ભુજ તાલુકાના ભારાપર ગામે આજે બપોરે સર્જાયેલ મારામારીનો બનાવ પોલિસ ચોપડે ચડ્યો છે. આજે બપોરે દોઢ વાગ્યાના અરસામા ભુજ તાલુકાના ભારપર ગામે આંબેડકર નગર નજીક આવેલા મંદિર પાસે બે જથ્થો સામે-સામે આવી ગયા હતા. જેમાં નાની મોટી ઇજાઓ પણ બન્ને પક્ષે પહોંચી હતી બનાવની જાણ થતા પોલિસે પણ આ મામલે તપાસ શરૂ કરી હતી જેમાં તપાસના અંતે બન્ને પક્ષે સામે-સામે 13 વ્યક્તિઓ સામે રાયોટીંગ,મારામારી સહિતની વિવિધ કલમો તળે માનકુવા પોલિસ મથકે ફરીયાદ નોંધી તપાસ શરૂ કરાઇ છે. જો કે એક જુથ્થે ચુંટણી મનદુખ જ્યારે એક પક્ષે પ્રેમપ્રકરણ આ મારામારી માટે કારણભુત હોવાનુ જણાવ્યુ છે. ફરીયાદી જીતેન્દ્ર પ્રેમજી મહેશ્ર્વરીએ અર્જનભાઇ શિવજી મહેશ્ર્વરી સહિતના 8 વ્યક્તિઓએ ચુંટણી બાબતનુ મનદુખ રાખી લોંખડના પાઇપ તથા લાકડીઓ વડે મુઢ માર મારવાની ફરીયાદ કરી છે તો બીજી તરફ અર્જનભાઇએ જીતેન્દ્ર પ્રેમજી તથા કાનજી પ્રેમજી સહિત પાંચ વ્યક્તિઓ સામે વિશાલ નામના યુવાનના એક યુવતી સાથેના સંબધનુ મનદુખ રાખી હુમલો કર્યાની ફરીયાદ કરી છે. ભારપર ગામે બપોરે સર્જાયેલી આ બબાલની ચર્ચા દિવસભર હતી જેમાં માનકુવા પોલિસે બન્ને પક્ષે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે