Home Special નવા વિકાસ ‘સુત્ર’ સાથે કોણ ભુજને ‘ધબકતુ’ રાખશે; જાણો ભુજ પાલિકાના સુકાન...

નવા વિકાસ ‘સુત્ર’ સાથે કોણ ભુજને ‘ધબકતુ’ રાખશે; જાણો ભુજ પાલિકાના સુકાન માટે કોણ છે દાવેદાર!

2377
SHARE
સ્થાનીક સ્વરાજની ચુંટણી પુર્ણ થઇ ગઇ છે. અને ભાજપે તમામ મોરચે કોગ્રેસને માત આપી છે. જો કે હવે જે રીતે ટીકીટ ફાળવણી બાદ કચ્છ ભાજપમાં મોટો વિરોધ ન થયો તે રીત જ ભાજપ પાલિકા-પંચાયત માં નવા સુકાની નિમવા માટે મથામણ કરી રહ્યુ છે. સંભવત 12 તારીખ પહેલા તમામ જગ્યાએ પ્રમુખ સહિતના હોદ્દેદારોની નિમણુંક થઇ જશે જેનો તબક્કાવાર અહેવાલ આપ ન્યુઝ4કચ્છના માધ્યમથી જાણતા રહેશો પરંતુ સૌથી વધુ ચર્ચા ભુજ પાલિકાની એટલા માટે છે. કેમકે ગત પાંચ વર્ષમાં ભુજમાં અનેક સમસ્યાથી લોકો ત્રસ્ત રહ્યા છે. અને તે રોષને ડામી ભાજપે વિકાસ કરવાનો છે. ત્યારે હવે ભુજ નગરપાલિકાનુ સુકાન પ્રથમ અઢી વર્ષ કોને મળશે તેના પર સોની નજર છે. શુ અનુભવને અગ્રતા અપાશે કે પછી નવા ચહેરાને તક આપી નવા વિઝનથી ભુજ પાલિકાના નવા પ્રમુખ અને કારોબારીની રચના થશે ત્યારે જાણીએ કોણ છે. પ્રમુખની રેસમાં અને કોને મળશે કારોબારીમાં સ્થાન?
ધનશ્યામ રસિકભાઇ ઠક્કર
ભાજપના મિડીયા ઇન્ચાર્જ એવા ધનશ્યામ ઠક્કર જુના જનસંધી રસિકભાઇ ઠક્કરના પુત્ર છે. ચુંટણી પહેલા ભાજપે નામો જાહેર કર્યા ત્યારે ધનશ્યામ ઠક્કર દાવેદારની રેસમાં ન હતા અને ભાજપના સુત્રોનુ માનીએ તો ચોક્કસ ગણિત સાથે જ તેને મેદાને ઉતારાયા છે. તેથી પ્રમુખ તરીકેની રેસમા તે સૌથી આગળ છે. તો તમામ ઉમેદવારોમાં તે સૌથી સિનીયર પણ છે તેથી પાલિકાનુ સુકાન તે લગભગ નક્કીજ છે. જો ભાજપનાજ એક મોટા મહિલા આગેવાન ત્રાગુ ન કરે તો….
જગત(જલધી) વ્યાસ
કચ્છ ભાજપે પાલિકા ચુંટણીમાં માત્ર 8 વ્યક્તિઓને રીપીટ કર્યા હતા જેમાં જગત વ્યાસનો પણ સમય થાય છે. ગત ટર્મમાં વ્યક્તિગત ખર્ચે પણ તેઓએ લોકોની સમસ્યા દુર કરવાના પ્રયત્નો કર્યા છે. જીલ્લા ભાજપ પ્રમુખ,સાંસદ વિનોદ ચાવડા અને ભુજના ધારાસભ્ય 3ણે લોકો કદાચ તેમના નામ સામે વિરોધ ન દર્શાવે તેવા સંજોગોમાં તેમને તક મળી શકે જો કે પ્રમુખ પદ્દ માટે અનુભવ અને સ્વભાવ બન્નેમાં તે હજુ બાળક કહી શકાય
અશોકભાઇ પટેલ
વોર્ડ નંબર 11માંથી પાલિકાનુ નેતૃત્વ કરતા અશોક પટેલ ફરી રીપીટ થયા છે. પાછલા 5 વર્ષમાં પાલિકાની કામગીરીમાં તેઓએ વ્યક્તિગત રીતે ભુજ શહેરના વિકાસની ચિંતા કરી છે. અને અંગત રસ લઇ લોકોના પ્રશ્ર્નોને વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે. જીલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઇ પટેલના તેઓ ખાસ વિશ્ર્વાસુ છે. અને અનુભવી પણ છે. તેવામાં જીલ્લા પ્રમુખ તરીકે અથવા અન્ય મહત્વના સ્થળે તેમની નિમણુંક નકારી શકાય નહી
ધનશ્યામ સી ઠક્કર
ભુજ પાલિકામાં અગાઉ કાઉન્સીલર અને વોટર સમિતીના ચેરમેન રહી ચુકેલા ધનશ્યામ સી. ઠક્કર પણ પ્રમુખ પદ્દની રેસમાં છે. પરંતુ તેમના નામની શક્યતા ઓછી છે. જો કે ભુજના ધારાસભ્યોના અંગત એવા ધનશ્યામ ઠક્કર પેરાસુટ નામ તરીકે આવે તો નવાઇ નહી પ્રમુખ નહી તો કોઇ મહત્વની શાખામા ચેરમેન પદ્દ તો નક્કીજ છે. કેમકે ગત વખતે પણ ભારે વિરોધ છંતા નિમાબેને ભરતરાણાને સ્થાન અપાવ્યુ હતુ.
મનુભા ખેતુભા જાડેજા
કચ્છમાં બે બે ધારાસભ્યો ક્ષત્રિય હોવાથી હવે જ્ઞાતીગત સમિકરણ મુજબ મનુભા પ્રમુખ બને તેવી શક્યતા નહીવત છે. પરંતુ ગત ટર્મમાં તેમની પત્નીનુ નામ લગભગ નક્કી થઇ ગયા બાદ લત્તાબેનની એન્ટ્રી થઇ હતી છંતા પણ મનુભાએ કોઇ જાહેર વિરોધ કર્યો ન હતો અને પોતાનુ પાર્ટી માટે કામ ચાલુ રાખ્યુ હતુ વહીવટી અનુભવ તેઓ પણ સારુ ધરાવે છે તેથી પ્રમુખ નહી તો કારોબારીમાં તેમનુ સ્થાન નિશ્ર્ચિત છે.
કમલ ગઢવી-મહીદિપસિંહ જાડેજા,રાજેશ ગોર તથા અન્ય
પાલિકાના પુર્વ નગરસેવક અને ભુજનુ વહીવટ સારી રીતે સંભાળનાર નગરપતિમાં જેમનુ નામ છે તેવા દેવરાજ ગઢવી પરિવારમાંથી આવતા કમલ ગઢવીને કારોબારીમા સ્થાન મળે તેવી શક્યતા છે. તો મહિદીપસિંહ ગત ટર્મમા કારોબારી ચેરમેન બન્ને તે માટે ભરપુર પ્રયત્નો થયા હતા. તેવામાં ગઢવી પરિવારમાંથી કમલ ગઢવીને સ્થાન અને મહિદીપસિંહને રીપીટ કરાતા તેમને પણ કોરોબારીમા સ્થાન મળે તેવી પુરી શક્યતા છે. તો પુર્વ નગરપતિના ભાઇ સંજય ઠક્કર, સાત્વીકદાન ગઢવી,બિંદીયા ઠક્કર રેશ્માબેન ઝવેરી ને પણ કારોબારીમા સ્થાન મળી શકે છે. વ્યક્તિગત ઇમેજને લઇને રાજેશગોર આમતો ભુજ શહેરમાં ખુબજ ચર્ચાસ્પદ છે. પરંતુ બાપાલાલ જાડેજાના ખુબ નજીકના ગણાય છે. તેવામાં પોતાના પુત્રના બદલે બાપાલાલ જાડેજા રાજેશ ગોરની પાલિકામાં મહત્વની ભુમીકા મળે તેવા પ્રયત્નો ચોક્કસ કરશે તો રાજગોર સમાજના ધણા ઉમેદવારો વિજેતા થયા છે. તેવામાં રાજેશગોર ને કોરોબારીમા સ્થાન મળે તેવી પુરી શક્યતા છે
આમતો ભુજ પાલિકાનો તાજ કાંટાળો તાજ છે. કેમકે પાછલા 5 વર્ષમા જે થયુ તે સમગ્ર કચ્છ ભાજપ અને મોવડી મંડળ જાણે છે. તેવામા ભુજના શહેરીજનોને સુખાકારી-વિકાસ સાથે ઘર કરી ગયેલી સમસ્યામાંથી મુક્તી અપાવવાની છે. જો કે ગત ટર્મની જેમ આ વખતે આંતરીક જુથ્થવાદની શક્યતા નહીવત છે. પરંતુ ચોક્કસ ભાજપ માટે સુકાની નિમવા એક પડકાર ચોક્કસ રહેશે જેમાં 3 નામો અત્યારે મોખરે છે. જો કે જે નિમણુકો થશે તે ચોક્કસથી હવે વિધાનસભાના સમિકરણોને ધ્યાને રાખી થશે. તે નક્કી છે. જો કે પ્રમુખ કરતા કારોબારી ચેરમેન માટે વધુ ખેંચતાણ  ભાજપમાં ચાલી રહી છે.