Home Crime સમાધોધાનો ફરાર પુર્વ સરપંચ ગીરફ્તમાં; રૂપાલાની સભા પછી ગઢવી સમાજના પ્રમુખે શુ...

સમાધોધાનો ફરાર પુર્વ સરપંચ ગીરફ્તમાં; રૂપાલાની સભા પછી ગઢવી સમાજના પ્રમુખે શુ કહ્યુ?

1793
SHARE
કચ્છના બહુચર્ચીત એવા મુન્દ્રા પોલિસ દમનથી બે યુવાનોના મોત મામલે ધીમેધીમે પણ તપાસ આગળ વધી રહી છે. જો કે બે યુવાનોના મોત માટે જવાબદાર એવા 3 કોન્સ્ટેબલ હજુ પોલિસની ગીરફ્તમાં આવ્યા નથી. પરંતુ એક જી.આર.ડી જવાન અને કોન્સ્ટેબલની ગીરફ્તારી પછી હવે પુર્વ સરપંચ પોલિસની ગીરફ્તમા આવી ગયો છે. તપાસ કરી રહેલી પચ્છિમ કચ્છ પોલિસની એક ટીમે બાતમીના આધારે લોનાવાલા ગેસ્ટહાઉસમાંથી તેની અટકાયત કરી છે આમતો આ મામલે પહેલાથી ચોરીના શંકાસ્પદ ગુન્હાઓમાં 3 યુવાનોને લાવ્યા બાદ તેના પર દમન ગુજારાયો હોવાનો સીધો આરોપ પોલિસ ચોપડે નોંધાયો છે. પરંતુ સમાજ અને પરિવારે જમીન વિવાદમાં કોઇના ઇશારે પોલિસે આ કૃત્ય કર્યુ હોવાનુ દ્રઢ પણે જણાવી રહી છે. તો પુર્વ સરપંચ જયવિરસિંહ જાડેજા સામે એજ બાબતને લઇને પાછળની ગુન્હામા ફરીયાદ નોંધવામાં આવી છે ત્યારે જયવિરસિંહની ધરપકડ બાદ ખરેખર તેમાં કોઇ જમીન મામલો કારણભુત છે અને છે તો પુર્વ સરપંચની શુ ભુમીકા છે. તેની ઉંડાણ પુર્વકની તપાસ પચ્છિમ કચ્છ પોલિસ હવે કરી શકશે
રૂપાલાની સભા અને સમાજના પ્રમુખનો વિડીયો
એક તરફ સમાજનો સ્પષ્ટ આક્રોષ છે. કે જે રીતે સમાજના બે યુવાનોના મોત થયા ત્યાર બાદ ભાજપ કે કોગ્રેસ કોઇ અસરગ્રસ્ત પરિવારની મુલાકાતે આવ્યો નથી ગઢવી સમાજના પ્રમુખે પણ કોગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામુ ધરી દીધુ અને વિવાદ વકરતા ભાજપના નેતાઓએ સામુહીક અને ક્યાક વ્યક્તિગત રીતે નિવેદન આપ્યુ પરંતુ પરિવારની મુલાકાતે હજુ સુધી કોઇ ગયુ નથી તેવામા આજે રાજકીય માહોલને ગરમ કરવા સ્થાનીક સ્વરાજની ચુંટણીના પ્રચાર માટે આજે ગુજરાત ભાજપના સ્ટાર પ્રચારક કેન્દ્રીય કૃષીમંત્રી પુરૂષોત્તમ રૂપાલા આજે કચ્છ આવ્યા હતા અને મુન્દ્રાના ભુજપુર અને કપાયા જીલ્લા પંચાયત બેઠકો માટે ચુંટમી પ્રચાર માટે કચ્છ આવ્યા હતા. જો કે ત્યાર બાદ સમાજના પ્રમુખ વિજયદાન ગઢવીએ એક વિડીયો સેર કર્યો હતો જેમાં મૃત્ક યુવાનના 12ની વિધીના ઉલ્લેખ સાથે ફરી જમીન વિવાદ મામલે શુ થયુ હતુ તેનો ચિતાર આપ્યો હતો સાથે ટકોર પણ કરી હતી. કે ચુંટણી પ્રચારનો પુરૂષોત્તમ રૂપાલા પાસે સમય છે. પરંતુ 5 કિ.મી દુર હતભાગી પરિવારને સાત્વના આપવાનો સમય નથી જેના પ્રત્યે તેઓએ દુખ વ્યક્ત કર્યુ હતુ.

મુન્દ્રા પોલિસ દમનથી મોત મામલે ધીમેધીમે પણ પોલિસ મક્કમ રીતે તમામ આરોપીઓ સુધી પહોચવા માટે મથી રહી છે. જેમા પુર્વ સરપંચ પણ હવે પોલિસ ગીરફતમાં છે. જો કે પોલિસ કાર્યવાહી વચ્ચે નેતાઓની નીતીથી સમાજ હજુ પણ નારાજ છે. અને તેથીજ પોલિસ કાર્યવાહી વચ્ચે જમીન વિવાદનો એ મામલો અને નેતાઓની બેવડી નીતીનો સમાજના આગેવાનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે. અને વાત તથ્યથી તદ્દન નજીક પણ છે.