Home Current ભુજ પાલિકા વોર્ડ નંબર-9 સંપુર્ણ બિનહરીફ; ભાજપ ભય ફેલાવી લોકતાંત્રીક વ્યવસ્થા ખોરવે...

ભુજ પાલિકા વોર્ડ નંબર-9 સંપુર્ણ બિનહરીફ; ભાજપ ભય ફેલાવી લોકતાંત્રીક વ્યવસ્થા ખોરવે છે. લડતની ચિમકી!

1130
SHARE
કચ્છની 40 જીલ્લા પંચાયત 208 તાલુકા પંચાયત અને 5 પાલિકા માટે ચુંટણી યોજાવાની છે. જેમાં અત્યારથીજ ભાજપ વિવિધ બેઠકો બિનહરીફ મેળવી રહ્યુ છે. જ્યા ઉમેદવારી ભરવાના અંતિમ દિવસે ભુજ તાલુકાના સરાડા ગામની તાલુકા પંચાયત ભાજેપ બિનહરીફ મેળવી તે રીતે ભુજ પાલિકા વોર્ડ નંબર-09 ની બેઠક પર કોગ્રેસ તરફથી ઉમેદવારી ફોર્મ ન ભરાતા બે મહિલા સદસ્યા બિનહરીફ વિજેતા બન્યા હતા. જો કે બીજી તરફ પેનલના એકમાત્ર બચેલા ઉમેદવાર જયેશ ઠક્કરનુ આજે ફોર્મ માન્ય ન રહેતા ભાજપ વોર્ડ નંબર-9 ના તમામ ભાજપી સભ્યો બિનહરીફ જાહેર થયા છે. જેમાં પ્રથમવાર ચુંટણી લડી રહેલા સાત્વીકદાન ગઢવી,અને પુર્વ પાલિકા પ્રમુખ બાપાલાલ જાડેજાના પુત્ર દિવ્યરાજસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. જેમા અગાઉ બે મહિલા સદસ્યા બિનહરીફ થયા હતા. જો કે કોગ્રેસે આ ધટનાને વખોડી છે
કોગ્રેસે લડી લેવાના મુડમાં કાલે શુ થશે?
એક તરફ ભાજપે ચુંટણી પહેલાજ 3 તાલુકા પંચાયત અને પાલિકાના એક વોર્ડ પર કબ્જો મેળવી લીધો છે. ત્યા વોર્ડ નંબર 9માં તમામ સભ્યો બિનહરીફ થતા કોગ્રેસે આક્ષેપ લગાવ્યો છે. કે ભાજપ ભય ફેલાવી લોકત્રાંતીક વ્યવસ્થાને ખોરવી રહ્યુ છે. જીલ્લા કોગ્રેસ દ્રારા જાહેર કરાયેલી પ્રેસ યાદીમાં ભાજપના ઇશારે વોર્ડ નંબર-09 ના સભ્યના અપહરણ કરી ઉમેદવારી પત્ર ભરવાથી વંચીત રખાયા છે. જે દુખદ છે. અને આજે એકમાત્ર ઉમેદવારનુ ફોર્મ રદ્દ કરી ભાજપના ઇશારે વહીવટી તંત્ર કામ કરી રહ્યુ છે. કોગ્રેસના પ્રવક્તાએ મોકલેલી યાદીમા કોગ્રેસના આગેવાનો રવિન્દ્ર ત્રવાડી,અંજલીગોર રફીક મારા,રાજેન્દ્રસિંહ જાડેજાએ આ ધટનાને વખોડી છે. તો સાથે-સાથે કોગ્રેસે હાઇકોર્ટમાં આ મામલાને પડકારવા સાથે વોર્ડ નંબર-09ના ભાજપના તમામ સભ્યોના વ્યક્તિગત દબાણો,સરકારી જમીન પર હોટલના કબ્જા સહિતના બાબતો પ્રજાસમક્ષ ચુંટણી પ્રચારમાં લઇ જવાની ચિમકી ઉચ્ચારી છે. જો કે નામ લેવામાં કોગ્રેસે શરમ રાખી હોય તેવુ પ્રેસ યાદી જોતા લાગી રહ્યુ છે. જો કે હજુ આવતીકાલે પણ ઉમેદવારી પાછી ખેંચવાના અંતિમ દિવસે ભાજપ કેટલીક બેઠકો બિનહરીફ કરે તો નવાઇ નહી
કચ્છમાં જોઇએ એટલો રાજકીય માહોલ ચુંટણી દરમ્યાન જામ્યો નથી. પરંતુ હવે જ્યારે અંતિમ ધડીઓ ચુંટણી ચિત્ર સ્પષ્ટ થવામાં ગણાઇ રહી છે ત્યારે ભાજપ કોગ્રેસને રાજકીય દાવપેચ સાથે ચુંટણીનો માહોલ ગરમાવ્યો છે. જો કે ભાજપના બિનહરીફ વાર સામે હવે કોગ્રેસ પણ મેદાનમાં આવ્યુ છે અને કાયદાકીય લડત સાથે ભાજપના નેતાઓને ગર્ભીત ચીમકી આપી આગામી સમયમાં કેવો માહોલ હશે તેનો ચિતાર આપ્યો છે.