પાછલા દિવસોમાં ભુજ શહેરના વિવિધ વિસ્તારમા મોબાઇલ ફોન પર જતા લોકો પાસેથી મોબાઇલ ચીલઝડપના કિસ્સા ભુજમાં ચર્ચામા હતા. જો કે ભુજ એલ.સી.બે પાછલા દિવસોમાં ભુજ શહેરમા નોંધાયેલા 3 મોબાઇલ ચીલઝડપના ગુન્હામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સને ઝડપી પાડ્યો છે. ભુજ એ ડીવીઝન પોલિસની હદ્દમાં બે અને ભુજ બી-ડીવીઝન પોલિસની હદ્દમાં 1 ગુન્હો મોબાઇલ ચીલઝડપનો નોંધાયો હતો જેમાં કુખ્યાત સલિમ ઉર્ફે ચલ્લા જુસબ મમણ ઉ.21 રહે દાદુપીર રોડ ની સંડોવણી ખુલતા પોલિસે તેની અટકાયત કરી વધુ તપાસ માટે ભુજ બી-ડીવીઝન પોલિસને સોંપ્યો છે.
મોબાઇલ ચીલઝડપમા માહીર છે સલિમ…
ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે શંકાસ્પદ વસ્તુઓના વહેંચાણ માટે ચોક્કસ ઓળખવાડો વ્યક્તિ વાદળી સર્ટ અને બ્લેક પેન્ટમાં બાપાદયાળુ નગર પાસે ઉભો છે. જેથી પોલિસે ત્યા જઇ તપાસ કરતા ત્યા સલિમ મળી આવ્યો હતો જેની તપાસ કરતા તેની પાસેથી 4 મોબાઇલ ફોન મળી આવ્યા હતા. જેની પુછપરછમા તેના આધારપુરાવા કે ચોક્કસ જવાબ ન મળતા તેની ઉડાંણપુર્વકની તપાસ કરતા છેલ્લા એક અઠવાડીયામા તેને આ ફોન ભુજના અલગઅલગ વિસ્તારોમાંથી ચીલઝડપ કર્યા હોવાની કબુલાત આપતા પોલિસે તેની અટકાયત કરી હતી. સલિમ ઉર્ફે ચલ્લા વિરૂધ્ધ અગાઉ 2019માં પણ મોબાઇલ ચીલઝડપના ગુન્હા નોંધાઇ ચુક્યા છે. તો 2020મા મારામારી સહિતના ગુન્હામા તેની સામે ફરીયાદ નોંધાયેલી છે. આમ 9 જેટલા ગુન્હામા તેની સંડોવણી હોવાનુ પ્રાથમીક તપાસમાંજ ખુલ્યુ છે. જેથી બી-ડીવીઝન પોલિસે આવા વધુ ગુન્હામાં તેની સંડોવણી છે. કે નહી તેની તપાસ કરશે
તાજેતરમાંજ ગાંધીધામ વિસ્તારમા વધેલા આવા બનાવના ગુન્હામા પણ 4 વ્યક્તિઓ ઝડપાયા હતા. ત્યારે ભુજ શહેરમાં પણ આવા બનાવો બનતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સક્રિય હતી તેવામા જાન્યુઆરી મહિનામાંજ જેલમાંથી છુટેલો સલિમ પોલિસની રડારમા આવ્યો હતો. અને વધુ મોબાઇલ ચીલઝડપના ગુન્હાઓને અંજામ આપે તે પહેલા ગીરફ્તમા આવી ગયો છે