મુન્દ્રા પોલિસ મથકે પોલિસ દમનથી બે યુવાનોના મોત મામલે હજુ પણ મુખ્ય 3 આરોપી પોલિસ કર્મી પચ્છિમ કચ્છ પોલિસના હાથે લાગ્યા નથી જો કે તપાસ વધુ ઝડપી બને તે માટે પચ્છિમ કચ્છની વિવિધ ટીમ સાથે ગુજરાત ATS પણ તપાસમા જોડાઇ હતી અને ગઇકાલે મુન્દ્રા પોલિસ મથકમાં સર્વેલન્સ ટીમમાં સામેલ ગફુરજી પીરાજી ઠાકોરની ધરપકડ કરી હતી જેનો પચ્છિમ કચ્છ પોલિસે કબ્જો મેળવ્યો હતો. જ્યારે બીજી તરફ તપાસ કરી રહેલી સ્થાનીક ટીમે તપાસ દરમ્યાન એક GRD જવાન શંભુ દેવરાજ જરુ ની પણ ધરપકડ કરી છે. પોલિસ તપાસમા સામે આવ્યુ છે. કે યુવાનોને શંકાસ્પદ મામલે પોલિસ મથકે લવાયા બાદ દમન ગુજારવામાં આ જવાન પણ સામેલ હતો. જેથી તેની તપાસ કરી તેની ધરપકડ કરાઇ હતી આજે ગુજરાત ATS એ ઝડપેલ ગફુરજી ઠાકોર અને શંભુ જરૂને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમા રજુ કરાયા હતા. મોડી રાત્રી સુધી ચાલેલી દિલોલોના અંતે કોર્ટે બન્ને પોલિસ કર્મીના 18 તારીખ બપોરના બે વાગ્યા સુધીના રીમાન્ડ મંજુર કર્યા હતા. અગાઉ 3 વ્યક્તિઓ સામે ફરીયાદ નોંધાયા બાદ અનેક નવા નામો તપાસ દરમ્યાન સામે આવી રહ્યા છે ત્યારે હજુ કોની કોની સંડોવણી આ મામલે છે. તેની ઉંડાણ પુર્વકની તપાસ રીમાન્ડ દરમ્યાન પોલિસ કરશે તો બીજી તરફ પોલિસની વિવિધ ટીમ ફરાર મુખ્ય 3 પોલિસ કર્મચારીઓની શોધખોળમાં વ્યસ્ત બની છે. તો GRD જવાનની કસ્ટીમાં દમન ગુજારવા સાથે અન્ય શુ મદદગારી છે તે અંગે પણ તપાસ કરાશે