કોરોનાના વધતા કેસો સામે 2021ના વર્ષ પ્રારંભે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કેસોની સંખ્યામાં ધટાડો નોંધાયો હતો. જો કે જાણે ફરી કોરોનાના કેસો વધી રહ્યો હોય તેમ રસીકરણ કામગીરી વચ્ચે સતત કોરોના કેસો વધી રહ્યા છે. તે વચ્ચે આજે ગુજરાત રાજ્યમાં રેકર્ડબ્રેક 1640 પોઝીટીવ કેસ નોંધાયા છે તો કચ્છમાં પણ કેસોની સંખ્યા વધી 17 પર પહોચી ગઇ છે. જે રીતે સતત કોરોનાના પોઝીટીવ કેસો રસીકરણ વચ્ચે વધી રહ્યા છે. તે જોતા તંત્રએ ફરી કોવીડ ગાઇડલાઇનના પાલન સાથે રસિકરણ માટે લોકો આગળ આવે તે માટે પ્રચાર-પ્રચાર શરૂ કર્યો છે. તો સાથે પોલિસે માસ્ક તથા સોસીયલ ડિસ્ટન્સીંગનુ પાલન થાય તે માટે સક્રિય થયુ છે
તંત્રનો રસીકરણ પર ભાર
તંત્ર દ્રારા કચ્છમાં વધુમા વધુ લોકો રસિકરણ માટે પ્રેરાય તે માટે સતત જાગૃતિ પ્રેરક કિસ્સાઓ સાથે પ્રચાર-પ્રસાર થઇ રહ્યો છે. તે વચ્ચે નોવેલ કોરોના વાયરસ કોવીડ-19 ના કેસો વધતા રાપર તથા ભચાઉના 5 વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે. તો બીજી તરફ ભુજ શહેર તથા તાલુકાના ૩૩ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે. તે વચ્ચે તંત્રએ ભુજમાં વેકિસન અંગે લોકો હકારાત્મક પ્રતિભાવ દેખાડે તે માટે મોટી ઉંમરના વ્યક્તિઓના રસીકરણ અંગેના પ્રતિભાવો સાથે લોકોને રસીકરણ માટે અપિલ કરી છે. ૭૧ વર્ષિય લીલાવતીબેન ગણાત્રા વેકિસન લઇને અન્યને પણ વેકિસન લેવા વિનંતી કરે છે. સાથે તેઓએ સંદેશ આપ્યો છે. કે કોરોનાની મહામારી સામે આ વેક્સીન આર્શિવાદ બનીને આવી છે ત્યારે વેક્સીન લઇને નિશ્ચિંત બનીએ. આપણે વેકિસન લઇને ખુદની સુરક્ષા તો મેળવીએ જ છીએ પણ આપણને જોઇને કોઇ વેકિસન લેવા પહોંચે તો તે પણ સેવાથી ઓછું નથી આવા અનેક પ્રેરક કિસ્સાઓ સાથે તંત્રએ રસીકરણ વધારવા પર ભાર મુકવા સાથે લોકોને સુરક્ષીત વેકસીન લેવા અપિલ કરી છે.
એક તરફ તંત્ર માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન વધારવા સાથે રસીકરણ વધારવા પર ભાર મુકી રહ્યુ છે. ત્યા બીજી તરફ પોલિસ પણ ફુટ પેટ્રોલીંગ વધારવા સાથે માસ્કનો લોકો ફરી ઉપયોગ કરતા થાય અને કોરોનાની ગાઇડલાઇન જળવાય તેવા પ્રયત્નો કરી રહ્યુ છે. તેવામાં જાગૃતિ સાથે લોકો રસીકરણ કરાવે તેવી તંત્રએ લોકોને અપિલ કરી છે. જેમાં વિવિધ સામાજીક સંસ્થાઓ પણ જોડાઇ છે.