Home Crime રાવલવાડી પોસ્ટ ઉચાપત મામલે હજુ એક પૈસાની રીકવરી નહી; હવે ઓડીટનુ ઓડીટ...

રાવલવાડી પોસ્ટ ઉચાપત મામલે હજુ એક પૈસાની રીકવરી નહી; હવે ઓડીટનુ ઓડીટ થશે

573
SHARE
ભુજની રાવલવાડી પોસ્ટ ઓફીસમા થયેલી લાખો રૂપીયાની ઉચાપત મામલે હવે ગુપ્ત રાહે વિવિધ એજન્સીઓ તપાસ કરી રહી છે. અત્યાર સુધી 8 કરોડથી વધુ રૂપીયાની ઉચાપત થઇ હોવાનુ કહેતા પોસ્ટ વિભાગના અધિકારીઓ હવે ચોક્કસ ઉચાપતનો આંક કહેવા માટે તૈયાર નથી અને તપાસ ચાલી રહી હોવાનુ જણાવી રહ્યુ છે. બે દિવસ પહેલા પોસ્ટ ઓફીસ સુપ્રિટેન્ડન્ટનો ચાર્જ સંભાળનાર ઇન્ચાર્જ પોસ્ટ અધિકારી બી.એન.પટેલે આજે માહિતી આપતા જણાવ્યુ હતુ. કે પોસ્ટ વિભાગની એક ટીમ સતત આ મામલાની તપાસ કરી રહી છે. અને અન્ય કામોમાં અડચણ ન થાય તે માટે 3 કર્મચારીનો વધારાનો સ્ટાફ પણ જોડાયો છે. અને અત્યાર સુધી એજન્ટ પાસેથી 1 રૂપીયાની રીકવરી થઇ નથી. પરંતુ પોસ્ટ વિભાગે પોલિસ ફરીયાદ કરી છે. જેમાં સતત આગળ વધી રહેલી તપાસ અંગે પોલિસને જાણકારી અપાઇ રહી છે. સાથે-સાથે વિવિધ શંકાસ્પદ લાગતા એકાઉન્ટની તપાસ પણ થઇ રહી છે. જો કે હજુ સુધી એજન્ટ પ્રજ્ઞા ઠક્કર,સચિન ઠક્કર તથા ફરીયાદમા સામેલ બિપીન રાઠોડ તથા બટુક વૈશ્ર્ણવ સામે હજુ કોઇ પોલિસ કાર્યવાહી થઇ નથી.
હવે પોસ્ટ ઓડીટની પણ તપાસ
સામાન્ય રીતે નિયત કરેલા સમયે પોસ્ટ વિભાગમા ઓડીડ થતુ હોય છે. પરંતુ આંકડાકીય ઉચાપતનો મામલો રાવલવાડી શાખામા સામે આવ્યા બાદ અનેક સવાલો થઇ રહ્યા છે. કે શુ ઓડીટમાં આટલી મોટી રકમની ગેરરીત કેમ સામે આવી નહી જો કે જુનાગઢથી કચ્છ મુકાયેલા અધિકારીએ જણાવ્યુ હતુ કે ઓડીટ દરમ્યાન શંકાસ્પદ બાબતો અલગથી તારવવામાં આવે છે. અને ત્યાર બાદ તેમાં ઉંડાણ પુર્વક તપાસ થાય છે. પરંતુ હવે ઓડીટ રીપોર્ટમાં પણ તપાસ થશે સાથે-સાથે કેટલાક એકાઉન્ટ પોસ્ટ વિભાગે સીઝ કર્યા છે. અને વધુ શંકાસ્પદ ખાતાઓ છે. તેની તપાસ થઇ રહી છે જેની માહિતી હાલ અપાઇ શકે તેમ નથી પરંતુ રીકવરી નથી થઇ જેથી પોસ્ટ વિભાગે ફરીયાદ પણ નોંધાવી છે. અને હજુ ઉચાપતની રકમ વધી શકે છે
બહુ ગાજેલા પોસ્ટ ઓફીસ ઉચાપત કાંડમાં એક સમયે કર્મચારીઓને સસ્પેન્ડ કરવા સહિત તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો હતો પરંતુ હવે પોસ્ટ વિભાગ ફુંકી-ફુંકીને તપાસ કરી રહ્યુ છે. તો પોલિસે પણ હજુ આ મામલે કોઇ તપાસ આગળ વધારી નથી. જો કે સતત ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોસ્ટ વિભાગ સમગ્ર મામલાની ઉંડાણ પુર્વક તપાસ કરી રહી છે