કચ્છની નર્મદા નહેરમા દુધઇથી રૂદ્રમાતા ડેમ સુધી કેનાલ મારફેત પાણી પહોચાડવાના શરૂઆતી આયોજન બાદ તેમાં ફેરફાર કરી પાઇપલાઇન મારફેત પાણી પહોચાડવાની પરિયાજનામા ફેરફાર કરી કમાન્ડ એરીયામાં કેનાલ મારફતે જ પાણી પહોચાડાય તેવી માંગ કરાઇ છે. આમતો આ મુદ્દે સ્થાનીક તંત્ર અને કલેકટર સમક્ષ પણ અનેકવાર રજુઆત કરાઇ છે. આહીરપટ્ટી થી લઇ બન્ની વિસ્તારના લોકોએ પણ માંગણીઓ કરી છે ત્યારે કચ્છના ધારાસભ્ય નિમાબેન આચાર્ય રાજ્યમંત્રી વાસણ આહિર સહિત લાભગ્રસ્ત વિસ્તારના આગેવાનો આ મુદ્દે મુખ્યમંત્રીને મળ્યા છે. અને લેખીત રજુઆત કરી કમાન્ડ એરીયા 23 કિ.મીથી 68 કિ.મી સુધી નહેર મારફતે પાણી મળે તેવી માંગ સાથે વિવિધ પ્રશ્ર્નો રજુકર્યા હતા.
10 મુદ્દાને લઇને રજુઆત!
-મૂળભૂત હેતુ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત ના દુષ્કાળ ગ્રસ્ત વિસ્તાર ને કાયમી ધોરણે અને સતત સિંચાઇ નો લાભ આપવાનો છે. આવા સંજોગોમાં કચ્છ ના બન્ની વિસ્તાર ને નર્મદા યોજના ના પિયત વિસ્તાર માથી બાકાત કરી અન્ય વૈકલ્પિક વ્યવસ્થા રૂપે વધારનું પાણી પાઇપ લાઇન દ્વારા આપવાની યોજના મૂળભૂત યોજનાથી વિરુદ્ધ છે.
-પાઇપ લાઇન દ્વારા વધારાના પાણી ની વૈકલ્પિક વ્યવસ્થા કચ્છના બન્ની વિસ્તારને કાયમી ધોરણે અને સતત સીંચાઈનો લાભ આપી સકે તેમ નથી કારણકે ડેમ માં વધારનું પાણી હોય ત્યારેજ આ વૈકલ્પિક વ્યવસ્થા રૂપે પાણી મળે. જ્યારે સરદાર સરોવર નર્મદા યોજના ના પિયત વિસ્તાર તરીકે કાયમી અને સતત સીંચાઈનો લાભ મળી રહે.
-વધુમાં સરદાર સરોવર નર્મદા યોજના મોટી સિંચાઈ યોજના હોઈ આ યોજના હેઠળ આવતા પિયત વિસ્તાર તરીકે ભવિષ્ય માં પણ કચ્છ જેવા દુષ્કાળ ગ્રસ્ત વિસ્તાર ને વધુ સંભવિત લાભો મળી શકે તેમ છે.આથી દૂધઈ બ્રાન્ચ કેનાલ સાં.૨૩.૦ થી ૬૮.૦ કીમી સુધી સરદાર સરોવર યોજના માથી બાકાત ન કરવા વિનંતી છે.
-વધુમાં પાઇપ લાઇન દ્વારા વધારાના પાણી ની વૈકલ્પિક વ્યવસ્થા માટે ઉદવહન કરવા માટે વીજળી નો મોટાપાયે ખર્ચ થાય તેમ છે. જ્યારે સરોવર નર્મદા યોજના રાષ્ટ્રીય યોજના ના પિયત વિસ્તાર તરીકે ઓપન કેનાલથી પાણી આપવા માટે વીજળી નો કોઈ ખર્ચ કરવાનો રહેતો નથી.
-નર્મદા યોજનાના ટ્રિબ્યુનલ ના ચુકાદા વખતે કચ્છ જિલ્લા ના બન્ની વિસ્તારને નર્મદા યોજના ના પિયત વિસ્તારમાં સમાવેશ કરી સિંચાઇ નો લાભ આપવાનો સુનિશ્ચિત કરવામાં આવેલ હતું. સદરહુ મૂળભુત આયોજન પ્રમાણે કચ્છ શાખાની દૂધઈ પેટા શાખા નું સાં. ૦ થી ૬૮.0કીમી સુધી નું બાંધકામ નર્મદા નિગમ હસ્તક ઓપન કેનાલ તરીકે કરી બન્ની વિસ્તારમાં આવતા ૯ ગામ સહિત કુલ ૨૧ ગામો ના વિસ્તાર ને નર્મદાયોજનાના વિસ્તાર તરીકે ગણી સિંચાઈ નો લાભ આપવાનો થાય છે.
-પરંતુ અમારા ધ્યાનમાં આવેલ છે. કે દૂધઈ પેટા શાખાની સાં.૨૩.૦ થી ૬૮.0કીમી સુધી નું બાંધકામ ઓપન કેનાલ ને બદલે પાઇપ લાઇન તરીકે જળ સંપતિ વિભાગ (સિંચાઈ વિભાગ) હસ્તક કરવાનું આયોજન સરકારશ્રી ની વિચારણા હેઠળ છે.આ બાબતે અમારી નમ્ર અરજ છે કે નર્મદા યોજનાના મૂળભૂત આયોજન પ્રમાણે દુધઈ પેટા શાખાના સાં.૨૩.૦ કીમી થી ૬૮.0 કીમી હેઠળ આવતો વિસ્તાર વિભાગ નર્મદા યોજના ના પિયત વિસ્તાર તરીકે ચાલુ રાખી સદરહુ કામો ઓપન કેનાલ તરીકે નર્મદા નિગમ હસ્તક પૂર્ણ કરવામાં આવે તો જ બન્ની વિસ્તાર ને સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તાર તરીકે કાયમી અને સતત સિંચાઈ નો લાભ આપવાનો હેતુ જળવાઈ રહે તેમ છે.
-વધુમાં દૂધઈ પેટા શાખા નહેરની સાં.૨૩.0 કીમી થી ૬૮.0 કીમી સુધી નું ઓપન કેનાલ તરીકે નું બાંધકામ પાઈપ લાઇન ના બાંધકામ કરતાં તાંત્રિક દ્રષ્ટિએ, આજુબાજુ ના વિસ્તારના રીચાજ ની દ્રષ્ટિએ, ભવિષ્યમાં પાણી ની અછત ના પ્રતિકાર રૂપે તેમજ ખર્ચની દ્રષ્ટિએ સસ્તું અને સરકારશ્રી તેમજ કચ્છ ના બન્ની વિસ્તાર ના હિતમાં છે.
એક તરફ કચ્છમાં ખેડુતો નર્મદાનુ કામ ઝડપથી પુર્ણ થાય તે માટે આકરા પાણીએ લડતના મુડમાં છે ત્યારે રાજકીય ચુંટાયેલા પ્રતિનીધીઓ પણ હવે કચ્છના નર્મદાના લાભ અપાવવા સક્રિય થયા છે. બન્ની અને આહિરપટ્ટીના ગામોને પાણીનો લાભ મળે તે માટે મુખ્યમંત્રી સમક્ષ લેખીત ધા નંખાઇ છે. અને તેમાં કચ્છના બે ધારાસભ્યો એક થઇ સક્રિય રીતે આ રજુઆતમા સામેલ થયા હતા.