પવનચક્કીથી કચ્છના ધણા વિસ્તારોમા શિયાળામા મહામુલી ધાસનો જથ્થો બળીને ખાખ થઇ ગયાના બનાવો બન્યા હતા જો કે હવે ઉનાળો શરૂ થતા સિમાડામા આગના બનાવો જાણે શરૂ થઇ ગયા હોય તેમ આજે બન્ની વિસ્તારના સરગુ નજીકના સિમાડામા આગ લાગવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આજે બપોર બાદ અચાનક આગ લાગતા 2 કિ.મી વિસ્તારમાં આગ પ્રસરી ગઇ હતી. સ્થાનીક માલધારીઓ અને ગ્રામજનો સિમાડામા દોડી ગયા હતા અને આગ પર કાબુ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા હતા. ઉનાળામાં એક તરફ આકરી ગરમી અને બીજી તરફ પવનને કારણે કચ્છમાં દર વર્ષે સીમાડામા કિંમતી ધાસનો જથ્થો બળીને ખાખ થઇ જાય છે. સારા વરસાદ પછી કચ્છમાં ધાસનો જથ્થો પશુઓ માટે ખુબ મહામુલી હતો પરંતુ આગના તે ખાખ થઇ ગયો હતો સ્થાનીક લોકોએ આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો કર્યા હતા. પરંતુ 2 કિ.મીથી વધુ વિસ્તારમા આગ પ્રસરી ગઇ હતી.