ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. અને આજની યાદી મુજબ કચ્છમાં 12 કેસો નોંધાયા છે. જો કે વાત ભાજપના ભુજ ટાઉનહોલ ખાતે આયોજીત કાર્યક્રમની કરવી છે. કોરોના તો યાદ આવ્યુ એટલે લખાઇ ગયુ સ્થાનીક સ્વરાજની ચુંટણી પુર્ણ થઇ છે. અને લોકોની શંકા મુજબ કોરોના કેસોની સંખ્યા રસીકરણ વચ્ચે વધી રહી છે. જો કે આજે ભુજના ટાઉનહોલમા કચ્છ ભાજપના તમામ વિજેતા ચુંટાયેલા પ્રતિનીધીઓનો આવકાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સંગઠનના હોદ્દેદારો સાથે 332 વિજેતા જનપ્રતિનીધીઓને બોલાવવામાં આવ્યા હતા અને આવકાર સાથે પ્રજા કાર્ય માટે સક્રિય રહેવાના સોનેરી સુચનો પણ અપાયા હતા. સેવા,સમર્પણ અને નિષ્ઠા થકી પ્રજાલક્ષી કાર્યો કરી કઇ રીતે છબી મજબુત કરાય તે અંગે જીલ્લાના આગેવાનોએ માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ જેમા કચ્છ જીલ્લા ભાજપના પ્રમુખ,મહામંત્રી,સાંસદ તથા અન્ય જુના આગેવાનો જોડોયા હતા
ભાજપના સૌને આવકાર એક કોગ્રેસીને પણ
એક તરફ આજે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઇએ ઇતિહાસ સાથે વર્તમાનમાં ભાજપે મેળવેલી જીત સહિત નવા ચુંટાયેલા પ્રતિનીધીઓને માર્ગદર્શન આપ્યુ હતુ સાથે પ્રજા સેવા માટે તેમની પંસદગીને આવકાર પણ આપ્યો હતો. કચ્છ જીલ્લાના તમામ ચુંટાયેલા પ્રતિનીધીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા જો કે ભાજપે મોકલેલી પ્રેસયાદીમાં ઓછી સંખ્યા દેખાય તેવા ફોટ જ મિડીયાને અપાયા હતા. જો કે ભાજપના સૌ વિજેતા ઉમેદવારોને તો ભાજપના મોવડી મંડળે આવકાર્યા પરંતુ જે વિસ્તારમાં ભાજપને કોગ્રેસે માત આપી તેવા અબડાસા વિસ્તારના કોગ્રેસી આગેવાનને પણ ભાજપમાં આવકાર આપવામા આવ્યો હતો. ભાજપના ચુંટાયેલા પ્રતિનીધીઓને આવકાર સાથે કોગ્રેસના અનુસુચીત જાતી મોરચાના પ્રદેશ મહામંત્રી માવજી મહેશ્ર્વરીને પણ ભાજપમા આવકારાયા હતા. એક તરફ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સ્પષ્ટ કોગ્રેસી માલ લેવાની મનાઇ અને તે વચ્ચે જીલ્લાકક્ષાના કાર્યક્રમમાં જ તેનો છેદ ઉડ્યો હતો
આમતો કાર્યક્રમ સામાજીક સ્તર પર લોકોને કઇ રીતે મદદરૂપ થવુ અને તેના માટે નવા ચુંટાયેલા કચ્છના તમામ જન પ્રતિનીધીઓનો ઉત્સાહ વધારવાનો હતો પરંતુ તેમને આવકાર આપવા સાથે ભાજપે એક હારેલા કોગ્રેસીને પણ પાર્ટીમા સમાવતા કાર્યક્રરોમાં ચર્ચા હતી કે વિજેતા તો સમજ્યા પરંતુ હવે હારેલા કોગ્રેસીને પણ ભાજપ પાર્ટીમાં કેમ સમાવી રહ્યુ છે?