Home Crime ભચાઉ નજીક નર્મદા કેનાલમા ડુબી જવાથી પુત્ર-પુત્રી અને પિતાનુ મોત! 6 કલાકે...

ભચાઉ નજીક નર્મદા કેનાલમા ડુબી જવાથી પુત્ર-પુત્રી અને પિતાનુ મોત! 6 કલાકે ત્રણેના મૃત્દેહ મળ્યા.

2546
SHARE
ભચાઉના લોંધેશ્ર્વર નજીકની કેનાલમાં ડુબી જવાથી 3 વ્યક્તિના દુખદ મોત થયા છે. આજે વહેલી સવારે ભચાઉના વોંધ ગામના રહેવાસી એવા કોલી પરિવારનો 11 વર્ષીય પુત્ર પાણી પીવા માટે સવારે કેનાલમાં ઉતર્યો હતો. જો કે અકસ્માતે તે કેનાલમા પડ્યા બાદ તેની બહેન તથા તેના પિતા પણ તેની શોધખોળ અને બચાવવા માટે પાણીમા ઉતર્યા હતા. જો કે એક પછી એક પુત્ર-પુત્રી અને છેલ્લે પિતા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા બનાવ ભચાઉ વોંધ વચ્ચે સીમમાંથી પસાર થતી કેનાલમા બન્યો હતો.. જો કે સ્થાનીક તરવૈયા સાથે પાણીમા ગરકાવ થઇ ગયેલા તમામ વ્યક્તિની શોધખોળ માટે ભચાઉ ફાયર વિભાગની ટીમને પણ મદદ માટે બોલાવાઇ હતી. જેમા 5 કલાકની જહેમત બાદ તમામ મૃત્દેહ મળી આવ્યા હતા. 10 વાગ્યાની આસપાસ આ અંગે ફાયર વિભાગને જાણ કરાઇ હતી. બનાવ સવારે 8 વાગ્યા બાદ બન્યો હોવાનુ પ્રાથમીક રીતે તપાસમા આવ્યુ છે. ફાયર વિભાગ તથા સ્થાનીક લોકોની મદદથી પહેલા પિતા અને ત્યાર બાદ બન્ને બાળકોના પણ મૃત્દેહ શોધી કઢાયા હતા. સ્થળ પરથી મળેલી પ્રાથમીક માહિતી મુજબ મૃત્કોના નામ માનસંગ હિરા કોલી તેનો પુત્ર બળદેવ માનસંગ ઉ.11 કોલી તથા પુત્રી શાન્તી માનસંગ કોલી ઉં.11 હોવાનુ સામે આવ્યુ છે. મૃત્ક તમામ વોંધ ગામના રહેવાસી છે. જો કે સમગ્ર અકસ્માત કઇ રીતે સર્જાયો તે અંગે ભચાઉ પોલિસ વધુ તપાસ હાથ ધરશે પરંતુ અકસ્માતે બે બાળકો સહિત એકજ પરિવારના 3 વ્યક્તિના મોતથી ભચાઉ સહિત સમગ્ર કચ્છમાં અરેરાટી ફેલાઇ છે.