયોગ કરી આ કૌભાડ આચર્યુ હોવાની કલમો તળે ફરીયાદ નોંધાઇ છે. જેમા પોસ્ટ કર્મચારીની સામેલગીરી પણ સામે આવી છે. જેને અગાઉ જ પોસ્ટ વિભાગે સસ્પેન્ડ કર્યા છે.જોકે ફરિયાદમાં એજન્ટના પરિવારના સભ્યોના એકાઉન્ટમાં થયેલી ઉપાડ તથા બોગસ ખાતાનો પણ ઉલ્લેખ કરાયો છે.
કચ્છમાં ચકચાર સર્જનાર રાવલવાડી પોસ્ટ કૌંભાડમાં મહિલા એજન્ટ અને તેના પતિ સચિન ઠક્કર પર કાયદાકીય ગાળીયો મજબુત બન્યો છે. આ પહેલા પોસ્ટ કૌભાડમાં માધ્યમોના અહેવાલ પર ઇરાદા પુર્વક સવાલો ઉભા કરાયા હતા. પરંતુ તટસ્થ પત્રકારત્વ કરતા માધ્યોના અહેવાલો આજે પોલિસ ફરીયાદ પછી સાચા ઠર્યા છે. અને કૌભાડમા સંડોવાયેલા 4 વ્યક્તિઓ સામે વિધીવત પોલિસમાં ફરીયાદ નોંધાઇ છે.