Home Crime મુન્દ્રા પોલિસ દમન મામલો;મુખ્ય આરોપી હજુ ફરાર! મદદ કરનાર માઉન્ટ આબુથી ઝડપાયો

મુન્દ્રા પોલિસ દમન મામલો;મુખ્ય આરોપી હજુ ફરાર! મદદ કરનાર માઉન્ટ આબુથી ઝડપાયો

2530
SHARE
મુન્દ્રાના ચકચારી કસ્ટોડીયલ ડેથ મામલે હજુ પણ મુખ્ય આરોપીઓનો કોઇ પત્તો લાગ્યો નથી સોમવારે ગઢવી સમાજે પોલિસ દમનથી બીજા મોત બાદ બંધનુ એલાન આપ્યુ હતુ. અને સાથે બેઠક યોજી મૃત્દેહ ન સ્વીકારાવાનો નિર્ણય કર્યો હતો. જો કે ત્યાર બાદ સમાજ અને પોલિસ બન્ને વચ્ચે યોગ્ય સંકલન થતા પરિવારે મૃત્દેહ સ્વીકાર્યો હતો અને પોલિસે યોગ્ય તપાસની ખાતરી આપી હતી. જો કે તે વચ્ચે હજુ પણ મુખ્ય આરોપી પોલિસની પકડથી દુર છે. પરંતુ પોલિસે મદદગારી કરનાર એક શખ્સની છેક રાજસ્થાનથી અટકાયત કરી છે. ગઢવી સમાજના બે યુવાનોના મોત માટે મુખ્ય જવાબદાર એવા શક્તિસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ,અશોક લીલાધર કનાદ તથા જયદેવસિંહ અજીતસિંહ ઝાલાની નાશી જવામાં અને આશરો આપવામાં મદદ કરનાર નરવિરસિંહ ગણપતસિંહ સરવૈયાને રાજસ્થાન નજીક માઉન્ટ આબુમાંથી તપાસ ટીમે અટકાયત કરી છે. મુન્દ્રા પોલિસ દમનથી 2 યુવાનોના મોત મામલે સતત પોલિસની વિવિધ ટીમો દ્રારા આરોપીઓનુ લોકેસન મેળવવા અને તેને મદદગારી કરનાર લોકોની તપાસ માટે કેન્દ્રીત છે. જેમાં મદદગારી કરનાર એક યુવાન ઝડપાઇ ગયો છે. તો બે યુવાનોના મોત મામલે પાછળથી જેનુ નામ સામે આવ્યુ હતુ. તેવા કપીલ અમૃતલાલ દેસાઇના ઘરની ઝડતી દરમ્યાન સેટી પલંગમાંથી દારૂની કિંમતી 6 બોટલ, દોઢ લાખ રૂપીયા રોકડા સહિત 1.58 લાખનો મુદ્દામાલ પોલિસે કબ્જે કર્યો છે. પોલિસે ફરી એકવાર જાહેરહિતમા નાશી ગયેલા આરોપી પોલિસ કર્મીની માહિતી આપવા તથા તેની મદદગારી કરનાર સામે કાર્યવાહીની જાહેરયાદી પ્રસિધ્ધ કરી છે.