Home Crime મુન્દ્રાના 9 વર્ષીય બાળકની નાના કપાયા નજીક દાટી દેવાયેલી લાશ બહાર કઢાઇ!...

મુન્દ્રાના 9 વર્ષીય બાળકની નાના કપાયા નજીક દાટી દેવાયેલી લાશ બહાર કઢાઇ! શંકાના દાયરામાં પિતા?

3867
SHARE
તાજેતરમાંજ મુન્દ્રાના ભરચક રહેણાંક વિસ્તારમાં બહેનના પ્રેમસંબધ પસંદ ન હોય એક ભાઇએ તિક્ષ્ણ હથિયાર વડે તેની જનુન પુર્વક નિર્મમ હત્યા કરી નાંખી હતી અને ત્યાર બાદ છરી વડે ખુલ્લેઆમ ફરતો દેખાયો હતો. જેની ચર્ચા હજુ પણ મુન્દ્રામાં છે ત્યા ફરી એક ચકચાકી બનાવ પ્રકાશમા આવ્યો છે. જેમાં મુન્દ્રા ટાઉનમાં રહેતા હરીશ કામીના 9 વર્ષીય પુત્રના શંકાસ્પદ મોતનો કિસ્સો સામે આવ્યો છે. ગઇકાલે તેના મૃત્દેહને નાના કપાયા વિસ્તારમાં દાટી દેવાયો હતો. પરંતુ પરિવારના અન્ય કોઇ સભ્યોએ તેના મૃત્યુ અંગે મુન્દ્રા પોલિસ મથકે આવી શંકા વ્યક્ત કરી હતી. જેથી આજે મુન્દ્રા પોલિસે તેની ઉંડાણપુર્વક તપાસ શરૂ કરી છે. મૃત્ક દિનેશ હરીશ કામી 9 વર્ષનો છે. અને તેના પિતા છુટક કામ કરી પેટીયુ રડે છે. ગઇકાલે તેનુ અચાનક મૃત્યુ થયુ હતુ અને તેની લાસ નાના કપાયા નજીક દાટી દેવાઇ હતી. જો કે બિમાર રહેતા પુત્રની તેના પિતાએજ હત્યા કરી હોવાની શંકા ઉભી થતા આજે મુન્દ્રા પોલિસે સ્થળ પર પંચનામા સાથે મેજીસ્ટ્રેટ રૂબરુ મૃત્દેહને બહાર કાઢ્યો હતો. અને હવે તેને જામનગર મોકલવા તજવીજ હાથ ધરી છે હાલ શંકાસ્પદ મોતના કિસ્સામાં સવાલો અનેક છે. પરંતુ પોલિસ કોઇ નિષ્કર્ષ પર આવ્યા પહેલા પી.એમ રીપોર્ટ પર મદાર રાખી રહી છે. જો કે નાના એવા કપાયા ગામમા આજે મોટો પોલિસ અને વહીવટી તંત્રનો કાફલો પહોંચતા તેની ચર્ચા સમગ્ર શહેરમા હતી 9 વર્ષના બાળકનુ કુદરતી મોત થયા બાદ તેના મૃત્દેહનો દટાયો છે કે પછી અન્ય કોઇ કારણોસર તે સદંર્ભે મુન્દ્રા પોલિસે વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ હાલ પ્રાથમીક શંકાના દાયરામા ખુદ તેના પિતા છે. જો કે પોલિસના ઉચ્ચ અધિકારીઓએ ફોરેન્સીક અને પી.એમ રીપોર્ટ આવ્યા બાદ વધુ સચોટ માહિતી આપવાનુ જણાવ્યુ હતુ.