Home Current મુન્દ્રાના શ્રાવિકા મણીબેન શાહનો સંથારો સિજયો : સરકારી ગાઈડ લાઈન પ્રમાણે પાલખી...

મુન્દ્રાના શ્રાવિકા મણીબેન શાહનો સંથારો સિજયો : સરકારી ગાઈડ લાઈન પ્રમાણે પાલખી યાત્રામાં જૈન સમાજ દર્શનાર્થે ઉમટ્યો

482
SHARE
મુન્દ્રાના મણિબેન વ્રજલાલ શાહ (ઉંમર 91)એ ગઈ કાલે જૈન ધર્મના આદર્શ અનુસાર આત્માના કલ્યાણ માટે અનશન વ્રત અંગીકાર કર્યો હતો
આજે સવારે 7વાગ્યે સુખ શાતા પૂર્વક તેમનો સંથારો સિજયો હતો સવારથી જ મણિ બેનના ઓશવાળ ફળીયા સ્થિત રક્ષાબેન મહેતાના નિવાસ સ્થાને જૈન ભાઈ બહેનો દર્શન માટે ઉમટ્યા હતા
આજે સવારે અનશન વ્રત ધારી મણિબેન શાહની પાલખી યાત્રામાં સાધર્મિક ભાઈ બહેનો ઉમટ્યા હતા જય જિનેન્દ્ર જય મહાવીરના નારા સાથે આ પાલખી યાત્રા નગરના તેચ્છી ચકલા, ભાટિયા ચોક, રામ મંદિર. કાંઠા વાળા નાકા થઈ મુક્તિ ધામ પહોંચી હતી તેમના પરિવારના રક્ષાબેન મહેતાએ વંદનીય મણિબેન શાહને અગ્નિદાહ આપ્યો હતો
મુન્દ્રા સમસ્ત જૈન સમાજના પ્રમુખ અને આઠ કોટી નાની પક્ષ જૈન સંઘના સંઘ પતિ ભૂપેનભાઈ મહેતાએ જણાવ્યું હતું કે વંદનીય મણિબેન વર્ષોથી ધર્મ ધ્યાન કરતા હતા અને સંથારો અંગીકાર કરવાની તેમની ભાવના આજે પૂર્ણ થઈ હતી
તેમના પરિવારના અનિલ શાહ, નીતિન શાહ, યોગેશ શાહ, મેહુલ શાહ ઉપસ્થિત રહ્યા હતા.
અનશન વ્રત ધારી મણિબેનની પાલખી યાત્રા માટે સંઘના કરણ મહેતા, હિરેન સાવલા અને ચાર્મીન શાહ સહિત ના આગેવાનો એ જહેમત ઉઠાવી હતી
આજે તેમના નિવાસ સ્થાને તેમની પાલખી યાત્રાના દર્શન માટે મુન્દ્રા નગરપાલિકાના મેયર કિશોર સિંહ પરમાર, કારોબારી ચેરમેન ડાહ્યાલાલ આહીર, કપિલ કેસરિયાએ પાલખી યાત્રામાં દર્શનનો લાભ લીધો હતો મુન્દ્રા જૈન સમાજના કાંતિભાઈ શાહ, વિનોદ ફોફળિયા, ભોગીલાલ મહેતા, અરવિંદ સંઘવી, દર્શન સંઘવી,વિનોદ સંઘવી, પારસ શાહ, લક્ષ્મીચંદ રાંભીયાં, જાદવજી વોરા, મુન્દ્રા નગરપાલિકાના સભ્યો રચના બેન જોશી, તૃપ્તિ બેન ઠક્કર, જીતેશ માલમે પાલખી યાત્રામાં જોડાઈને દર્શનનો લાભ લીધો હતો.
સ્વ.મણીબેનની આવતી કાલે ગુણાનુવાદ સભા યોજાશે
મુન્દ્રા આઠ કોટી નાની પક્ષ જૈન સંઘના સુશ્રાવિકા વંદનીય મણિબેન વૃજલાલ શાહના એક દિવસ બાદ આજે સવારે 7વાગ્યે તેમની સમાધિ પૂર્વક સંથારો સિજયો હતો.
વંદનીય મણિબેન મુન્દ્રાના સ્વ. શાહ અમૃતલાલ કાનજી, સ્વ કાંતિલાલ કાનજી અને શાહ વાડીલાલ કાનજીના નાના બહેન તેમજ ભુજના મયુર ત્રંબક્લાલ શાહના કાકીમા થાય છે.તેમની ગુણાનુવાદ સભા આવતીકાલે શનિવારના મુન્દ્રાના ગુંદી ફળીયા સ્થિત આઠકોટી નાની પક્ષ જૈન સંઘના નાના ધર્મ સ્થાનક મધ્યે રાખેલ છે હાલ કોરોના કાળ માં સરકારી ગાઈડ લાઈન પ્રમાણે તેમની ગુણાનુવાદ સભા યોજાશે.