કચ્છમાં ગાંજાની હેરફેરના અનેક કિસ્સાઓ પુર્વ અને પચ્છિમ કચ્છમાંથી અગાઉ ઝડપાઇ ચુક્યા છે. પરંતુ કચ્છમાં જ તેનુ વાવેતર કરી દેવાયુ હોય તેવુ ભાગ્યેજ સામે આવતુ હોય છે. ત્યારે કચ્છ સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ તથા માનકુવા પોલિસે શયુક્ત ઓપરેશન કરી ભારાપર ગામની વાડીમાંથી ગાંજાનુ વાવેતર કરેલા 42 છોડ જપ્ત કર્યા છે. બાબુ સલુ કોલી નામનો શખ્સ વર્ષોથી રવજી ખીમજી વેલાણીની વાડીમા વાવેતર કરે છે. જો કે ગઇકાલે SOG ના મદનસિંહને બાતમી મળી હતી જે આધારે SOG તથા માનકુવા પોલિસ તપાસ માટે પહોચી હતા જેમાં ગાંજાના 42 છોડનુ વાવેતર વાડીમાંથી મળી આવ્યુ હતુ. 6 કિ.લો ગાંજો પણ તપાસ દરમ્યાન મળી આવ્યો છે. જેથી એસ.ઓ.જીએ માનકુવા પોલિસ મથકે બાબુ સામે NDPS એક્ટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જો કે છોડના વાવેતર માટે ગાંજાના બીજ ક્યાથી મેળવ્યા તે સદંર્ભે તપાસ શરૂ કરી છે. તો કેટલા સમયથી આ વાવેતર કર્યુ તે સંદર્ભની પણ પુછપરછ શરૂ કરી છે. ખેતીની આડમાં બાબુએ કરેલી ગાંજાની ખેતી સફળ થાય તે પહેલા જ પોલિસને સુંગધ આવી ગઇ અને કારસ્તાન ઝડપી પાડ્યુ