મુંબઈમાં રહેતા દેશના ટોચના ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસ સ્થાન પાસે વિસ્ફોટક સામગ્રી સાથે બિનવારસી સ્કોર્પિયો મળી આવ્યા બાદ શરૂ થયેલી પોલીસ તપાસમાં છેલ્લા એક માસથી અનેક ખુલાસા અને સંડોવણી બહાર આવતી રહી છે ત્યારે આ કેસમાં ગુજરાત ની સાથે કચ્છનું કનેક્શન ખુલતા એ.ટી.એસ.ની ટીમ ભુજના પણ એક યુવાનને તપાસ માટે લઈ ગઈ છે મળતી માહિતી મુજબ ભુજનો નરેશ ગોર નામનો એ યુવક ક્રિકેટ સટ્ટા સાથે સંકળાયેલો છે એજન્સીની અમદાવાદ તપાસ દરમ્યાન આ પ્રકરણમાં વપરાયેલા સીમકાર્ડ સાથે આ યુવકનું કનેક્શન ખુલતા પોલીસ હરકતમાં આવી હતી જો કે યુવકની ધરપકડ ક્યાથી થઇ તેને લઇ પોલિસના ઉચ્ચ અધિકારીઓ કઇ કહેવા તૈયાર નથી પરંતુ ભુજના યુવકનુ નામ ખુલ્યા બાદ પચ્છિમ કચ્છ પોલિસની એક ટીમે ભુજ સ્થિત તેના નિવાસ સ્થાન તથા તેની હિસ્ટ્રી જાણવા સહિતની દિશામા તપાસ કરી છે.
આ સમગ્ર કેસમાં 25 ફેબ્રુઆરીથી શરૂ થયેલી તપાસ દરમ્યાન સનસનીખેજ ઘટનાઓમાં પોલીસ અને રાજકીય નેતાઓની સંડોવણીના આરોપ બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં હડકંપ મચી ગયો છે એક માસથી ચાલી રહેલી તપાસ પર સંક્ષિપ્તમાં નજર કરીએ તો 25 ફેબ્રુઆરીએ મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયાની સામે એક બિનવારસી સ્કોર્પિયો વિસ્ફોટક જિલેટીનની 20 સળી, એક ધમકી ભરેલા પત્ર સાથે મળી આવી હતી આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી હતી ત્યાર બાદ ક્રાઈમ ઈન્ટેજિલન્સના આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર સચિન વાઝેને આ કેસની તપાસ સોંપાઈ તપાસ દરમ્યાન થાણેના રહેવાસી મનસુખ હિરેનની સ્કોર્પિયો હોવાનું બહાર આવ્યું હતું મનસુખ ના જણાવ્યા અનુસાર તેની સ્કોર્પિયો 17 ફેબ્રુઆરીએ ટેકનિકલ ગરબડ થતાં તેણે કારને વિકરોલી હાઈવે પર પાર્ક કરી હતી જે ત્યાંથી ગાયબ હતી આ કેસમાં મનસુખ હિરેન તપાસ અર્થે વારંવાર પોલીસ સ્ટેશન જતા હતા 4 માર્ચના મનસુખ હિરેન ઘરેથી નીકળ્યા પરંતુ ઘરે પાછા ફર્યા નહીં અને 5 માર્ચના તેમનો મૃતદેહ મુંબ્રા ખાડીમાંથી મળ્યો ત્યારબાદ મહારાષ્ટ્ર ATSએ કેસ પોતાના હાથમાં લીધો 8 માર્ચે કેન્દ્ર સરકારે NIAને તપાસ સોંપી NIAએ આ કેસમાં આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર સચિન વાઝેની પણ પૂછપરછ કરી અને સચિન વાઝેની સ્કોર્પિયોમાં વિસ્ફોટક રાખવાના કેસમાં ધરપકડ કરવામાં આવી સતત મીડિયામાં છવાયેલા આપ્રકરણ દરમ્યાન મુંબઈના પોલીસ કમિશનર પરબીર સિંહની ટ્રાન્સફર કરવામાં આવી તેમની જગ્યાએ હેમંત નગરાલે નવા પોલીસ કમિશનર નિમાયા ત્યાર બાદ પરમબીર સિંહે મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેને એક પત્ર મોકલ્યો જેમાં તેમણે આરોપ લગાવ્યો કે રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે વાઝેને એક મહિનામાં 100 કરોડ રૂપિયાની ઉઘરાણી કરવા કહ્યું હતું આ પત્ર બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયુ બીજેપીએ અનિલ દેશમુખના રાજીનામાની માગણી કરતાં આખા મહારાષ્ટ્રમાં વિરોધ પ્રદર્શન પણ થયા વિવિધ એજન્સીની તપાસ દરમ્યાન ગુજરાત કનેક્શન ખુલતા એટીએસએ કરેલી સર્વગ્રાહી તપાસમાં કચ્છ કનેક્શન ખુલ્યું છે. અને ભુજથી સટ્ટા સાથે સંકળાયેલા યુવાનને ATS એ તપાસ માટે ઉપાડ્યો છે અને મુંબઈ લઈ જવાયો છે જો કે ધટનામાં કચ્છના યુવાનનુ નામ ખુલતા અન્ય એજન્સીઓ પણ તપાસમા જોડાઇ છે. ભુજમા તેના નિવાસ સ્થાન તેના પરિવારના સભ્યો તથા તેની ભુજમાં ક્રિમીનલ હિસ્ટ્રી સહિતની તપાસ પચ્છિમ કચ્છ પોલિસે કરી છે. જો કે હાઇપ્રોફાઇલ કેસ હોય પોલિસે આ અંગે વધુ કઇ કહેવાનુ ટાળ્યુ છે. પરંતુ કચ્છ કનેકશન ખુલતા પચ્છિમ કચ્છ પોલિસ તથા વિવિધ ગુપ્તચર એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે.