એક વર્ષ યોગ્ય શિક્ષણથી વંચીત બાળકો હવે મુંજાયા છે. જો કે સરકારે કોરોના મહામારીના ઉતાર-ચડાવ વચ્ચે હવે શિક્ષણ ચાલુ કરવાના આદેશ કર્યા છે. અને નિયત ફી ભરવા માટે પણ સરકારે ગાઇડલાઇન નક્કી કરી છે. જો કે ભુજની એક ખાનગી સ્કુલ સામે વાલીએ ગંભીર આરોપ મુક્યા છે. અને તે સબબની લેખીત ફરીયાદ જીલ્લા કલેકટર અને શિક્ષણ વિભાગને પણ કરી છે. માધાપરમાં રહેતા એક્સ આર્મ મેન અશોકસિંહ જાડેજાનો પુત્ર દુન સ્કુલમાં 11 સાઇન્સમાં અભ્યાસ કરે છે. અશોકસિંહે પોતાના પુત્રની તમામ ફી નિમય સમયે ભરી હતી પરંતુ છેલ્લી ફી ભરવામા થોડુ લેટ થઇ ગયુ હતુ. જે પણ તેઓએ બાદમાં ચેકથી ભરી હતી. પરંતુ શાળા દ્રારા તેમના પુત્ર પર ફી મામલે ખોટુ દબાણ ઉભુ કરી તેને શિક્ષણથી વંચીત રખાઇ રહ્યો છે. આજે અશોકસિંહે આ મામલે જીલ્લા શિક્ષણ વિભાગને લેખીત ફરીયાદ કરી છે. અને ફી ભર્યા બાદ પણ શાળાના સ્ટાફગણ દ્રારા ગેરવર્તણુક કરવામાં આવે છે. અને જવાબદાર વ્યક્તિઓને મળવા માટે પણ ના પાડી દેવાય છે. શાળાના વ્યક્તિઓ દ્રારા તુ કઇ રીતે પાસ થાય છે. તેવી ધમકી સાથે તેને શિક્ષણથી વંચીત રખાઇ રહ્યો છે. અને શાળાના ક્લાસરૂમમાં પ્રવેશ અપાતો નથી. બાળ માનસ પર ખરાબ અસર આવી ધટનાની પડતી હોવાની ફરીયાદ સાથે એક્સ આર્મીમેન અશોકસિંહે યોગ્ય ન્યાયીક કાર્યવાહી માટે માંગ કરી છે. જો કે ફરીયાદ સંદર્ભે જીલ્લા શિક્ષણ અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરાતા તેમનો સંપર્ક થઇ શક્યો ન હતો.