Home Social પ્રદેશ ભાજપ પ્રમુખ કહે છે કોગ્રેસનો કોઇ માલ ન જોઇએ : આધોઇમાં...

પ્રદેશ ભાજપ પ્રમુખ કહે છે કોગ્રેસનો કોઇ માલ ન જોઇએ : આધોઇમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ લઇ આવ્યા

1442
SHARE
પક્ષપ્રમુખનો ચાર્જ સંભાળતાજ ભાજપના પ્રદેશ પ્રમુખે સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે ભાજપના મુળ કાર્યક્રરોની ચિંતા કરી કોગ્રેસમાંથી હવે કોઇ નેતા-આગેવાન કે કાર્યક્રરને લઇ આવવા નથી જો કે ત્યાર બાદ ઘણા ધારાસભ્યો કોગ્રેસ છોડી ભાજપમાં આવ્યા રાજ્યસભાની ચુંટણી બાદ પણ સી.આર.પાટીલે ફરી કોગ્રેસનો કોઇ માલ ન જોઇએ તે રાગ આલાપ્યો અને તે હમણા સુધી ભુજમાં યોજાયેલી એક સભા સુધી જોવા મળ્યો જ્યા રાજ્યકક્ષાના મંત્રીએ જાહેરમંચ પરથી જાહેરાત કરી હોવા છંતા સી.આર.પાટીલે સ્પષ્ટ ના પાડી કોગ્રેસી કાર્યક્રરો આગેવાનોને ખેસ પહેરાવ્યા નહી જો કે ભાજપમાં બંધબારણે આ બધુ ચાલી રહ્યુ હોય તેમ લાગી રહ્યુ છે. કેમકે પ્રદેશ પ્રમુખની સ્પષ્ટ નારાજગી છંતા માંડવી વિસ્તારના ધારાસભ્ય પોતાના હોમટાઉન ભચાઉના આગેવાનોને કોગ્રેસ છોડી વાજતે ગાજતે ભાજપમાં લઇ આવ્યા છે. આધોઇ ગામે એક ચુંટણી સભાનુ આયોજન કરાયુ હતુ જેમાં કોગ્રેસના ઘણા લોકોને ભાજપના ખેસ સાથે આવકારાયા હતા. અને ત્યાર બાદ આગેવાનોએ મિડીયામા પ્રતિક્રિયા પણ આપી હતી
વાસણભાઇનુ ધાર્યુ ન થયુ વિરેન્દ્રસિંહે કર્યુ
પ્રદેશ ભાજપ પ્રમુખે ના પાડ્યા બાદ ઘણા જીલ્લાઓમા આવી પ્રવૃતિ રોકી દેવાઇ છે અને પેજપ્રમુખ બનાવવા સાથે ભાજપના સંગઠનને વધુ મજબુત બનાવવા પર કામ થઇ રહ્યુ છે. કચ્છમાં સરપંચ સંમેલન દરમ્યાન વાસણભાઇએ પોતાના વિસ્તારના ઘણા કોગ્રેસી કાર્યક્રર-આગેવાનને પ્રવેશ માટેના પ્રયત્નો કર્યા અને જાહેરાત કરી પરંતુ સી.આર.પાટીલે સ્પષ્ટ ના પાડતા તેમની ઉપસ્થિતીમાં તે શક્ય બન્યુ નહી પરંતુ કદ પ્રમાણે જાણે ભાજપમાં નિયમો હોય તેમ માંડવી વિસ્તારના ધારાસભ્ય કોગ્રેસના અનેક આગેવાન અને 30 જેટલા કાર્યક્રરોને વાજતે ગાજતે ભાજપમાં લઇ આવ્યા અને તેમનુ અભિવાદન ભાજપના આગેવાનોએ કર્યુ જો કે કોગ્રેસી સભ્યોના ભાજપ પ્રવેશની ચર્ચા સમગ્ર કચ્છ ભાજપમાં છે. કેમકે સી.આર.પાટીલ ભાજપમાં કોગ્રેસીકરણનો ખુલ્લો વિરોધ કરી રહ્યા છે.
કચ્છમાં રાજકીય નેતાઓ માટે સમય સરખો ક્યારેય રહ્યો નથી. કેમકે જુથ્થબંધીમાં જે નેતાની પકડ મજબુત તે પાર્ટીના નિયમ બહાર જઇને પણ ઘણું કરી શકે અને આવુજ કોગ્રેસી સભ્યોના ભાજપમાં પ્રવેશને લઇને જોવા મળી રહ્યુ છે. કેમકે ખુદ પ્રદેશ પ્રમુખ કચ્છમાં આવી કહી ગયા હવે કોઇ કોગ્રેસી સભ્ય ન જોઇએ તેના થોડા દિવસોમાંજ આધોઇમાં એક બે નહી અનેક કાર્યક્રરો ધારાસભ્યની હાજરીમાંજ ભાજપમાં જોડાયા જો કે વાત પ્રદેશકક્ષા સુધી પહોચી છે તેવામા ભાજપ હવે શુ સ્ટેન્ડ લે છે તે જોવુ રહ્યુ.